Site icon News Gujarat

વડોદરાની મહિલાની કરૂણતા: બ્રેસ્ટ કેન્સર બાદ કોરોના થયો, પછી ભરાઇ ગયુ છાતીમાં પાણી તો તબીબે કારને ઓપરેશન થિયેટર બનાવીને બચાવી લીધો જીવ

વડોદરાની મહિલાની કરૂણતા: બ્રેસ્ટ કેન્સર બાદ કોરોના થયો, છાતીમાં પાણી ભરાતાં કારને ઓપરેશન થિયેટર બનાવી તબીબે જીવ બચાવ્યો

છેલ્લા બે દાયકાથી વધુ સમયથી લંગ કેન્સર (Lung Cancer) દુનિયાનું સૌથી કોમન કેન્સર હતું. પરંતુ હવે વર્લ્ડ હેલ્થ ઓગ્રેનાઈઝેશને (WHO) માહિતી આપી છે કે, 2 ફેબ્રુઆરી મંગળવારે, બ્રેસ્ટ કેન્સરે (Breast Cancer) લંગ કેન્સરને પાછળ છોડી દુનિયાનું સૌથી કોમન કેન્સર (Cancer) બની ગયું છે.

આ વિશે WHO ના કેન્સર નિષ્ણાંત એન્ડ્રે ઈલ્બાવીએ જણાવ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સર દુનિયાભરમાં સૌથી વધારે જોવા મળતું કેન્સર બની ગયું છે. ઈલ્બાવીનું માનીએ તો મહિલાઓમાં વધતી સ્થૂળતાની (Obesity) સમસ્યા બ્રેસ્ટ કેન્સરનું સૌથી કોમન રિસ્ક ફેક્ટર (Risk Factor) છે અને આ કારણ છે કે, કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

બ્રેસ્ટ કેન્સરના ઓપરેશન બાદ કોરોનાગ્રસ્ત થયેલી મહિલાને ઓપરેશન થિયેટરને બદલે પાર્કિંગમાં કાર ઊભી રાખીને જ છાતીમાં ભરાતા પાણીને કાઢવાની સર્જરી કરી જીવ બચાવાયો હતો. સંક્રમણની ભીતિથી ઓપરેશન થિયેટરમાં સર્જરી શકય ન હતી, જેથી તબીબે રસ્તો કાઢી ત્રણવાર પાણી કાઢયું હતું. એ બાદ પાણી ભરાવવાનું બંધ થઇ ગયું હતું.

છાતીમાંથી પાણી કાઢવાની પાઇપ કાઢી નાખી

શનિવારે કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ મંગળવારથી કિમો થેરપીની સારવાર શરૂ કરાવનાર સમાના 47 વર્ષીય બીનાબેન દીપકભાઈ વૈદ્ય આફ્રિકાના કેન્યાથી માર્ચ મહિનામાં વડોદરા આવ્યાં હતાં. દરમિયાન થાઇરોઇડ અંગેના ચેકઅપ સમયે બ્રેસ્ટ કેન્સરનું નિદાન થતાં 20 માર્ચે તેમની સર્જરી કરાઇ હતી. ત્યાર બાદ છાતીમાં ભરાતા પાણીને કાઢવા માટે મૂકેલી પાઇપ સમયાંતરે કાઢી નાખ્યા પછી કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું.

image source

હોસ્પિટલના પાર્કિંગમાં સર્જરી કરી

દરમિયાન તેમને છાતીમાં ફરી પાણી ભરાવવાનું શરૂ થતાં માઇનોર સર્જરીની જરૂરિયાત ઊભી થઇ હતી, જે ઓપરેશન થિયેટરમાં સંક્રમણની ભીતિથી શક્ય ન હતી. જેથી જેતલપુર રોડના ઓન્કોસર્જન ડો. દેવાંગ પટેલે બીનાબેનને હોસ્પિટલના પાર્કિંગમાં કારમાં જ સર્જરી કરી 50 એમએલ જેટલું પાણી સોયથી નાખી કાઢ્યું હતું. આવું એક સપ્તાહમાં ત્રણ વખત કરાતાં પાણી ભરાવાનું બંધ થયું હતું.

image source

તબીબી ધર્મ નિભાવવા જોખમ ઉઠાવ્યું

મંગળવારે બે દર્દીની મોઢાના કેન્સરની સર્જરી હતી. જેમને શનિવારે ચેક કર્યા હતા તે દર્દીઓ પોઝિટિવ આવતાં ઓપરેશન બંધ રખાયાં છે, પરંતુ આ દર્દીઓ દ્વારા સંક્રમણનાં લક્ષાણો હોવાનું અમને જણાવ્યું નહોતું. બીનાબેન વૈદ્ય દ્વારા પોતાને પાણી ભરાય છે એ અંગે બતાવવા આવ્યા ત્યારે તેમને તાવ આવતો હોવાનું મને જણાવ્યું હતું, જેથી મેં તેમને રિપોર્ટ કઢાવવા કહ્યું અને તેઓ પોઝિટિવ આવ્યાં. દર્દીએ તેમની ખાનદાની દેખાડી ત્યારે અમારાથી પાછળ કેમ ખસાય, અમે ના પાડીએ તો દર્દી ક્યાં જાય? તબીબી ધર્મ નિભાવવા આ જોખમ લીધું. > ડો. દેવાંગ પટેલ, ઓન્કોસર્જન, હિમાલયા હોસ્પિટલ, જેતલપુર રોડ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version