વાંદરાઓની આ પ્રજાતિ હવે ફક્ત ફોટા અને મૂવીમાં જ જોવા મળશે, વૈજ્ઞાનિકોએ આપી અતિ ગંભીર માહિતી

એક સમય એવો હતો જ્યારે દુનિયા તમામ પ્રકારના પ્રાણી, પશુ અને પક્ષીઓનાં વૈવિધ્યથી ભરપૂર હતી. ધીમે ધીમે ઉત્ક્રાંતિ શરૂ થઈ અને પછી આજનાં સમયે આખો નજારો જ બદલી ગયો છે. સમય જતાં ચારે તરફ દેખાતાં લીલાછમ જંગલો અને ખળખળ વહેતી નદીઓ લુપ્ત થવા લાગી. જેમ જેમ પ્રકૃતિને નુકશાન થયું તેમ ધીમે ધીમે ઘણા જીવો લુપ્ત થઈ ગયા. આજે એવા પ્રાણીઓ છે જે ફક્ત હવે પુસ્તકોનાં પાનાંમાં જ રહી ગયાં છે. માત્ર તેમનાં ચિત્રો કે પછી તેમને ફિલ્મોમાં જ જોવા મળશે.

image soucre

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વાંદરાઓની એક પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. આ વાંદરા સોનેરી અને ભૂરા વાળવાળા છે. તેઓ વાંદરાઓની એક દુર્લભ પ્રજાતિ તરીકેની યાદીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ વાંદરાઓને તપાનુલી ઓરંગુટન્સ કહેવામાં આવે છે. જાણવા મળી રહ્યું છે કે તેઓ વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. ઈન્ડોનેશિયામાં ઉત્તર સુમાત્રાના બાટંગ તોરુ પહાડો પર સ્થિત જંગલોમાં આ વાંદરા વસવાટ કરે છે. સુમાત્રા એ ઇન્ડોનેશિયામાં એક ટાપુ છે.

image soucre

તપનલી ઓરંગુટન ‘ધ ગ્રેટ એપ્સ’ તરીકે પણ ઓળખાય છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે તપનુલી ઓરંગ્યુટન્સ જાતિને નાશ થવા માટે હજુ ઘણો સમય વાર લાગી શકે છે. પરંતુ હવે જોવામાં આવે છે કે તેઓ ખૂબ જ ઝડપથી લુપ્ત થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ પાછલા 200 વર્ષોથી તેમના જીવન નિર્વાહનું ક્ષેત્ર સતત નાનું થઈ રહ્યું છે. આજ કારણે આ પ્રજાતિને અસર પહોંચી છે અને હવે લુપ્ત થવાનાં આરે છે.

image soucre

આ અગાઉ તપાનુલી ઓરંગુટન્સ મોટી સંખ્યામાં જંગલોમાં રહેતા હતા તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ હવે શિકારીઓના કારણે તેઓ બાટંગ તોરૂ પર્વતનાં માત્ર ત્રણ ટકા જંગલોમાં રહે છે અને તેમની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં 800થી પણ ઓછા તપાનુલી ઓરંગ્યુટન્સ વાંદરાઓ બાકી રહી ગયાં છે. એક રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ આ અંગે સંરક્ષણ વૈજ્ઞાનિક એરિક મેઇઝાર્ડ કહે છે કે જો આવી જ રીતે સતત ઓરંગ્યુટન્સનો શિકાર થતો રહેશે તો તેમની પ્રજાતિઓ જલ્દી જ નાશ પામે છે. તેમનું માનવું છે કે આગામી 10 થી 15 વર્ષમાં તપનુલી ઓરંગ્યુટન્સ પૃથ્વી પરથી કદાચ નાબૂદ થઇ જવાની સંભાવનાઓ છે.

image soucre

મળતી માહિતી અનુસાર તપાનુલી ઓરંગ્યુટન્સના અચાનક લુપ્ત થવાનું જોખમ પણ વધી ગયું છે કારણ કે બટાંગ તોરુ નદી ઉપર એક જળવિદ્યુત પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. આ પાવર પ્લાન્ટ આશરે 300 એકરમાં બનાવવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ઓરંગુટન જૂથોનું એકબીજા સાથે મળવાનું બંધ જશે જે ચિંતાનો છે.

image soucre

આવું થવાનું પરિણામ એ આવશે કે તેમના પ્રજનન પર પણ આની ખુબ વધારે અસર કરશે જોવા મળશે. આવું થવાનાં કારણે તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને આવું જ ચાલું રેહશે તો બહું જલ્દી આ જીવો લુપ્ત થવાની આરે પહોંચી જશે. જો કે આ પાવર પ્લાન્ટ તરફથી એવો દાવો થઈ રહ્યો છે કે તેઓનાં આ પ્લાન્ટનાં કારણે વાંદરાઓની આ પ્રજાતિને કોઈ જોખમ નહીં પહોંચે. માનવ પ્રવૃતિના કારણે અત્યાર સુધીમાં આ રીતે ઘણાં બધા જીવો નાશ પામી ચૂક્યાં છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવા કામોને અટકાવવા માટે શું પગલાં લેવામાં આવે છે અને સાથે લુપ્ત થવાનાં આરે પહોંચેલા જીવોનાં સરક્ષણ માટે શું કાળજી રાખવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!