સ્વામીનારાયણ સંતોની સમલૈગિંક સંબંધનો પર્દાફાશ, પત્ર અને ઓડિયોક્લિપ વાયરલ

સ્વામિનારાયણ સંતોની કામલીલા! સમલૈંગિક સંબધોનો ઘટસ્ફોટ થયા બાદ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી.

image source

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની કામલીલા બાબતે ફરી એકવાર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો સામે આવ્યા છે. બે દિવસ પહેલા કંડારી ગુરુકુળમાં કુકર્મ મામલે પત્ર અને ઓડીઓ કલીપ વાયફળ થઈ હતી જેને લઈને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો ત્યારે હવે સંતો દ્વારા આ મુદ્દાને ઉઠાવનારને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની વાત ચર્ચામાં આવી છે.

હાલમાં એક સ્વામી ઉપર સોશિયલ મીડિયામાં પ્રેમલીલાના ફોટા ફરી રહ્યા છે જેમાં સ્વામી અને એક યુવતીની પ્રેમલીલા નજરે જોવા મળે છે. તેમાં સ્વામી યુવતીને મળવા બોલાવી રહ્યા છે અને પછી કામુક વાતો કરી રહ્યા છે એવા ફેસબુક ચેટના ફોટા વાયરલ થઈ રહ્યા છે તેવા સમયે આ બીજા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પર આક્ષેપો થઈ રહ્યા છે.

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની લીલાનો પર્દાફાસ કરતો પત્ર અને ઓડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર મામલાને દબાવવા ધાક ધમકીનો ઉપયોગ થઇ રહ્યો હોવાની અરજી ચકલાસી પોલીસ મથકે થઇ છે. ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સ્વામીના શિષ્ય સાથેના સમલૈંગિંક સંબંધને ખુલ્લા પાડતા પત્ર અને ઓડિયો ક્લીપ મામલે પોલીસ તપાસની માંગ કરનાર સંજાયાના હરિભક્તને મંદિરમાં ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે જ મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાની ચર્ચાને પગલે ફરીથી આ મામલો ઉછળ્યો છે.

ઓડીયો કલીપ અને પત્ર વાયરલ થયા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. વેદાંતવલ્લભ સ્વામીના પત્ર દ્વારા આક્ષેપો બાદ પણ ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વેદાંતવલ્લભ સ્વામીના આક્ષેપો બાદ હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.

શુ હતો આખો મામલો?

વડતાલ સ્વામિનારાયણ મંદિર ના કોઠારી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે ગંભીર આક્ષેપો થયા છે. વેદાંતવલ્લભ સ્વામી નામના શિષ્યએ શોષણના આક્ષેપો લગાવ્યા છે. વેદાંતવલ્લભ સ્વામીએ ગુરુ ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ પત્ર લખવામાં આવ્યો છે. કંડારી ગુરુકુળમાં કુકર્મ મામલે શિષ્યના નામે 32 પાનાનો પત્ર અને ઓડીયો વાઇરલ થયો છે. અમે આ પત્ર અને ઓડીઓ કલીપની પુષ્ટિ કરતા નથી. આ પત્રમાં કંડારી ગુરુકુળ, કાશી, હરિદ્વાર અને વડતાલમાં વારંવાર કુકર્મ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.

વેદાંત વલ્લભ સ્વામીનો પત્ર વાઈરલ થતા ધનશ્યામ સ્વામી ભૂગર્ભમાં ઉતારી ગયા છે. વેદાંતવલ્લભ સ્વામી પણ હાલ કોઈના સંપર્કમાં નથી. સ્વામી વિરુદ્ધ ઓડીઓ કલીપ અને પત્ર વાઇરલ થતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.

હરિભક્તો હાલમાં ખુબજ રોષમાં જુવા મળ્યા હતા. સ્વામિનારાયણ સંસ્થાને બદનામ કરતા આ કિસ્સા જે કોઈ દોષી હોય તેને ખુબજ જલ્દી સજા થાય તેવી માંગણી ઉઠી છે. ઓડીયો કલીપ અને પત્ર વાઇરલ થયા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. વેદાંતવલ્લભ સ્વામીના પત્ર દ્વારા આક્ષેપો બાદ પણ ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વેદાંતવલ્લભ સ્વામીના આક્ષેપો બાદ હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.

આ મામલે એક અજાણ્યા નામના હરિભક્તે ચકલાસી પોલીસ અને કલેકટર ખેડાને લેખિત રજુઆત કરી છે. વાઈરલ પત્ર અને ઓડીઓ કલીપ મુદ્દે યોગ્ય તપાસ કરવા કરી માંગ કરવામાં આવી છે. હરિભક્તો દ્વારા સમગ્ર મામલે કસુરવારો સામે પગલાં લેવા માંગ કરી છે.

આ મામલે રાકેશ પટેલ નામના હરિભક્તે ચકલાસી પોલીસ અને કલેકટર ખેડાને લેખિત રજુઆત કરી છે. વાઈરલ પત્ર અને ઓડીઓ કલીપ મુદ્દે યોગ્ય તપાસ કરવા કરી માંગ કરવામાં આવી છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો દ્વારા સમગ્ર મામલે કસુરવારો સામે પગલાં લેવા માંગ કરી છે. રાકેશ પટેલને સ્થાનિક તેમજ અમેરિકામાં વસતા હરિભક્તોએ સમર્થન કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત