આટલી હદે બદલાઈ ગઈ છે શક્તિમાન સિરિયલની ગીતા વિશ્વાસ, તમે પણ નહીં જ ઓળખી શકો.

શક્તિમાન સીરિયલમાં ગીતા વિશ્વાસનું પાત્ર ભજવીને લોકપ્રિય થઈ હતી આ અભિનેત્રી, જોઈ લો હવે કેટલી બદલાઈ ગઈ છે.

90ના દાયકાના બાળકોને શક્તિમાન સીરિયલ આજે પણ યાદ જ હશે. શક્તિમાન સિરિયલ સાથે જોડાયેલા બધા જ કલાકારોના કરિયર માટે આ સિરિયલ આજે પણ સૌથી મોટું કીર્તિમાન છે. આજે પણ લોકો એ સીરિયલના કલાકારોને એમના પાત્રના નામથી જ ઓળખે છે.

image source

આવું જ એક પાત્ર હતું ગીતા વિશ્વાસનું, જેને પડદા પર વૈષ્ણવી મહંતે નિભાવ્યું હતું. તો ચાલો આજે જાણી લઈએ વૈષ્ણવી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જે તમે કદાચ નહિ જાણતા હોવ.

વૈષ્ણવીનો જન્મ મુંબઈમાં થયો હતો. એમના પિતા હિન્દૂ જ્યારે માતા ખ્રિસ્તી છે. નાનપણમાં જ એમનો પરિવાર હૈદરાબાદ શિફ્ટ થઈ ગયો હતો. એ સમયે વૈષ્ણવી વિચારતી હતી કે એ એક વૈજ્ઞાનિક બનશે.

image source

રજાઓ ગાળવા વૈષ્ણવી મુંબઈ આવતી જતી રહેતી હતી. અને ત્યાંથી જ એમને રામસે બ્રધર્સની હોરર ફિલ્મ વીરાનામાં કામ કરવાનો અવસર મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ત્યારે એમની ઉંમર ફક્ત 14 વર્ષની હતી.

વૈષ્ણવીએ એ પછી અભિનય ક્ષેત્રમાં જ પોતંજ કરિયર બનાવવાનું વિચાર્યું. એમને લાડલા, બમ્બઇ કા બાબુ, દાનવીર, બાબુલ જેવી ફિલ્મો પણ કરી છે. એ સિવાય વૈષ્ણવીએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. જો કે ફિલ્મોમાં વૈષ્ણવીને કઈ ખાસ સફળતા ન મળી.

image source

વર્ષ 1997માં શક્તિમાન સિરિયલનું પ્રસારણ દૂરદર્શન પર થયું હતું. સીરિયલમાં ગીતા વિશ્વાસનો રોલ કરીને વૈષ્ણવી એટલી બધી લોકપ્રિય થઈ ગઈ કે એ આજે પણ એના સીરિયલના પાત્રના નામે જ ઓળખવામાં આવે છે.

image source

એમની નામનાનો અંદાજો એ જ વાતથી લગાવી શકાય છે કે જ્યારે એમના પાત્રને શક્તિમાન સિરિયલમાંથી બહાર કરવામાં આવ્યું હતું તો એમના ફેન્સ સીરિયલના મેકર્સ પાસે એમને પાછા લાવવા માટે ડિમાન્ડ કરવા લાગ્યા હતા. શક્તિમાન સીરિયલમાં એ એક પત્રકાર તરીકે જોવા મળી હતી જેને શક્તિમાન વિશે પહેલી વાર દુનિયાને જણાવ્યું હતું.

image source

વૈષ્ણવીએ શક્તિમાન સિવાય છુના હે આસમાન, સપને સુહાને લડકપન કે, ટશન એ ઇશ્ક, યહ ઉન દીનો કી બાત હે, હમ પાંચ ફિર સે, કસોટી જિંદગી કી, એક લડકી અનજાની સી, મિલે જબ હમ તુમ, દિલ સે દિલ તક અને મિટેગી લક્ષ્મણ રેખા સહિત બીજી કેટલીક સીરિયલમાં પણ કામ કર્યું છે.આજે પણ વૈષ્ણવી સતત ટીવી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત