કરુણતા: મમ્મી-પપ્પા શાક લેવા ગયા અને વડોદરાના આ વિદ્યાર્થીઓ કર્યો આપઘાત, ત્રણ દિવસ પછી હતો જન્મ દિવસ

આપણે ઘણીવાર શાંભળતા હોઈએ છીએ કે સમસ્યા કરતા તેનો ડર માનવી પહેલા ડરાવી દે છે. કોકોનાકાળમાં ઘણા લોકોએ મોતને વ્હાલુ કર્યું છે. લાખો લોકોના કોરોનાને કારણે જીવ ગયા છે પરંતુ ઘણા લોકો એવા પણ છે જેમણે કોરોનાના ડરના કારણે મોતને વ્હાલુ કર્યું હોય. આવી એક ઘટના સામે આવી છે વડોદરામાં કે જ્યાં એક આશાસ્પદ વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. નોંધનિય છે કે હાલમાં અનેક વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવાનું માફક નથી આવી રહ્યું, પરંતુ કોરોનાના કારણે વિદ્યાર્થીઓ અને તંત્ર લાચાર છે. ત્યારે અનેક લોકોને સંક્રમિત કરનાર કોરોના વાયરસનો ડર એટલો લોકોના મગજમાં ઘર કરી ગયો છે કે, લોકો તેનાથી બચવા જાત-જાતના ઉપાયો કરી રહ્યા છે.

મમ્મી-પપ્પાની ગેરહાજરીમાં કરી આત્મહત્યા

image source

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતો એક 15 વર્ષિય વિદ્યાર્થી કોરોના વાયરસથી ભયભીત થઈ ગયો હતો, છેલ્લા કેટલાય સમયથી ઘરની બહાર પણ નીકળતો ન હતો, અને આજે તેણે મમ્મી-પપ્પાની ગેરહાજરીમાં પોતાના રૂમમા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા માતા-પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તમને જણાવી દઈએ કે હજુ થોડા દિવસ પહેલા જ એક વિદ્યાર્થિનીએ પણ આપઘાત કરી લીધો હતો તે ઘટનાની હજુ શાહી શુકાઈ નથી ત્યાં બીજા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા માતા પિતા માટે ચિંતાનો વિષય બન્યો છે.

15 વર્ષીય વિદ્યાર્થી પારસ ઝાએ ગળે ફાંસો લગાવી

image source

આ અંગે મળતી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં વડસર બ્રીજ નજીક કેશવગ્રીનમાં રહેતો અને ધોરણ 12 સાયન્સ અભ્યાસ કરતો 15 વર્ષીય વિદ્યાર્થી પારસ ઝાએ પોતાના રૂમમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો. માતા-પિતા શાક લેવા બહાર ગયા હતા, ત્યારે પારસ ઘરમાં એકલો હતો, માતા-પિતા જ્યારે શાક લઈને ઘરે આવ્યા તો તેને અનેક બુમો લગાવી પણ તેણે દરવાજો ના ખોલતા માતાએ બીજી ચાવીથી ઘરના દરવાજાનું લોક ખોલી અંદર જોયું તો, દીકરો ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. જેને જોઈને માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ. આ ઘટના અંગ માતા-પિતાએ તુરંત પોલીસને જાણ કરી તેને ઉતારી હોસ્પિટલ લઈ જવાની કોશિસ કરી પરંતુ ત્યાં સુધીમાં મોડુ થઈ ગયું હતું અને તેમના શરીરમાંછી પ્રાણ ચાલ્યા ગયા હતા.

પોલીસે પ્રાથમિક પુછપરછ હાથ ધરી

image source

જો કે ત્યાર બાદ પોલીસે આ મામલે ઘટના સ્થળ પર પહોંચી પ્રાથમિક પુછપરછ હાથ ધરી, સાથે બાળકના મૃતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ડોક્ટરોના જણા્વ્યા અનુસાર, જ્યારે પણ કોઈ વ્યક્તિ ગળેફાંસો લગાવે ત્યારે તેનો શ્વાસ રૂંધાઈ જવાથી મોત થતું હોય છે. ગળા પર પણ નીશાન જોવા મળતા હોય છે. પોલીસે હાલમાં આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

તો બીજી તરફ તેના અભ્યાસની વાત કરવામાં આવે તો તેના પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, પારસ ભણવામાં ખુબ હોશિયાર હતો, તે માંજલપુરની પહેલા માંજલપુર અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો, અને ટોપર રહ્યો હતો.

image source

સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યો હતો

તે હાલમાં તે સીબીએસઈમાં 12 સાયન્સ કરી રહ્યો હતો, તે જોડે આઈઆઈટી આશ્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યો હતો. માતા-પિતા તેને ઓનલાઈન અભ્યાસ હોવાથી ઘરે એકલો મુકી શાક લેવા ગયા અને પાછા આવ્યા ત્યારે બાળકે મોત વ્હાલુ કરી લીધુ હતું, પારસ ઝાનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા, પરંતુ અચાનક દીકરાના મોતથી પરિવારના માથે દુખનો પહાડ તૂટી પડ્યો છે અને માતા-પિતા સ્તબ્ધ બની ગયા છે.

image source

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.32 ટકા

ગત 24 કલાક દરમિયાન કોરોનાના 734 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 245,771 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.32 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 53,520 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 97,06,300 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત