વાહ વાહ: સલમા કુરેશીએ 56 વર્ષના ઈતિહાસને પલટી નાંખ્યો, ગુજરાત યુનિવસિર્ટીમાંથી સંસ્કૃતમાં કર્યું પીએચડી

જ્યારે જ્યારે લોકો ધર્મના નામ પર લડે છે ત્યારે એક કવિની પંક્તિ યાદ આવે કે ન તો હિન્દુ મરે છે કે ન તો મુસ્લિમ મરે છે. દરેક વખત બસ માણસ વારંવાર મરે છે. ત્યારે આવા માહોલની વચ્ચે એક જોરદાર સમાચાર સામે આવ્યા છે અને જે ખુબ ચર્ચાઈ રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃત ભાષામાં પીએચડી (PhD) કર્યું છે. સલમા કુરેશી નામની આ 26 વર્ષીય વિદ્યાર્થિનીએ ભારતીય શિક્ષક-શિષ્ય પરંપરાના વિષય પર રિસર્ચ કર્યું. આ વિદ્યાર્થિનીના થીસિસનું શીર્ષક ‘पूर्णनेशु निरुपिता शिक्षा पद्धति एकम आद्यायन’ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત વિભાગમાં અત્યાર સુધી કોઈ મુસ્લિમ મહિલાએ પીએચ.ડી નથી કર્યું.

image source

ત્યારે હવે સલમા કુરેશી સંસ્કૃત સાથે પીએચ.ડી થનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે. પુરાણોમાં નિરૂપિત શિક્ષણ પદ્ધતિ આ વિષય પર પોતાનો અભ્યાસ સંસ્કૃતમાં પૂર્ણ કર્યો છે. જે બદલ પીએચડીનું નોટીફિકેશન યુનિવર્સિટી તરફથી અપાયું હતું. આ અંગે માહિતી આપતા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ગાઈડ અતુલ ઉનાગરે જણાવ્યું હતું કે, “1964થી સંસ્કૃત વિભાગ ચાલે છે. જેમાં સલમા કુરેશી સિવાય કોઈ મુસ્લિમ આજ સુધી આ વિષયમાં પીએચ.ડી માટે એડમિશન નથી લીધું. ગુજરાતમાં એક જ મુસ્લિમ મહિલાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી પીએચ.ડી કર્યુ છે. સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ સમજીને અમરેલી જિલ્લાની મુસ્લિમ વિદ્યાર્થિનીએ આ અભ્યાસ કર્યો છે જે ગૌરવની વાત છે. તે સંસ્કૃત સારું બોલે પણ છે.”

image source

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં યુનિવર્સિટીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે સંસ્કૃતમાં પીએચ.ડી કરી રહ્યા છે. છેલ્લા 56 વર્ષથી આ વિભાગ ચાલે છે અત્યાર સુધી 200થી વધુ વિદ્યાર્થીઓ જ તેમાં પીએચ.ડી થયા છે. ગુજરાતની 10 જેટલી યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં પીએચ.ડી થાય છે. સલમા કુરેશી ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગની વિદ્યાર્થિની હતી.

image source

તેણે અતુલ ઉનાગરના માર્ગદર્શન હેઠળ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સલમા કુરેશીએ ભાવનગર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતના વિષયમાં એમએ એટલે કે માસ્ટર્સનો અભ્યાસ કર્યો ત્યારે તે ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂકી છે. સલમા કુરેશીએ જણાવ્યું કે મારું માનવું છે કે ફરજિયાતપણે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરાવવો જોઈએ. હું સંસ્કૃતની શિક્ષિકા બનવા માગુ છું. હું ઈચ્છું છું કે સરકાર એક એવો પ્રયાસ કરે કે જેનાથી સંસ્કૃત ભાષા સામાન્ય લોકો સુધી પહોંચી શકે.

image source

આગળ વાત કરતાં સલમા કુરેશીએ જણાવ્યું કે, “મને ગીતા, પુરાણો, ધર્મ ગ્રંથો વાંચવાનો પહેલાથી જ શોખ હતો જેથી સ્કૂલથી જ મેં આ વિષયમાં પીએચ.ડી થવાનું નક્કી કરી લીધું હતું. આ ઉપરાંત વેદો અને પુરાણોની અંદર સૂચવેલી શિક્ષણ પદ્ધતિ વધારે ગમતી હતી એટલા માટે વિષય પણ એ જ પસંદ કર્યો. હું ભવિષ્યમાં સંસ્કૃતમાં પ્રોફેસર બનવા માંગુ છું જે માટે સંસ્કૃત બોલવાની પ્રેક્ટિસ પહેલાથી જ કરતી હતી.

image source

ભવિષ્યમાં બીજા લોકોને સંસ્કૃત ભાષાની પ્રેરણા આપી શકું તે માટે હજુ પણ વધુ પ્રેક્ટિસ કરવા માંગું છું. જણાવી દઈએ કે સલમા કુરેશીએ ભાવનગર યુનિવર્સિટીથી કોલેજ કરી છે જેમાં માસ્ટરમાં સંસ્કૃત વિષય સાથે તે યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂકી છે. તેની કઝીન બહેન ફરીદા કુરેશી પણ તેને જોઈ ગાંધીનગરની કોલેજમાં જ સંસ્કૃત વિષય સાથે પીએચ.ડી કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત