Site icon News Gujarat

વડોદરાના વેપારીની માનવતાને સો સો સલામ: કોરોના પોઝિટિવ ગ્રાહક ઢળી પડ્યો તો માલિકે આ રીતે બચાવ્યો જીવ, અને પછી માલિક પણ પોઝિટિવ આવ્યો

માનવતા જીતી, કોરોના હાર્યો… અચાનક ઢળી પહેલા ગ્રાહક માટે દેવદૂત બનીને આવ્યા દવાની દુકાનના માલિક!

કોરોનામાં માનવતા મરી પરીવારી હોય તેવા અનેક કિસ્સા બન્યા હતા. તો ક્યાંક માનવતા દાખવતા કિસ્સા પણ જોવા મળ્યાં. દરેક વ્યક્તિ એવુ ઈચ્છે છે કે તેને કોરોના ન થાય. આ માટે લોકો એકબીજાની મદદ કરતા પણ ખચકાય છે. પરંતુ વડોદરામાં એવો કિસ્સો બન્યો જેમાં માનવતા મહેંકી ઉઠી છે, તો સામે કોરોના હાર્યો છે.

કારેલીબાગ વિસ્તારની જન ઔષધિ કેન્દ્ર ચલાવતા બાલકૃષ્ણ ગજ્જરએ એક ગ્રાહકનો જીવ બચાવ્યો હતો. દવા ખરીદવા આવેલ 50 વર્ષીય વ્યક્તિ દુકાનમાં ઢળી પડતા વેપારીએ સી.પી.આરથી તેનો જીવ બચાવ્યો. બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો, અને વેપારીએ પણ ટેસ્ટ કરાવતા તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા.

હાલ કોરોનાની મહામારીના માહોલમાં લોકો સંક્રમણ લાગી જવાના ડરે એકબીજાને મદદ કરતા ખચકાય છે; ત્યારે વડોદરાની દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલો 50 વર્ષીય ગ્રાહક ઢળી પડ્યા બાદ વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વિના સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતાં તેનો જીવ બચી ગયો હતો.

image source

ગ્રાહકનો જીવ બચાવ્યાનો સંતોષઃ માલિક

બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે વેપારીએ ટેસ્ટ કરાવતાં તેમને પણ સંક્રમણ લાગી ગયું હતું. જોકે વેપારીએ કહ્યું હતું કે સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.

કોરોના દર્દી માટે દેવદૂત બનીને આવ્યા દુકાન માલિક

બન્યું એમ હતું કે, કારેલીબાગ વિસ્તારમાં દવાની દુકાન પર એક 50 વર્ષીય ગ્રાહક આવ્યા હતા. તેઓ અચાનક ઢળી પડ્યા હતા. ત્યારે દુકાનના માલિક બાલકૃષ્ણ ગજ્જરે વિચાર કર્યા વગર સીપીઆર પદ્ધતિથી ગ્રાહકનો જીવ બચાવ્યો હતો. બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમનુ સંક્રમણ દુકાન માલિક બાલકૃષ્ણભાઈને પણ લાગ્યું હતું. તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા. આ ઘટના બની ત્યારે લાઈનમાં ઉભેલા અનેક ગ્રાહકો ગભરાઈ ગયા હતા, અને દૂર થઈ ગયા હતા. પરંતુ દુકાનના માલિક જ દેવદૂત બનીને ગ્રાહકની મદદે આવ્યા હતા.

image source

માલિક અને કર્મચારી જીવ બચાવવા દોડી આવ્યા

શહેરના કારેલીબાગ વિસ્તારમાં જન ઔષધિ કેન્દ્ર ચલાવતા બાલકૃષ્ણ ગજ્જરને ત્યાં આ ઘટના બની હતી, ત્યારે લાઇનમાં ઊભેલા અન્ય ગ્રાહકો આઘાપાછા થઇ ગયા હતા. જોકે દુકાનના માલિક અને કર્મચારી કોરોનાનો ડર રાખ્યા વગર તાત્કાલિક તેની મદદે પહોંચી ગયા હતા.

વેપારીએ ડર્યા વગર હિંમત દાખવી

પરંતુ જરા પણ ડર્યા વગર વેપારીએ હિંમત દાખવી હતી. તેમણે આ વિશે કહ્યું હતું કે, સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version