આ તારીખથી શરૂ થશે માં વૈષ્ણોદેવીની યાત્રા, જો તમે જવાનું વિચારતા હોવ તો જાણી લો રોજ કેટલા યાત્રાળુઓને આપવામાં આવશે પ્રવેશ

5 મહિના બાદ માતાના ભક્તો કરી શકશે હવે મા વૈષ્ણોદેવીની યાત્રા – 16મી ઓગસ્ટથી શરૂ થશે યાત્રા – જાણો રોજ કેટલા યાત્રાળુઓને આપવામાં આવશે પ્રવેશ.

સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ હાલ પુષ્કળ ફેલાઈ રહ્યું છે. પાંચ મહિના પહેલાં કોરોના વયારસ આખાએ દેશમાં ન ફેલાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામા આવ્યું હતું જેમાં જરૂરિયાતની સેવાઓ સિવાય બધી જ ગતિવિધિઓ બંધ કરી દેવામાં આવી હતી જેમાં મંદિરોનો પણ સમાવેશ થાય છે.

image source

જો કે હવે ધીમે ધીમે અનલોકની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે અને કેન્દ્ર સરકાર દ્વારા મંદિરોને ખુલ્લા મુકવાની મંજૂરી પણ મળી ગઈ છે પણ કેટલીક જરૂરી શરતોને આધિન. હવે પાંચ મહિના બાદ માતાના ભક્તો માટે ખુશ ખબર આવ્યા છે અને તે એ છે કે માતા વૈષ્ણૌદેવીનો દરબાર હવે ખુલવા જઈ રહ્યો છે. 16મી ઓગસ્ટથી વૈષ્ણોદેવી યાત્રા શરૂ થઈ રહી છે.

16મી ઓગસ્ટથી શરૂ થશે વૈષ્ણોદેવીની યાત્રા

image source

જમ્મુના કટરાના એક સ્થાનીકનું કહેવું છે કે 5 મહિના બાદ વૈષ્ણો દેવી યાત્રા 16મી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. તેમાં કોરોનાના પ્રકોપને જોતા રોજ માત્ર 500 તીર્થયાત્રિઓને જ દર્શન કરવાની રજા આપવામાં આવશે. સ્થાનીકનું કહેવું છે કે સરકારે વધારેમાં વધારે તીર્થયાત્રિઓને દર્શન કરવાની છૂટ આપવી જોઈએ. તેમનું કહેવું છે કે તીર્થયાત્રીઓને કોરોનાની તપાસ બાદ દર્શન માટે છૂટ આપવામાં આવે.

અત્યાર સુધીમાં 8 લાખથી વધારે લોકોએ દર્શન કર્યા

image source

વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા યાત્રીઓના આંકડાની વાત કરીએ તો મળેલી માહિતી પ્રમાણે આ વર્ષે પાચં લાખ કરતાં વધારે તીર્થયાત્રિઓએ માતાના દર્શન કર્યા હતા. તો ફેબ્રુઆરીમાં 3 લાખ 96 હજાર જેટલા યાત્રાળુઓએ માતાના દર્શન કર્યા હતા. લોકોનું માનવું છે કે આ વખતે તીર્થયાત્રીઓના આવવાનો રેકોર્ડ ટૂટી જતો. પણ લોકડાઉનના કારણે તેવું ન થઈ શક્યું.

image source

તમને જણાવી દઈ કે સમગ્ર દેશમાં ફેલાયેલા કોરોના વયારસના સંક્રમણથી અત્યાર સુધીમાં 24 લાખ કરતાં પણ વધારે સંક્રમિતો નોંધાઈ ચુક્યા છે. જેમાંથી લગભગ 17 લાખ જેટલા લોકોને સંક્રમણથી મુક્ત કરીને તેમને રજા આપી દેવામા આવી છે. પણ દુઃખની વાત એ છે કે અત્યાર સુધીમાં આ સંક્રમણના કારણે દેશમાં 47,033 લોકો જીવ ગુમાવી બેઠા છે. હાલ 6 લાખ, 53 હજાર 622 સંક્રમિતોની દેશમાં સારવાર ચાલી રહી છે.

image source

કોરોના સંક્રમણના વૈશ્વિક આંકડા પર એક નજર કરીએ તો હાલ સમગ્ર વિશ્વમાં 2.06 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી. 1.28 કરોડ લોકો સંક્રમણમાંથી મુક્ત થઈ ગયા છે. જ્યારે 7.49 લાખ લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યો છે.

Source: Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત