વડોદરા જિલ્લામાં આવેલા મહાદેવના આ મંદિર પર હુમલો કરતા જ ઔરંગઝેબ ઉપર અંગારા વરસવા લાગ્યા હતા!

ઘણીવાર એવા બનાવો એવા પણ બનતા હોય છે કે જે કદાચ માનવામાં ન આવે .પરંતુ, જ્યાં માણસની શક્તિ કામ નથી કરતી ત્યાં કેટલીક કુદરતી શક્તિઓ એવી પણ હોય છે જે કુદરત નું મહત્વ ,પરમ તત્વનું મહત્વ પોતાની રીતે સાચવી રાખે છે. જેને  આપણે ચમત્કાર કહીએ છીએ.

image source

ભારતમાં ચમત્કાર સાથે જોડાયેલી ઘણી બધી વાતો આપણને સાંભળવા મળે છે.કેટલીક વાર આપણને પણ એવા અનુભવો થતા હોય છે કે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી રહસ્ય લાગે પરંતુ જો શ્રદ્ધાથી માનીએ તો હકીકત હોય છે.

image source

આપણે ત્યાં ઘણા એવા મંદિરો છે જેના ચમત્કારની વાતો આપણે સાંભળી છે ,જાણીએ છીએ. કેટલાક મંદિરો તો પૌરાણિક કાળના સદીઓ જૂના મંદિરો છે અને એમના ચમત્કારની વાતોથી આપણે સૌ સારી રીતે વાકેફ છીએ.

image source

આવું જ એક મંદિર એટલે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે આવેલું અંગારેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર.અંગારેશ્વર મહાદેવનું મંદિર  ઐતિહાસિક રીતે પણ પ્રસિદ્ધ છે.

 

image source

મોગલ સલ્તનત દરમિયાન આપણા ઘણા પૌરાણિક મંદિરો ઉપર મુસલમાન  બાદશાહોએ ચડાઈ કરી હોય , મંદિર તોડવાના પ્રયત્નો કર્યા હોય અથવા તો મંદિર લૂટયા હોય તેવા ઇતિહાસથી આપણે વાકેફ છીએ. શિનોર ગામનું મંદિર જેનું મૂળ નામ મંગલેશ્વર મહાદેવ હતું તે પણ આવા જ મુસલમાન બાદશાહ હુમલાનો ભોગ બન્યું હતું.

image source

કહેવાય છે કે મુસલમાન બાદશાહ ઔરંગઝેબે મંગલેશ્વર મહાદેવને તોડવા માટે મંદિર પર ચડાઈ કરી .પરંતુ બાદશાહ લશ્કર લઈને જેવો મંદિરમાં પ્રવેશ્યો ત્યાં જ મહાદેવજીએ સાધુ સ્વરૂપે આવી મંદિર નહીં તોડવા માટે બાદશાહને સમજાવ્યો હતો.

image source

ઔરંગઝેબે સાધુ ની વાત નહીં માની મંદિરને તોડવા માટે તેના લશ્કરને સૂચના આપી.સાધુ તો ત્યાંથી અલોપ થઈ ગયા , પણ થોડી જ વારમાં મહાદેવજી માંથી અંગારા નીકળવા માંડ્યા અને આખાયે લશ્કર ઉપર અંગારા નો વરસાદ શરૂ થઈ ગયો બાદશાહને પણ અંગારા દઝાડવા લાગ્યા અને લશ્કરમાં પણ અંગારાને કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો. સેનાના તંબુઓ પણ ભડકે બળવા લાગ્યા,ખુદ બાદશાહ  પણ જીવ બચાવવા દોડીને બે કિલોમીટર દૂર આવેલા ગસેબ બાબા પ્યારે સૂફી નામના સંત ફકીર ના આશરે પહોંચ્યો.

image source

કહેવાય છે કે આ સંતે પણ ઓરંગઝેબ ને પહેલા મંદિર પર હુમલો નહીં કરવા માટે ચેતવ્યો હતો પરંતુ જિદ્દી સ્વભાવના ઓરંગઝેબ ને જ્યાં સુધી ચમત્કાર નો પરચો મળ્યો નહીં  ત્યાં સુધી તે માન્યો નહીં આખરે તેણે ફકીરને ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપાય બતાવવા વિનંતી કરી.

પ્રાયશ્ચિતના ભાગરૂપે અને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા ઔરંગ્જેબે  છેલ્લે ખાસ રાજસ્થાનથી નંદી મંગાવીને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા મંદિરમાં તેનું પુનઃ સ્થાપન કરાવ્યું. એટલું જ નહીં ભવિષ્યમાં કોઇ મુસ્લિમ શાસક મંદિર પર હુમલો ના કરે તે માટે મંદિરના પાછળના ભાગમાં મસ્જિદના જેવા બે નાના સ્તંભ બનાવડાવી તેના પર મસ્જિદના દેખાવ જેવી જ તકતી પણ મુકાવી. પોતે આ વાતની સ્પષ્ટતા પણ કરી.

image source

ધર્મ ઝનૂની  મોગલ બાદશાહ ઔરંગઝેબે ભારતમાંથી સનાતન ધર્મ અને હિંદુ પ્રજાનો નાશ કરવાનું નક્કી કરી મૂર્તિઓ અને મંદિરો ઉપરના હુમલા શરૂ કર્યા હતા .પરંતુ મંગલેશ્વર મહાદેવમાં થયેલા ચમત્કારિક અનુભવ બાદ ડરના માર્યા ઔરંગઝેબે મહાદેવજીને પ્રસન્ન કરવા આ મંદિરના સભાગૃહ નું નિર્માણ કરાવ્યું હતું.

image source

ઔરંગઝેબ પર થયેલા અંગારાની વર્ષા બાદ આ શિવ મંદિર અંગારેશ્વર મંદિરના નામથી ઇતિહાસમાં પ્રસિદ્ધિ પામ્યું. અંગારેશ્વર મંદિરમાં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે .શિવપુરાણ  અને રેવાખંડમાં પણ અંગારેશ્વર મંદિરનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

image source

અહીં પૂજ્ય ડોંગરેજી મહારાજે બીલી અને કદમના ઝાડ નીચે બેસીને ઘણી ભાગવત કથા કરી હતી. તેને કારણે પણ  અંગારેશ્વર મહાદેવના મંદિર નું મહત્વ ઘણું જ વધી ગયું છે. અને શ્રધ્ધાળુઓ માટે અંગારેશ્વર મંદિર  પવિત્ર ધામ ગણાય  છે.

image surce

અહીં પૂજ્ય ડોંગરેજી મહારાજના નામે ભક્તિ સેવાશ્રમ પણ ચાલે છે.નજીકમાં જ સત્યનારાયણ નું મંદિર અને પંચમુખી હનુમાનજી મંદિર પણ આવેલાં છે ત્યાં સ્થાપિત સેવાશ્રમમાં ભાવિક ભક્તોને રહેવા જમવાની પણ સારી સગવડ આપવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ આવા સ્મરણીય મંદિરો અને સંતોને કારણે ચિરસ્થાયી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત