વજન ઘટાડવા માટે શરીરને ન આપો કોઇપણ જાતનો કષ્ટ, ખાલી ડાયટમા કરી લો આવા ફેરફાર

આજકાલ લોકો તેમના વધતા વજનથી ખુબ પરેશાન છે. જો તમારા વધતા વજનથી તમે રાહત મેળવવા ઈચ્છો છો તો તમારે આ પ્રયોગ તમારા માટે ફાયદાકારક છે. વજન ઘટાડવા કસરતની જરૂર નથી,તેના માટે ગ્રીન તી છે બેસ્ટ ઉપાય તમારે દૂધવાળી ચા પીવાનું બંધ કરવાની જરૂર છે. મેદસ્વીપણું આપણા શરીરમાં અનેક રોગોને જન્મ આપે છે એ વાત પણ એટલી જ સાચી છે. આવી સ્થિતિમાં સમયસર તેનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે.

image source

મેદસ્વીપણું ઘટાડવા માટે શિયાળોને સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે, પરંતુ શિયાળામાં આપણો ખોરાક પણ વધી જાય છે. તળેલો તેમજ ચરબીવાળો ખોરાક વધુ પ્રમાણમાં ખવાય છે. આમ જોવા જઇએ તો ઉનાળો વજન ઉતારવા માટે બેસ્ટ ઋતુ છે, કેમ કે તમે ત્યારે માત્ર પાણી પીને પણ ચલાવી શકો છો. કેટલીક ‌અલગ અલગ પદ્ધતિ અપનાવીને તમે આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.

લીંબુ અને ગરમ પાણી

image source

સવારે ઊઠતાંની સાથે જ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી વજન ધટાડવામાં મદદ રહે છે. તેનાથી તમારું મેટાબોલિઝમ ફાસ્ટ બને છે અને ચરબી ધીમે ધીમે ઓગળવા લાગે છે.

સવારનો નાસ્તો

image source

સવારના નાસ્તામાં પરાઠાં ખાવાના બદલે પૌઆ, ઇડલી કે ઉપમા જેવા પાણીવાળા ખોરાક ખાવાથી વજન વહેલો ધટે છે. અને બને તો સવારમાં જુયસ જ પીવું જોઈએ.

ગ્રીન ટી

image source

તમે જયારે ભારે નાસ્તો કર્યા હોય ત્યાર બાદ પછી ગ્રીન ટી પીવી જોઇએ. સવારે દૂધની ચા પીવાનું ટાળો. તેના બદલે ગ્રીન ટી બેસ્ટ વિકલ્પ છે. અને સુગર અને દૂધ પીવાનું ટાળો.

સલાડ

image source

તમારા સલાડમાં કચુમ્બર ખાવાનું વધારે પ્રમાણમાં રાખવું જોઈએ. જયારે જમવા બેસો તે પહેલા તમારે સલાડ ખાવું આવું કરવાથી તમને ભૂખ ઓછી લાગશે. અને તમારું અડધું પેટ તો સલાડથી જ ભરાય જશે.

પલાળેલી બદામ

image source

બદામનું સેવન ભૂખ શાંત કરવામાં અને વજન નિયંત્રણ કરવામાં ખુબ ઉપયોગી છે.

મેથી

image source

મેથી ખાવાથી પાચનતંત્રને સુધરે છે. સાંજે મેથીના દાણા પલાળીને તે દાણાને સવારે ખાવા અને તેનું પાણી પીવું આવું કરવાથી તમારા વધતા વજનને ઘટવામાં ફાયદાકારક છે.

તજ

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તજ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વખત મધ અને તજ પીવાથી વજન ઘટવા લાગે છે.

જોગિંગ

image source

સવાર સાંજ ચાલવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને દરરોજ સાંજે એક કલાક ચાલવાથી આપણા શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ દુર કરે છે.

વરીયાળી અને ખડીસાકર

રાત્રિ ભોજન પછી વરિયાળી અને આખી સાકર ખાવાથી ખોરાક ઝડપથી પચે છે. ખોરાકમાંથી કાર્બ શોષાઇ જાય છે અને આપણા શરીરમાં થતા ગેસને પણ મટાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત