કરુણાંતિકા: વડોદરાના કોલિયાદ ગામના તળાવમાં ડૂબી જવાથી 3 સગીર ભાઈઓનાં મોત, પરિવારમાં માતમ, જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યાં

કરજણના કોલીયાદ ગામેથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. કોલીયાદ ગામે તળાવમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગામના ત્રણ બાળકો ગુમ થતા શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે જ બાળકોના મૃતદેહ તળાવમાંથી મળતા લોકોમાં ચકચાર જોવા મળી છે. અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

image source

મળતી માહિતી પ્રમાણે મૃતક બાળકોનો પરિવાર મૂળ બોટાદ જિલ્લાના જિંજાવદર ગામનો રહેવાસી છે. આ પરિવાર ગાયો લઈને ગામેગામ ફરતો હતો અને તેણે કોલિયાદ ગામમાં ત્રણેય બાળકોને ગુમાવ્યા હતા. એકસાથે ત્રણ બાળકોનાં મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને ત્રણેય બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કરજણના સરકારી દવાખાનામાં મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યાં ત્યારે ગામના ટોળેટોળા ભેગા થયેલા જોવા મળ્યાં. તળાવમાંથી મળેલા ત્રણેય બાળકો એક જ પરિવારના છે. પરિવાર સહિત પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો.

image source

બાળકોના મૃતદેહો મળતાં લોકોનાં ટોળાં ઊમટ્યા

ત્રણેય બાળકનાં મોતને પગલે લોકોનાં ટોળેટોળાં તળાવ પાસે એકત્ર થઈ ગયાં હતાં અને કરજણ પોલીસને જાણ કરી હતી, જેથી કરજણ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ત્યારે એક જ પરિવારના ત્રણેય બાળકોના મૃત્યુથી શોકનો માહોલ છવાયો છે. પરિવાર સહિતના પંથકમાં ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે.

image source

ત્રણેય બાળક ગુમ થતા શોધખોળ હાથ ધરાઈ હતી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં ગૌચર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના 3 ભાઈઓ મધુર સુરેશભાઈ સાનિયા(ઉં.13), ધ્રુવ સુરેશભાઈ સાનિયા(ઉં.10) અને ઉત્તમ સુરેશભાઈ સાનિયા(ઉં.08) મંગળવારે સવારે ગુમ થઈ ગયા હતા, જેને પગલે પરિવારજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે બાળકો મળ્યાં નહોતાં. આજે સવારે કોલિયાદ ગામના તળાવમાં બાળકોના તરતા મૃતદેહો જોવા મળ્યા હતા, જેથી પરિવારજનો દોડી ગયાં હતાં અને ત્રણેય બાળકના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

image source

દીપડાઓ હુમલો કરતા બે બાળકોના મોત

તો બીજી તરફ પંચમહાલના ઘોઘંબાના કાંટાવેડા ગામે દીપડાએ એકસાથે બે બાળકો પર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા છે. ગઈકાલે એક જ દિવસમાં દીપડાએ 5 વર્ષના અને 8 વર્ષના બાળકો પર હુમલો કર્યો હતો. આમ, દીપડાના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ ફેલોયો છે. બે બાળકોના મોત બાદ વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને શોધવા કવાયત હાથ ધરી છે.

image source

ગામમાં ભયનો માહોલ

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે વહેલી સવારે કાટાવેડા ગામે બકરા ચરાવતા 8 વર્ષના નાયક મેહુલ વેચાતભાઇ પર આદમખોર દીપડાએ હુમલો કરી મારી નાંખ્યો હતો ત્યારબાદ મોડી સાંજે ખુંખાર દીપડાએ ગોયસુંદલ ગામે પાંચ વર્ષના બાળક બારીયા નિલેશકુમાર ભાઈ પર હુમલો કરી તેને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો ઘોઘંબા તાલુકામાં એક જ દિવસમાં માનવ ભક્ષી દીપડાએ બે બાળકોના મોત નિપજાવ્યા છે. જેને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત