વજન ઘટાડવા માટે આ ઉપવાસ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યાં છે, તમારે ફક્ત પાણી દ્વારા વજન ઘટાડવું પડશે

આ દિવસોમાં લોકો વજન ઓછું કરવા માટે વૉટર ફાસ્ટિંગની પદ્ધતિ અપનાવી રહ્યા છે. પરંતુ તેના ફાયદા છે એટલાજ તેના ગેરફાયદા પણ છે. તેથી, ઉપવાસ શરૂ કરતાં પહેલાં કૃપા કરીને ડોક્ટરની સલાહ લો.

શરીર સુડોળ બંનાવવું પડકારજનક છે, પરંતુ અશક્ય નથી. વજન ઓછું કરવા માટે આહાર અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. આ કિસ્સામાં, વૉટર ફાસ્ટિંગ એ ખોરાકના સેવનને પ્રતિબંધિત કરવાની યુક્તિ છે. વજન ઘટાડવા માટેનું તેનું વલણ તાજેતરના વર્ષોમાં વધ્યું છે. તેના ઘણા ફાયદા છે, સાથે સાથે તેના ગેરફાયદા પણ થાય છે. જો તેનું પાલન ઘણા લાંબા સમય સુધી કરવામાં આવે તો તે ખૂબ જોખમી બની શકે છે.

image source

વૉટર ફાસ્ટિંગ એ એક પ્રકારનો એવો ઉપવાસ છે, જેમાં માત્ર પાણી પીવા માટે મંજૂરી છે. આ સિવાય તમે કંઈપણ ખાઈ શકતા નથી અથવા કોઈ અન્ય પીણું પિતા નથી. વૉટર ફાસ્ટિંગ 24-72 કલાક સુધી ચાલે છે. આ ઉપવાસ કરતા પહેલા દરેક વ્યક્તિએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કેટલાંક અભ્યાસોએ બતાવ્યું છે કે વૉટર ફાસ્ટિંગ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. ક્રોનિક રોગના જોખમને ઘટાડવાની તેની સારી ક્ષમતા છે. એટલું જ નહીં, ઉપવાસ દ્વારા કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીઝનું જોખમ પણ ઓછું થઈ શકે છે.

1 .વજન ઘટાડવા માટે વૉટર ફાસ્ટિંગ કેમ ?

સંશોધનકારોએ અહેવાલ આપ્યો છે કે ચરબીના ઘટાડા માટે વૉટર ફાસ્ટિંગ એ એક સારો રસ્તો છે. આ પ્રકારના ઉપવાસમાં વ્યક્તિએ ખોરાક ટાળવો પડે છે. 24-72 કલાક માટે વ્યક્તિને માત્ર પાણી પીવાની મંજૂરી છે. જો કે, આ માટે કોઈ સમયમર્યાદા નથી. કેટલાક સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે વૉટર ફાસ્ટિંગથી ડાયાબિટીઝ, હ્રદયની સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર અને ન્યુરોલોજીકલ સમસ્યાઓથી રાહત મળે છે.

image source

2. કેવી રીતે વૉટર ફાસ્ટિંગ વજન ઘટાડવા પ્રોત્સાહન આપે છે ?

વૉટર ફાસ્ટિંગ કરવો થોડો મુશ્કેલ છે, પરંતુ તેના સારા પરિણામો જોવા મળ્યા છે. આ ઉપવાસ પછી, લોકોના સ્વાસ્થ્યમાં આશ્ચર્યજનક સુધારણા થાય છે. હકીકતમાં, ઉપવાસની સ્થિતિમાં, શરીરમાં કોઈપણ ખોરાક ન લેતા કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું રહે છે. તેની ગેરહાજરીમાં, શરીર બળતણ પેદા કરવા માટે સ્થિર ચરબીનો ઉપયોગ કરે છે. જે ચરબીને સંપૂર્ણપણે ઘટાડે છે. વૉટર ફાસ્ટિંગ દ્વારા વજન ઘટાડવાની બીજી રીત એ ઓટોફેગી છે. ઓટોફેગી એ એક શારીરિક પ્રક્રિયા છે. તેમાં ઘણીવાર ઝેરી કોષો દૂર થઇ જાય છે.

3. વૉટર ફાસ્ટિંગ કરવાની સાચી રીત –

આ ઉપવાસ માટે આયોજન કરતા પહેલા, કેટલાક નિષ્ણાતની સલાહ લેવી જ જોઇએ. જો તમે તેને શરૂ કરવા જઇ રહ્યા છો, તો બેથી ત્રણ દિવસથી ઓછું ખાવ. અભ્યાસ મુજબ, જો વૉટર ફાસ્ટિંગ યોગ્ય રીતે કરવામાં આવે તો તમે દરરોજ 0.9 કિલો વજન ઓછું કરી શકો છો. જો તમે આ ઉપવાસ 24-72 કલાક કરો છો, તો તમારે પાણી પીવાની જરૂર છે. દિવસમાં 2-3 લિટર પાણી પીવું પૂરતું છે. ઉપવાસ શરૂ કરતા પહેલા સારી રીતે ખાવ, જેથી તમને ભૂખ ન લાગે. જો તમે પ્રોટીનથી સમૃદ્ધ ખોરાક ખાઓ છો, તો તમને વધુ ફાયદો થશે.

image source

4 શું વૉટર ફાસ્ટિંગ કરવું સલામત છે ?

વૉટર ફાસ્ટિંગ તમારા ઉચ્ચ કેલરીનું સેવન અટકાવે છે. જે તમારું વજન ઘટાડે છે. કારણ કે, આપણા શરીરમાં ઘણું પાણી ખોરાકના સેવનથી આવે છે, તેથી, આ ઉપવાસ કરવાથી શરીરમાં પાણીની ખોટ થઈ શકે છે. જે લોકો વૉટર ફાસ્ટિંગ કરે છે તેમને ઓર્થોસ્ટેટિક હાયપોટેન્શનનું જોખમ રહેલું છે. આનો અર્થ બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો. તે એવા લોકોનું સ્વાસ્થ્ય પણ ખરાબ કરી શકે છે જે પહેલાથી જ કોઈક રોગથી પીડાય છે.

5. કોણ વૉટર ફાસ્ટિંગ ન કરવું જોઈએ-

image source

આ સામાન્ય ઉપવાસથી ખૂબ જ અલગ છે. તમે તેમાં પાણી સિવાય બીજું કંઇ નહીં લઈ શકો. તેથી તેનું પાલન કરવું એ દરેકની વાત નથી. નીચે જણાવેલ છે કે કઈ પરિસ્થિતિમાં વૉટર ફાસ્ટિંગ ન કરવું જોઈએ.

  • – જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી છે
  • – સગર્ભા અથવા સ્તનપાન કરવાતી સ્ત્રીએ ન કરવું જોઈએ
  • – ફૂડ ડિસઓર્ડરનો ભોગ બનેલા હોય તેવા લોકોએ ન કરવું જોઈએ
  • – હાર્ટની સમસ્યા હોય તેવા લોકોએ ન કરવું જોઈએ
  • – ટાઇપ -1 ડાયાબિટીઝના લક્ષણો વાળા વ્યક્તિએ ન કરવું જોઈએ
  • – જો કોઈ દવા લઇ રહ્યા હોય તેવા લોકોએ ન કરવું જોઈએ
  • – તમારું વજન ઓછું હોય તો પણ વૉટર ફાસ્ટિંગ તમને નુકસાન પહોંચાડે છે.

વૉટર ફાસ્ટિંગ નિઃસંકોચપણે તમારું વજન ઝડપથી ઘટાડશે, પરંતુ તે તમને માનસિક અને શારીરિક રીતે થકવી શકે છે. ત્રણ દિવસથી વધુ સમય સુધી ઉપવાસ રાખવું તમને જોખમમાં મુકી શકે છે. જો તમે હજી પણ આ ઉપવાસને અનુસરવા માંગો છો, તો પછી એક દિવસ માટે અથવા એક દિવસ છોડીને ઉપવાસ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *