વૈષ્ણો દેવી શ્રાઇ બોર્ડ 500 જરૂરિયાતમંદ લોકો માટે નિયતમિત બનાવી રહ્યું છે ભોજન
માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે સર્વધર્મ સમાનતાનું ઉદાહરણ પુરુ પાડ્યું. મુસ્લિમ રોઝેદાર બંધુઓ માટે સેહરી અને ઇફ્તારી માટે કરી તૈયારીઓ

વૈષ્ણો દેવી શ્રાઇ બોર્ડ 500 જરૂરિયાતમંદ લોકો માટે નિયતમિત બનાવી રહ્યું છે ભોજન
ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામા આવેલા લોકોને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ દ્વારા સતત ભોજન પુરું પડાવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે શ્રાઇન બોર્ડ સર્વધર્મ સમાનતાની ઉદાહરણ પુરુ પડાતુ હોય તેમ રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી અહીંના ક્વોરેન્ટાઇન સેન્ટરમા હાજર રોઝા કરનાર મુસ્લીમ બંધુઓને પણ ભોજન કરાવી રહ્યા છે. આવામાં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે તેમના પ્રમાણે તેમને ત્યાં જમવાનું બનાવવાનો શેડ્યુલ પણ બદલ્યો છે.

આ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા મજૂરોને રાખવામાં આવ્યા છે જેમાં મોટા ભાગના મુસ્લિમ સમુદાયના છે. તેવામાં બોર્ડના અધિકારીઓ આ લોકોને સેહરી તેમજ ઇફ્તાર કરાવવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીના જમાવ્યા પ્રમાણે તેમને ઇદના દિવસે ખાસ ભોજન પિરસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
બોર્ડના અધિકારીના જણાવ્યા પ્રમાણે અહીં રોજ બસોથી ત્રણસો લોકોને સેહરી તેમજ ઇફ્તાર આપવામાં આવી રહ્યા છે. તેમની સાથે અન્ય સમુદાયના લોકોને પણ સવારે ચાર વાગ્યે નાશ્તો આપી દેવામાં આવે છે અને સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ ભોજન આપવામાં આવે છે.

મુસ્લિમ સમુદાયના લોકોને સેહરી તેમજ ઇફ્તારના સમયે શ્રાઇન બોર્ડ દ્વારા ચણા, પૂરી, ચોખા, કઢી, રોટલી, શાક તેમજ કુલ્ચા વિગેરે આપવામાં આવે છે. શ્રાઇન બોર્ડના કર્મચારીઓએ પોતાના રસોડાં રોજ મોડી રાતે એટલે કે રાત્રે એક વાગ્યાથી જ મુસ્લિમ સમુદાયના લોકો માટે જમવાનું બનાવવા માટે શરૂ કરી દેવા પડે છે.
હાલ સમગ્ર દેશમાં જે સંજોગો ચાલી રહ્યા છે તે દરમિયાન શ્રાઇન બોર્ડનો આ ભાઈચારાવાળો વ્યવહાર ખરેખર એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યું છે. શ્રાઈન બોર્ડ રમઝાનની શરુઆતથી જ મુસ્લિમ સમુદાયના લોકોને નિરંતર સેહરી તેમજ ઇફ્તાર ઉપલબ્ધ કરાવી રહ્યું છે. તેની સાથ સાથે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ લોકડાઉનના કારણે અન્ય જરૂરિયાતવાળા લોકોની સાથે સાથે ઝૂપડીઓમાં રહેનારા ગરીબ લોકોને પણ ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

એક તરફ દિલ્લીમાં કેરીવાળાની ગેરહાજરીમાં લોકો તેની લારીમાંથી કેરીઓ લૂંટતા જોવા મળ્યા છે તો બીજી બાજુ આવા સેવાભાવી લોકો પણ છે, જેમના કારણે માનવતામાં વિશ્વાસ ટકી રહ્યો છે. જો કો દિલ્લીમાં જે કેરીવાળાનીલ રૂપિયા 30,000ની કેરી લોકો દ્વારા લૂંટી લેવામાં આવી હતી, તેની વિડિયો ટ્વિટર પર વાયરલ થઈ હતી અને ત્યાર બાદ કેટલાક સદભાવી નેટીઝન્સે તેને રૂપિયાની મદદ કરીને ફરી બેઠો કર્યો છે. પણ ખરેખર વૈષ્ણવ દેવી શ્રાઇન બોર્ડનું આ કામ બીરદાવવા જેવું છે.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત