વડોદરાનો કમકમાટી ઉપાડી દેનારો કિસ્સો, ‘જીને કે લિયે સોચા હી નહીં…’ગીત પર વીડિયો બનાવીને કિશોરે આપઘાત કર્યો

2021માં જ માર્ચ મહિનામાં સામુહિક આત્મહત્યાનો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ વડોદરામાં સામુહિક આપઘાત કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું હતું. ભાવિન સોનીનાં નિવેદનમાં કેસમાં નવો વળાંક આવ્યો છે. પરિવાર જ્યોતિષીઓનાં ચક્કરમાં ફસાયો હતો. જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા ખંખેર્યા હતા. ત્યારે હાલમાં ફરી વડોદરાનો એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સનફાર્મા રોડ પર કિશોરે દરવાજાના પડદા અને કપડાં વડે ફાંસો ખાઈ જીવ આપી દીધો હતો.

image source

આ કેસમાં મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો કિશોરે મૃત્યુ પહેલાં અંતિમ વીડિયો બનાવ્યો હતો. જેમાં તે જીને કે લિયે સોચા હી નહીં, દર્દ સવારને હોંગે… ગીત ગાઈ રહ્યો જોવા મળતો હતો. સનફાર્મા રોડના આવાસોમાં રહેતો પરિવાર કડિયા કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પુત્રી ઘરકામ અને 16 વર્ષનો પુત્ર જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો.

રવિવારે માતા-પિતા કડિયા કામ પર ગયાં હતાં, જ્યારે પુત્રી ઘરકામ કરવા બહાર ગઈ હતી. રવિવાર હોવાથી પુત્ર ઘરે હતો. તો વળી બીજી તરફ નજીકમાં રહેતાં બાળકો બપોરે કિશોરના ઘરે રમવા આવ્યા હતા. કિશોરે તેમને ભગાડી મૂક્યા બાદ દરવાજાને અંદરથી રૂમાલ વડે બાંધી પંખા પર દરવાજાના પડદા અને કાપડની મદદથી ફાંસો ખાધો હતો.

image source

ત્યારબાદ જ્યારે સાંજે માતા ઘરે પહોંચેલી માતાએ દરવાજો ખોલતાં પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો અને જમીન પરથી પગ ખસકી ગયો છે. ઘટનાની જાણ થતાં પહોંચેલી જેપી રોડ પોલીસે મૃતદેહને સયાજીમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પુત્રનો મોબાઈલ ચેક કરતાં તેણે બનાવેલો વીડિયો મળ્યો હતો. જેમાં તે જીને કે લિયે સોચા ભી નહીં, દર્દ સવારને હોંગે… ગીત ગાઈ રહ્યો છે. આ સાથે જ તેનો વીડિયો પણ બહાર આવ્યો છે અને જેમાં તે મૃત હાલમાં જોવા મળી રહ્યો છે.

image source

આ સાથે જ સરકારના આંકડા કહે છે કે શાંત,સલામત અને સમૃધૃધ ગુજરાતમાં આપઘાતના કિસ્સામાં નોધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં જ 15013 વ્યક્તિઓએ આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવી છે. ચિંતાજનક વાત તો એછે કે, 298 વિદ્યાર્થીઓએ પણ નાપાસ થવાના ભયમાં આપઘાત કર્યો હતો.

image source

ટૂંકમાં વાઇબ્રન્ટ-વિકસીત ગુજરાતમાં રોજ સરેરાશ 21 વ્યક્તિઓ આપઘાત કરે છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલાં સવાલના જવાબમાં ગૃહ વિભાગે એકરાર કર્યો છેકે, વર્ષ 2018-19માં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં કુલ મળીને 3522 વ્યક્તિઓએ આપઘાત કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *