વૈજ્ઞાનિકોની ચેતવણીથી હાહાકાર: કોરોના વાયરસના છે આટલા બધા પ્રકાર, જેમાં અસલી વાયરસના હુમલાથી તો…

કોરોના વાયરસના છે કુલ 4 પ્રકાર, અસલી વાયરસના હુમલાથી તો…

કોરોના વાયરસ મહામારીની બીજી લહેરે ભારત સહિત આખી દુનિયાના ઘણા દેશોમાં તાંડવ મચાવી રાખ્યુ છે. રોજે રોજ લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે.. તો કેટલાય લોકોનો આ જીવલેણ કોરોના વાયરસે જીવ લીધો છે.

image source

એવામાં વૈજ્ઞાનિકોએ એવું નિવેદન આપ્યું છે કે જેને સાંભળીને બધા લોકો ચોકી ઉઠ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ખુબ જ જલ્દી લોકો કોરોનાના અન્ય બે વાયરસની ઝપેટમાં આવી શકે છે. યૂનિવર્સિટી ઓફ આઇઓવાના વાયરોલોજીસ્ટ સ્ટૈનલે પર્લમૈને પોતાની સ્ટડીમાં જણાવ્યું કે, કેટલાક વર્ષ પહેલા મલેશિયામાં 8 બાળકો બીમાર થયા હતા, જેમને નિમોનિયાની ફરિયાદ હતી. જ્યારે હોસ્પિટલમાં તેમના સેમ્પલની તપાસ કરવામાં આવી તો તેઓ એક નવા કોરોના વાયરસથી સંક્રમિત હતા, જે સામાન્ય રીતે કૂતરાઓમાં મળી આવે છે. આ વાત ભલે જૂની થઈ ગઈ હોય પણ હાલના સમયમાં પણ વૈશ્વિક સ્તરે લોકો માટે ખતરો બનેલો જ છે.

image source

વૈજ્ઞાનિકોની તપાસમાં એવી જાણકારી પણ મળી છે કે, આ વાયરસ કોઇ પણ વ્યક્તિ કે પછી જીવમાં પોતાને મ્યુટેન્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ વિશે વધારે જાણકારી મેળવવા માટે જ્યારે વૈજ્ઞાનિકોએ મલેશિયાના દર્દીઓમાં મળેલા કોરોના વાયરસના જિનેમ સિક્વેન્સિંગની તપાસ કરી તો જાણવા મળ્યું કે અહિં 4 કોરોના વાયરસ છે. જેમાથી બે કૂતરાઓમાં મળી આવે છે. જ્યારે ત્રીજૂ બિલાડીમાં અને ચોથો ભૂંડમાંથી મળી આવે છે. આ અંગે પણ ઘણા મીડિયા એહેવાલો મળી આવ્યા છે.જો કે હજી સુધી કોરોના વાયરસ એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિના જીવમાં કેવી રીતે પ્રવેશ કરે છે તેની તપાસ પૂર્ણ થઇ નથી.

image source

વૈજ્ઞાનિકોએ જે કૈનાઇનલાઇક કોરોના વાયરસ અને ફૈલાઇન કોરોના વાયરસ શોદ્યા છે. જેમા લોકોના સંક્રમણની ખબરો તો આવી છે, પરંતુ શું તે એક વ્યક્તિમાથી બીજા વ્યક્તિમાં ફેલાય છે તેની પુષ્ટી વૈજ્ઞાનિકોએ કરી નથી. પ્રથમ રિપોર્ટમાં શોધકર્તા અને ઓહાયો સ્ટેટ યૂનિવર્સિટી વુસ્ટરની વેટરીનરી વાયલોજીસ્ટ એનસ્તેસિયા વ્લાસોવાએ કહ્યું કે, કૂતરાઓમાં મળી આવતો કોરોના વાયરસ માણસોમાં રેપ્લીકેટ કરી શકે છે એટલે કે પોતાને વધારી શકે છે. અમે આ વાયરસને કૂતરાઓના ટ્યૂમર સેલ્સમાં વિક્સિત કર્યો છે.

image source

સ્ટેનલેએ આ અંગે આગળ કહ્યું છે કે,’કૂતરાઓ અને બિલાડીઓમાં મળતો કોરોના વાયરસ દુનિયાની દરેક જગ્યાએ છે. મલેશિયામાં બાળકોમાં જે કોરોના વાયરસ મળ્યો હતો તે પણ કૂતરાઓ સાથે સંબંધિત હતો. તેના સ્પાઇક પ્રોટીન કૈનાઇન કોરોના વાયરસ ટાઇપ 1માં મળ્યો હતો. ત્યાં જ બીજાના સ્પાઇક પ્રોટીવ પોર્સીન કોરોના વાયરસથી મળતો હતો. તેને ટ્રંસમિસેબલ ગૈસ્ટોએટ્રાઇટિટસ વાયરસ કે પછી TGEV કહેવાય છે. આ બિલાડીઓના સ્પાઇક પ્રોટીનથી 97 ટકા મેળ ખાય છે.

તો બીજી બાજુ ટેસ્ટેસના એક વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે આ બધા કોરોના વાયરસનો જન્મ એક સાથે નથી થયો. એ ધીમે ધીમે એક જીવમાંથી બીજા જીવમાં ફેલાયો અને મ્યૂટેટ કરતો રહ્યો. તેના પર કોઇએ ધ્યાન આપ્યુ નહીં, જેના કારણે આ વાયરસ ખુબ જ ઝડપી ફેલાતો રહ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!