Vadodaraના આ વોર્ડમાં ભાજપના આ દિગ્ગજ નેતાને પછાડી કોંગ્રેસની જીતી ગઇ આખી પેનલ, થયા નિરાશ

જાણો શુ આવ્યું મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ, કયા વોર્ડમાં ભાજપના નેતાને પછાડી કોંગ્રેસની આખી પેનલની થઈ જીત? 21 ફેબ્રુઆરી અને રવિવારે યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આજે રાજ્યના છ મહાનગરો અમદાવાદ,રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની પાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. તો ચાલો જાણી લઈએ શુ આવ્યું આ મતગણતરીનું પરિણામ.

image source

ચૂંટણીના પરિણામમાં વડોદરાના કોંગ્રેસના અમિ રાવત, પુષ્પા વાઘેલા, જહા ભરવાડ અને હરેશ પટેલનો વિજય થયો છે. વડોદરામાં ભાજપે કોંગ્રેસ પાસેથી વોર્ડ 7માં બે બેઠકો આંચકી લીધી છે.

image source

અમદાવાદ, વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી થઈ રહી છે, ત્યારે વડોદરામાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. વડોદરાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની આખી પેનલની જીત થઈ છે. કોંગ્રેસની આ પેનલ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સત્તીષ પટેલને હરાવીને વિજેતા બની છે.

આ સિવાય વોર્ડ નંબર 7માં વડોદરામાં ભાજપે કોંગ્રેસ પાસેથી બે બેઠકો આંચકી છે. તમને જણાવી દઈએ કે વોર્ડ 7માં ભાજપના જે મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાએ જીત નોંધાવી છે એ ભાજપની સૌથી યુવા મહિલા ઉમેદવાર છે. ભૂમિકા રાણાની ઉંમર માત્ર 22 વર્ષ છે. આ ઉપરાંત વડોદરાના વોર્ડ 16માં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવ 2692 મત થી જીત્યા, ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8 મી વાર જીત્યા છે.

image source

તમને જણાવી દઈએ કે મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 46.08 ટકા મતદાન થયું છે. જેમાં અમદાવાદમાં 42.51 ટકા મતદાન થયું હતું. રાજકોટમાં 50.72 ટકા મતદાન થયું હતું. જામનગરમાં 53.38 ટકા મતદાન થયું હતું. સુરતમાં 47.14 ટકા મતદાન થયું હતું. વડોદરામાં 47.84 ટકા મતદાન થયું હતું. ભાવનગરમાં 49.46 ટકા મતદાન થયું હતું.

આજે 6 મહાનગર પાલિકાની 144 વોર્ડની 575 બેઠકો પર પરિણામ જાહેર થશે. અમદાવાદમાં 48 વોર્ડની 192 બેઠકો પર ચૂંટણી થઈ હતી.અમદાવાદમાં એક બેઠક અગાઉ બિનહરીફ બની હતી.

image source

સુરત મહાનગર પાલિકામાં 30 વોર્ડની 120 બેઠકો પર મતદાન થયુ હતુ. તો વડોદરા મહાનગર પાલિકા ના 19 વોર્ડ પર 76 બેઠકોના પરિણામો જાહેર થશે. રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડ પરના 72 બેઠકોના ચૂંટણી પરિણામો જાહેર થશે. જ્યારે ભાવનગર મહનગર પાલિકાના 13 વોર્ડ પરની 52 બેઠકોના પરિણામો જાહેર થશે.

જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની 64 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જૂનાગઢ મહાનગર પાલિકાની ખાલી પડેલી 2 બેઠકોના પરિણામો પણ જાહેર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!