Site icon News Gujarat

જીમમાં વધુ વજન ઉપાડી કસરત કરતાં લોકો જોઈ લો આ ભાઈનો વીડિયો, જીમ જતાં બંધ થઈ જશો

23 વર્ષના બોડી બિલ્ડર આટલું વજન ઉઠાવીને કરી રહ્યા હતા બેન્ચ પ્રેસ, થયો આ ભયાનક બનાવ.

આ સમગ્ર ઘટના દુબઈની છે જ્યાં એક બોડી બિલ્ડર સાથે એક ભયાનક બનાવ બની ગયો છે. વાત જાણે એમ છે કે રોયન ક્રોલી નામનો આ બોડી બિલ્ડર રોજનો જેમ જ ચેસ્ટની કસરત કરી રહ્યો હતો. રિપોર્ટ અનુસાર આ બોડી બિલ્ડર બેન્ચ પ્રેસ પર 220 કિલોગ્રામનું અતિશય ભારે વજન ઉઠાવી રહ્યો હતો એ દરમિયાન એનું સંતુલન બગડ્યું અને એના જમણા હાથના ખભાની માંસપેશીઓ ફાટી ગઈ હતી એ પછી તરત જ આ બોડી બિલ્ડરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

એમની સર્જરી થઈ ગઈ છે અને એમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી સોશિયલ મીડિયા પર પોતાના કેટલાક ફોટા પણ શેર કર્યા છે જેમાં એમને થયેલી ગંભીર ઇજાઓ ચોખ્ખે ચોખ્ખી જોઈ શકાય છે.

જો કે આ બોડી બિલ્ડર ઘણો નસીબદાર રહ્યો હતો કારણ કે પાવર લિફ્ટર Larry Wheels અને ટ્રેનિંગ પાર્ટનર Charlie Johnson એમની પાસે જ હાજર હતા જેમને એમની ઉપર પડેલા આ અતિશય ભારે વજનને હટાવ્યું હતું. લેરીએ એક વિડીયો કલીપ પણ શેર કરી છે જેમાં એ ભયંકર બનાવને જોઈ શકાય છે.

તમને જણાવી દઈએ કે ટ્રેનર લેરીએ GoFund દ્વારા રાયનના ઈલાજ માટે ફંડ ભેગું કર્યું હતું. એ 5 દિવસમાં 38 હજાર ડોલર્સ એટલે કે લગભગ 27 લાખ રૂપિયા ભેગા કરવામાં સફળ રહ્યા હતા. વાત જાણે એમ છે કે રાયન ઇંગ્લેન્ડના છે અને દુબઈમાં એમનો ઈન્સ્યોરન્સ એમના મેડિકલ બીલ્સને કવર નહોતો કરી શકતો. રોયનની સર્જરી થઈ ચૂકી છે અને એ સફળ રહી છે.

આ ભયાનક ઘટનાને કારણે રાયનને મહિનાઓ સુધી જીમથી દૂર રહેવું પડશે. એમને ડર છે કે જો એમનો હાથ પહેલા હતો એવો ન થયો તો એમનું બોડી બિલ્ડીંગ કરિયર શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ શકે છે.

રાયને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે કે ” આ સર્જરી માત્ર એક કલાકની હતી. પરંતુ દુર્ભાગ્યે તેમાં 4 કલાક થઇ ગયા. સર્જરી પહેલાં હું બહુ ડરી ગયો હતો. મને ભય હતો કે મારુ બોડી બિલ્ડિગ કેરિયર શરુ થતાં પહેલાં જ ખતમ ન થઇ જાય. મને હજી પણ ખૂબ જ દુખાવો છે.

માથાથી લઈને પગ સુધી મારી આખી બોડીમાં સોજા છે. જો કે રિકવરીની અસલી શરૂઆત તો હવે થશે. મારે મારો હાથ પાછો લાવવા માટે એક ગંભીર પ્લાન ફોલો કરવો પડશે. સૌથી પહેલા તો મારે મારા હાથ સાથે ઘરમાં કમ્ફર્ટેબલ થવું પડશે અને પછી ધીમેં ધીમે હું જિમ તરફ પ્રયાણ કરીશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version