શું Paytm એપ યુઝ કરો છો? તો જલદી જાણી લો આ Breaking News, નહિં તો આવશે રોવાનો વારો

શુક્રવારે ગૂગલે એક મોટી કાર્યવાહી કરી છે. ગૂગલે પ્લે સ્ટોર પરથી પેટીએમ એપ્લિકેશનને દૂર કરી દીધી છે. આ વાતની પુષ્ટિ ગૂગલે કરી છે અને તેના પર ગૂગલે કહ્યું છે કે તે કોઈપણ પ્રકારની ગેમિંગ એપ્લિકેશનને સપોર્ટ કરશે નહીં. પેટીએમ અને યુપીઆઈ એપ One97 Communication Ltd દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ એપને હવે ગૂગલ પ્લે સ્ટોર પર સર્ચ કરશો તો તે દેખાશે નહીં. જો કે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન એક્ટિવ જ છે.

image source

પેટીએમ પેમેન્ટ એપ્લિકેશન સિવાય કંપનીની અન્ય એપ્લિકેશન્સ જેમકે પેટીએમ ફોર બિઝનેસ, પેટીએમ મની, પેટીએમ મોલ વગેરે હજુ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જો કે ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપને હટાવવા અંગે પેટીએમ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

image source

ગૂગલે પેટીએમ બ્લોક કરવા અંગે કહ્યું છે કે તેઓ એવી એપ્લિકેશનને સમર્થન આપતા નથી જે ગ્રાહકને બીજી વેબસાઇટ પર લઈ જાય. જો કોઈ એપ્લિકેશન ગ્રાહકને અન્ય કોઈ વેબસાઇટ પર લઈ જાય છે જ્યાં તેઓ રોકડ ઇનામ જીતવા માટે યૂઝર ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે તો તે ગૂગલના નિયમ વિરુદ્ધ છે. ગૂગલ કોઈપણ એપ્લિકેશનને આવું કરવાની મંજૂરી આપતું નથી અને તે ગુગલ નીતિઓનું ઉલ્લંઘન છે. ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ સુઝાન ફ્રેએ લખ્યું છે કે અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી આપતા નથી અથવા આવી કોઈપણ અનિયમિત એપ્લિકેશનોનું સમર્થન કરતા નથી. જે રમતોમાં સટ્ટાબાજીની સુવિધાઓ પૂરી પાડે છે.

જો કે ત્યારબાદ પેટીએમ દ્વારા ટ્વીટ કરીને આ અંગે જવાબ આપવામાં આવ્યો છે કે પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ અથવા અપડેટ કરવા માટે ગૂગલના પ્લે સ્ટોર પર અસ્થાયીરૂપે અનુપલબ્ધ છીએ. તે ખૂબ જ ટૂંક સમયમાં પાછા આવશે. તમારા બધા પૈસા સંપૂર્ણપણે સલામત છે અને પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂકેલા લોકો હંમેશાની જેમ તેમની પેટીએમ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત