મકર રાશિમાં ગુરુની વક્રી ચાલ, આ રાશિના લોકોને થશે ફાયદો, તો આ રાશિના લોકોને થશે નુકસાન

પાંચ રાશિને ફાયદા

-વક્રી ગુરુ એમને ખુશ કરી દેશે.:

image source

આ વર્ષે મે મહિનો જ્યોતિષ શાસ્ત્રીઓ મુજબ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આ મે મહિનામાં ૩ ગ્રહ વક્રી થઈ ગયા છે. સૌથી પહેલા શનિ પોતાની રાશિ મકરમાં વક્રી થયો છે અને ત્યાર પછી શુક્ર ગ્રહ પોતાની રાશિ વૃષભમાં વક્રી થયો છે ત્યાર પછી ગુરુ ગ્રહ પણ મકર રાશિમાં વક્રી થઈ ગયો છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને કરિયર, ધન અને ઐશ્વર્ય સાથે સંબંધિત ગ્રહ માનવામાં આવ્યો છે. આવામાં ગુરુ ગ્રહનું વક્રી થવાનું આ પાંચ રાશીઓ માટે પણ સારું માનવામાં આવી રહ્યું છે.

-વૃષભ રાશિ:

તાજેતરમાં જ શુક્ર ગ્રહ પણ પોતાની રાશિ વૃષભમાં વક્રી થયો છે તો એમ પણ વૃષભ રાશિના જાતકો માટે શુભફળ દાયક માનવામાં આવી રહ્યો છે. ગુરુ ગ્રહના વક્રી થવાથી પણ વૃષભ રાશિના જાતકોને કરિયરમાં લાભ થવા જઈ રહ્યો છે. માનવામાં અવિર્હ્યું છે કે, તેઓનું કરિયર ફરીથી નિયમિત રીતે થઈ જશે. આપે કરિયરને સંબંધિત કોઇપણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવી જોઈએ નહી, નહી તો બનતી વાત બગડી શકે છે અને આપને કઈક નવું કરવા માટે પહેલાથી વિચારવું જોઈએ.

-કન્યા રાશિ:

ગુરુ ગ્રહનું વક્રી થવાથી આપને સફળતા મળવાની આશા જણાઈ રહી છે. ગુરુ ગ્રહના પ્રભાવથી આપની ધાર્મિક કાર્યો પ્રત્યેની રૂચિમાં પણ વધારો થશે. આપને આપના સ્વાસ્થ્યમાં સુધાર થતો જોવા મળી શકે છે અને વાહન સુખ, જેના વિષે આપ ઘણા લાંબા સમયથી વિચારી રહ્યા હતા, તેનો આનંદ આપને મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને પણ લાભ થઈ શકે છે.

-વૃશ્ચિક રાશિ:

ગુરુ ગ્રહનું વક્રી થવાથી આપને લાભ મળશે અને ધનની બાબતમાં પણ જુના રોકાણથી ફાયદો થવાની આશા જોવા મળી રહી છે. આકસ્મિક ખર્ચ કરવાનો આવી શકે છે. આપના ભાઈ- બહેનોને કોઈ કારણે તકલીફો થઈ શકે છે, પરંતુ આપની સાથે મળીને તેનો પણ ઉપાય કાઢી લેશો. ઘરેલું ગૂંચવણો પણ આપને હેરાન કરી શકે છે, પરંતુ આપે પોતાની તરફ ખાસ ધ્યાન આપવાનું રહેશે. ખાસ કરીને સ્વાસ્થ્યને લઈને આ સમયે ખુબ સાવધાન રહેવાની જરૂરિયાત છે.

-ધનુ રાશિ:

ધનુ રાશિના જાતકોને આ ગુરુ ગ્રહનું વક્રી થવાથી ધન લાભ થવાની વધારે આશાઓ બની રહી છે. વૃશ્ચિક રાશિના જાતકોને આ સમયે કોઈ ધાર્મિક કાર્યમાં પણ ભાગ લઈ શકે છે અને ધાર્મિક કાર્ય કરવાના ઉન્માદમાં ખર્ચ પણ થઈ શકે છે. ઘણા સમય પહેલા કરવામાં આવેલ રોકાણ પણ આપના માટે લાભ થવાની આશા દર્શાવી રહ્યા છે. બધી જ રીતે વૃશ્ચિક રાશિના જાતકોને પોતાના કરિયર અને ધન સંબંધી બાબતો માટે ગુરુ ગ્રહનો પ્રભાવ આપના માટે શુભ સાબિત થઈ શકે છે.

-મીન રાશિ:

મીન રાશિ વાળા જાતકો માટે ગુરુ ગ્રહનું ગોચર થવાનું શુભ માનવામાં આવી રહ્યું છે. આપ જે નવા કાર્ય કરવાની યોજના બનાવી રહ્યા હતા, એમાં આપને લાભ થશે. આપના ભાગ્યમાં ઉન્નતીનો યોગ બની રહ્યો છે. પ્રેમ સંબંધની બાબતમાં પણ મિલન યોગ બની રહ્યો છે. ત્યાં જ આપને રોકાણથી પણ લાભ મળવાની આશા બની રહી છે તો નોકરિયાત વર્ગને પગાર વધારો મળી શકે છે. વાહન ખરીદવાની પ્લાનિંગ આ સમયે પૂર્ણ થઈ શકે છે.

Source: navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત