12 મેથી શરૂ થશે વૈશાખ મહિનો, જો તમે આ કામ કરશો તો તમારી દરેક મનોકામનાઓ થઇ જશે પૂરી

હિંદુ ધાર્મિક પુરાણોમાં જણાવ્યા મુજબ આ માસમાં દાન અને સ્નાન કરવાથી આપની મનોકામનાઓ પૂરી થાય છે.

-કોરોના વાયરસ મહામારીના લીધે ઘરના પાણીમાં જ ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી આપને તીર્થ સ્થાનમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. તા. ૨૭ એપ્રિલ, ૨૦૨૧ મંગળવાર ગઈકાલના રોજ ચૈત્ર માસની પુનમ હતી. જયારે આજથી ચૈત્ર માસનો વદ પક્ષ શરુ થઈ ગયો છે. ચૈત્ર માસનો વદ પક્ષ તા. ૧૧ મે, ૨૦૨૧ના રોજ પૂરું થશે. ત્યાર બાદ વૈશાખ માસની શરુઆત થશે.

વૈશાખ માસ તા. ૧૨ મે, ૨૦૨૧ થી લીને તા. ૧૦ જુન, ૨૦૨૧ સુધી રહેશે. મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણની સાથે જ નિર્ણય સિંધુ ગ્રંથમાં વૈશાખ માસના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યા મુજબ વૈશાખ માસ ભગવાન વિષ્ણુને ખુબ જ પ્રિય છે. વૈશાખ માસમાં સવારના સમયે સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું મહત્વને વર્ણન કરવામાં આવ્યું છે. ઉપરાંત વૈશાખ માસમાં તીર્થ સ્થાન કે પછી ગંગા સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના પાપ દુર થઈ શકે છે.

જો કે, આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણની મહામારીના સમયમાં તીર્થ સ્થાન પર જઈને સ્નાન કરવું યોગ્ય છે નહી. એટલા માટે આપે ઘરના પાણીમાં જ ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી આપને તીર્થ સ્થાનમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે.

મહાભારત: એક સમય ભોજન કરવાથી પાપ દુર થઈ શકે છે.

હિંદુ ધર્મના મહાકાવ્ય મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વૈશાખ માસ દરમિયાન એક સમય ભોજન કરવું જોઈએ. આમ કરવાથી આપના તમામ પ્રકારના પાપ દુર થઈ શકે છે. વૈશાખ માસ દરમિયાન આમ કરવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લાભકારક સાબિત થાય છે. વૈશાખ માસ દરમિયાન ગરમી વધી જાય છે જેના લીધે વધારે ભોજન કરવું જોઈએ નહી. આ દિવસો દરમિયાન ઓછું ભોજન કરવાથી શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને આળસ આવતી નથી. આ સાથે જ આપના મનમાં ખરાબ વિચારો પણ આવી શકતા નથી. એટલે કે, વૈશાખ માસ દરમિયાન વ્યક્તિ પાપ કર્મ કરવાથી પોતાને બચાવી શકે છે.

વૈશાખ માસ દરમિયાન કરવામાં આવતી પૂજા વિધિ:

  • -વૈશાખ માસ દરમિયાન સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ.
  • -જો આપ તીર્થ સ્થાનમાં સ્નાન નથી કરી શકતા તો આપે ઘરના પાણીમાં થોડાક પ્રમાણમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ.
  • -દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ.
  • -વૈશાખ માસમાં ભગવાન વિષ્ણુને તુલસીના પણ અને પીપળાના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ.
  • -ત્યાર બાદ આપે દૂધ કે પછી અનાજ ગ્રહણ કરવું જોઈએ.
  • -આપે દરરોજ જળ અને થોડાક પ્રમાણમાં અનાજનું દાન કરવું જોઈએ.

મહર્ષિ નારદના જણાવ્યા મુજબ વૈશાખ માસનું મહત્વ:

નારદજીના જણાવ્યા મુજબ બ્રહ્માજી દ્વારા વૈશાખ માસને અન્ય માસની તુલનામાં શ્રેષ્ઠ ગણાવ્યો છે. નારદજીએ વૈશાખ માસને તમામ જીવોને મનપસંદ ફળ આપનાર જણાવવામાં આવ્યો છે. નારદજીના જણાવ્યા મુજબ વૈશાખ માસ ધર્મ, યજ્ઞ, ક્રિયા અને તપસ્યાનો સર છે અને વૈશાખ માસને દેવતાઓ દ્વારા પણ પૂજવામાં આવે છે.

નારદજીએ વૈશાખ માસનું મહત્વ જણાવતા કહ્યું છે કે, જેવી રીતે વિદ્યાર્થીઓમાં વેદ, મંત્રમાં પ્રણવ અક્ષર એટલે કે ઓમ, વૃક્ષ- છોડમાં કલ્પવૃક્ષ, કામધેનું, દેવતાઓમાં ભગવાન વિષ્ણુ, નદીઓમાં ગંગા, તેજમાં સૂર્ય, શસ્ત્રોમાં ચક્ર, ધાતુઓમાં સોનું અને રત્નોમાં કૌસ્તુભમણી છે તેવી રીતે અન્ય માસમાં વૈશાખ માસ સૌથી ઉત્તમ માસ છે. વૈશાખ માસમાં તીર્થ સ્નાન અને દાન કરવાથી જાણે- અજાણે થયેલ પાપ દુર થઈ જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *