“વાલીઓને મળી સૌથી મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે આપ્યો સ્કુલોની ફીને લઈને આ મોટો ચુકાદો “

ગુજરતમાં વાલીઓને મળી સૌથી મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે સ્કુલની ફીને લઈને મોટો ચુકાદો

કોરોના મહામારીને લઈને રાજ્યભરમાં જ્યારે આંકડાઓ વધી રહ્યા છે, ત્યારે શાળાઓ બંધ છે. તેમ છતાં સંચાલકો દ્વારા ફી વસુલવા દબાણ કરવામાં આવતા હવે શિક્ષણ વિભાગે પણ મોટો નિર્ણય લીધો છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા દરેક શૈક્ષણિક સંસ્થાઓને કડક સુચના આપવામાં આવે છે, કે જ્યાં સુધી શાળાઓ ન ખુલે ત્યાં સુધી કોઈ પણ શાળા ફી ભરવા અંગે દબાણ કરી શકશે નહિ.

image source

DEO દ્વારા કડક પગલા ભરવામાં આવશે

આ નિર્દેશમાં જણાવ્યા પ્રમાણે શાળાઓ સ્કૂલો ન ખુલે ત્યાં સુધી ફી ભરવા માટે કોઈ પણ જાતનું દબાણ કરી શકશે નહિ. વધુમાં આ નિર્દેશમાં જણાવવામાં આવ્યું છે કે, જો સ્કુલ સંચાલકો તરફથી આ નિર્દેશ છતાં પણ દબાણ કરવામાં આવશે તો તેની સામે DEO દ્વારા કડક પગલા ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના આ આદેશથી વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે.

image source

વાલી મંડળમાં ફી માફીને લઈને ખુશીનો માહોલ

હાલમાં જ ગુજરાત હાઈકોર્ટે શાળાની ફીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે, ત્યારે હવે આ નિર્ણયના પરિણામે વાલીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ નિર્ણય પ્રમાણે વાલીઓને હવે બાળકોની ફી શાળાઓ શરુ થાય ત્યાં સુધી ભરવાની ઝંઝટમાંથી રાહત મળી છે. આમ આ ચુકાદો વાલીઓના પક્ષમાં આવ્યો હોવાથી વાલી મંડળો દ્વારા મીડિયાનો પણ આ મુદ્દા ઉપાડવા બાબતે આભાર માનવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, મીડિયા દ્વારા પણ ફી મામલે રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં રાજ્યની ઘણી બધી શાળાઓ જોડાઈ હતી અને વિદ્યાર્થીઓની ફી પણ માફ કરી હતી.

image source

શાળાઓ હજુ સુધી વાસ્તવિક રીતે શરુ થઇ નથી

દરેક વર્ષની જેમ શિક્ષણ હજુ સુધી શરુ થયું નથી, પણ સામાન્ય રીતે ૮ જુનથી નવું શૈક્ષણિક સત્ર શરુ થવું જોઈતું હતું. પણ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શાળાઓ હજુ સુધી પણ વાસ્તવિક રીતે શરુ થઇ શકી નથી. કોરોના વાયરસ અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, શાળાઓ શરુ ન કરવા માટેના નિર્દેશો ઉપરથી મળ્યા હતા. જો કે વિદ્યાર્થીઓને ઘેર બેઠા શિક્ષણ ઉપલબ્ધ થાય એ માટે ગુજરાત સરકાર દ્વારા 5મી જુનના દિવસે કરેલા ઠરાવ મુજબ હોમ લર્નિંગ અન્વયે શૈક્ષણિક કાર્ય હાથ ધરવા માટેનું સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. આ ઠરાવ મુજબ દરેક શાળાઓ માટે આ નિયમ બંધનકર્તા છે.

image source

કોંગ્રેસ દ્વારા પણ ફી અંગેનો વિરોધ દર્શાવાયો હતો

કોરોના મહામારીને લઈને જયારે શાળાના સંચાલકો દ્વારા વારંવાર ફીની માંગણી કરવામાં આવી રહી હતી ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ‘કોરોના મહામારીના સમયમાં સૌથી વધારે અસર શિક્ષણ ક્ષેત્રને થઇ છે. ઘણા સમયથી શાળાઓ બંધ હતી, તો પછી ફી કેમ વસુલ કરે છે? શાળા સંચાલકો ફરજિયાત ફી ભરવા દબાણ કરે છે. સરકારની મિલી ભગતને કારણે સંચાલકોને ખુલ્લો દોર મળ્યો છે.’ ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્કુલની ફી માફ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત