વડોદરામાં નર્સ નોકરીએ જવા નીકળી, અને પતિએ આડા સંબંધના વહેમમાં ફિલ્મી રીતે કરી નાખી હત્યા, પૂરી ઘટના વાંચીને છૂટી જશે ધ્રુજારી

વડોદરામાં નર્સ નોકરીએ જવા નીકળી અને પતિએ વહેમમાં તેની હત્યા કરી નાખી – ફિલ્મી રીતે કરવામાં આવી હત્યા

વડોદરામાં તાજેતરમાં એક હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃત્યુ પામેલ મહિલા વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. તેણીને તેના પતિએ જ માથામાં જીવલેણ ઘા જીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ હત્યાની તપાસ કરતાં તેની પાછળ પતિનો હાથ જણાતા પોલીસે પતિની ધરપકડ કરી હતી.

મૃતક મહિલા એક નર્સ હતી અને મોડી રાત્રે પોતાના એક્ટિવા પર ફરજ માટે ગોત્રી કોવિડ હોસ્પિટલ તરફ જઈ રહી હતી. અને તે સમયે તેના પતિએ કોઈ ફિલ્મી રીતે તેણીનો પીછો કર્યો હતો અને ન્યૂ વી.આઈ.પી. રોડ પર તેના પર જીવલેણ હૂમલો કર્યો હતો. પ્રાથમિક માહિતી મળ્યા બાદ એવી જાણકારી મળી છે કે પતિને પોતાની પત્ની પર કોઈની સાથે આડા સંબંધ હોવાનો વહેમ હતો અને તેના કારણે જ તેણે પત્નીની હત્યા કરી હતી.

લોહીલૂહાણ હાલતમાં રસ્તા પરથી મળી આવી લાશ

image source

મૃતક શિલ્પાબહેન જયેશભાઈ પટેલ (ઉં.29) બરોડા શહેરમાં આવેલા આજવા રોડ પરના અમરદીપ હોમ્સમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમને બે સંતાન પણ છે. તેણી મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. પણ હાલ કોવિડની મહામારી ચાલી રહેલી હોવાથી તેણીને શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમા ફરજ આપવામા આવી હતી. ગઈ કાલે રાત્રે તેણી ઘરેથી પોતાનું ટુ-વ્હિલર લઈને પોતાની નર્સ તરીકેની ફરજ બજાવવા માટે હોસ્પિટલ જવા નીકળ્યા હતા. પણ તેઓ હોસ્પિટલ નહોતાં પહોંચી શક્યા પણ શહેરના ન્યૂ વી.આઈ.પી રોડ ખાતે આવેલી વૈકુંઠ-2 સોસાયટીના દરવાજા પાસેથી તેમની લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવી હતી.

મહિલાની લાશ રસ્તા વચ્ચે આવી રીતે મળી આવતા તરત જ હરણી પોલીસને તેની જાણકારી આપવામાં આવી હતી અને તરત જ પોલીસ ત્યાં દોડી આવી હતી. ત્યાર બાદ તરત જ પોલીસે લાશનું પંચનામુ કરીને લાશને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.

પતિએ વહેમમાં જ કરી નાખી પત્નીની હત્યા

image source

લાશ મળતાં જ પોલીસે તરત જ હત્યાની તપાસ શરૂ કરી દીધી હતી. અને જેમાં તેમને જાણવા મલ્યુ હતું કે મૃતક મહિલા આજવા રોડ પર આવેલા અમરદીપ હોમ્સમાં રહેતી હતી ને તેણી ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી અને તે રાત્રે તેણી ફરજ બજાવવા હોસ્પિટલ જવા નીકળી હતી.

મૃતક મહિલાની ઓળખ થતાં જ પોલીસે તેની તપાસ શરૂ કરી દીધી હતી અને તેમને તપાસ કરતાં જાણવા મળ્યું કે તેણીના પતિને શંકા હતી કે તેની પત્નીના કોઈકની સાથે આડા સંબંધ હતા અને તેના કારણે જ તેમણે તેણીની હત્યા કરી હતી. આગળ વધુ તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યુ હતું કે મૃતક શિલ્પાબહેન પટેલના પતિ જયેશભાઈ પટેલ એક પ્રાઇમરી શાળામાં શિક્ષક હતા.

image source

ઘટના સ્થળ પર જ નર્સનું મૃત્યુ થયું

શિલ્પા બહેન તે રાત્રે પોતાનું એક્ટિવા લઈને ઘરેથી નોકરી જવા નીકળ્યાં હતા. અને ત્યારે તેમના પતિએ તેમનો છૂપી રીતે પીછો કર્યો હતો ને ન્યૂ વી.આઈ.પી રોડ પર આવેલી વૈકુંઠ-2 સોસાયટીના ગેટ પાસે પહોંચીને પત્નીના માથા પર પાછળથી જીવલેણ ફટકો માર્યો હતો અને તેણી ચાલુ એક્ટિવાએ જમીન પર ફસડાઈ પડી હતી. અને ત્યાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે તે રાત્રે હત્યારા પતિની ધપકડ કરી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત