વડોદરામાં સૌથી નાની વયના બાળકે કોરોનાને હરાવ્યો, કોરોનાગ્રસ્ત 74 બાળકોમાંથી 1નું થયું મૃત્યુ, તો 21 થયા સાજા

22 દિવસના બાળકે આપી કોરોનાને મ્હાત, કોરોનાગ્રસ્ત 74 બાળકોમાંથી 1નું થયું મૃત્યુ, તો 21 થયા સાજા

કોરોના વાયરસ નથી રાજાને છોડતો કે નથી રંકને છોડતો નથી બાળકને છોડતો કે નથી મોટાને છોડતો. આ વાયરસનું સંક્રમણ કોઈ પણ ને લાગી શકે છે. થોડા દિવસ પહેલાં એક માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે તેણીના 22 દિવસના સંતાનનો કોરોના રિપોર્ટ કઢાવવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે પણ કોરોના પોઝિટિવ છે. અને ખુશીની વાત એ છે કે સારવાર બાદ આ બાળક કોરોનામાંથી મુક્ત થયો છે અને તેને ઘરે જવા માટે રજા પણ મળી ગઈ છે.

image source

આ ઘટના વડોદરા જિલ્લાના કરજણની છે. વડોદરા શહેરમાં આવેલી ગોત્રી કોવિડ હોસ્પિટલમાં જે બાળકો કોરોનાથી સંક્રમિત થયા હોય તેમની સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધી આ હોસ્પિટલમાં 74 જેટલા બાળકોને દાખલ કરવામાં આવી ચૂક્યા છે. આ હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાતોની દેખરેખ હેઠળ કોરોનાગ્રસ્ત બાળકોની સારવાર કરવામાં આવે છે. છેલ્લા લગભઘ છ મહિનામાં અહીં 74 કોરોના પોઝિટિવ બાળકને દાખલ કરવામાં આવ્યા છે. આ 74 બાળકોમાં 13 વર્ષની એક દિવ્યાંગ બાળાનું દુઃખદ મૃત્યુ થયું છે. 21 બાળકોને સાજા કરીને રજા આપી દેવામાં આવી છે જ્યારે 11 બાળકોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને 41 બાળકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ કારણે બાળકોને કોરોના વાયરસનું સંક્રમણ લાગવાનું જોખમ ઓછું છે

image source

બાળરોગ નિષ્ણાત જણાવે છે કે નાના બાળકોમાં ACE-2 રિસેપ્ટરનું પ્રમાણ ઓછું હોય છે તેમના શરીરમાં કોરોના વાયરસ પ્રવેશવાની શક્યતાઓ ઘટી જાય છે. માટે તેઓ સરળતાથી સંક્રમીત નથી થઈ શકતા. બાળકોમાં મુખ્ય રીતે કોરોનાની બે પ્રકારની અસર જોવા મળે છે. મોટા ભાગના કેસમાં પરિવારનું કોરોના માટે સ્ક્રિનિંગ થયું હોય અને તે સ્ક્રીનીંગમાં બાળકોને કોરોનાવાયરસ હોવાનું જાણવા મળે છે, આ સિવાય બાળકોને તાવ તેમજ ઝાડા થયા પછી કોરોનાનું સંક્રમણ હોવાની જાણ થાય છે.

બાળકોની સ્થિતિ ગંભીર હોય અથવા તેમના લક્ષણો ગંભીર હોય તેવા સંજોગોમાં જ બાળકોને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે. શરૂ શરૂમાં કોરોનાનું સંક્રમણ લાગેલા દરેક બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા પણ ત્યાર બાદ સરકારની નવી ગાઇડસાઇ પ્રમાણે હવે બાળકોને હોમ આઇસોલેશનની સુવિધા આપવામાં આવે છે. પણ જો બાળકને ગંભીર લક્ષણ હોય અથવા તેની સ્થિતિ ગંભીર હોય તો તેને તરત જ કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરી દેવામાં આવે છે.

image source

જે બાળકોને નાનપણમાં જરૂરી બધી જ વેક્સિન અપાવી હોય તો તે ઝડપથી સાજા થઈ જાય

બાળરોગ નિષ્ણાતો જણાવે છે કે વયસ્ક દર્દીઓને કોરોનાની જે રીતે સારવાર આપવામાં આવે છે તે રીતે બાળકોને નથી આપવામાં આવતી. કારણ કે બાળકોને પેરાસિટામોલ, વીટામીન સી તેમજ ઝિંકની દવાઓ આપવાથી તેઓ સાજા થઈ જતા હોય છે. પણ જેવા બાળકોમાં ACE-2 રિસેપ્ટર ઓછા હોય તેમનામાં કોરોના વાયરસનું સંક્રમણ લાગવાનો ભય ઓછો રહે છે. આમ તેમનામાં જો હળવી અસર પણ જોવા મળે તો તેઓ ખૂબ જ ઝડપથી સાજા થઈ જાય છે. બાળકોને નાનપણમા માતાપિતા બધી જ રસી અપાવતા હોય છે માટે તેવા બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ પણ સારી હોય છે. માટે તેઓ જલદી સાજા થઈ જાય છે.

image source

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી થતાં મૃત્યુનો દર 1થી 2 ટકા વચ્ચે છે. હવે જો વડોદરાના કોરોના વાયરસના મૃત્યુદરની વાત કરીએ તો તે 1.35 ટકા છે. વડોદરાની આ હોસ્પિટલમાં દાખલ થતાં કોરોના વાયરસનું સંક્રમણ લાગેલા બાળકો 4-5 દિવસમાં સાજા થઈ જાય છે. ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 74 બાળ કોરોના પેશન્ટમાંથી ત્રણ દર્દીઓ એક વર્ષ કરતાં પણ નાની ઉંમરના હતા. તેમજ 22 બાળ દર્દીઓ 1વર્ષથી 5 વર્ષની ઉંમર વચ્ચેના હતા અને 49 બાળદર્દીઓ 5 વર્ષ કરતાં વધારે ઉંમરના હતા. હોસ્પિટલમાં કોરોના સંક્રમણના કારણે દાખલ થયેલ સૌથી નાનું બાળક માત્ર 22 દિવસનું જ હતું.અને તેણે કોરોના વાયરસને માત આપી છે અને સ્વસ્થ થઈ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત