વરસાદમાં પલળ્યા બાદ પણ તમારે સાબુથી તો હાથ ધોવા જ પડશે ત્યારે જ હાથ થશે વાયરસ મુક્ત, જાણો નિષ્ણાતો શું કહે છે

વરસાદમાં પલળ્યા બાદ પણ તમારે સાબુથી તો હાથ ધોવા જ પડશે ત્યારે જ હાથ થશે વાયરસ મુક્ત – જાણો નિષ્ણાતો શું કહે છે

image source

ઘણા લોકો એવું વિચારી રહ્યા છે કે વરસાદ પડશે એટલે વાયરસ ધોવાઈ જશે પણ તેવું કશું જ નથી થતું. વાયરસ તો રહે જ છે. અને એવું પણ નથી કે તમે વરસાદમાં પલળશો એટલે તમારા શરીર કે હાથ પર ક્યાંય વાયરસ લાગ્યો હશે તો તે સ્વચ્છ થઈ જશે. તમારે તમારા હાથ સાબુથી વ્યવસ્થિત ધોવા જ પડશે ત્યારે જ તે વાયરસ તમારા હાથ પરથી જશે. માટે એવું સમજવાની ભૂલ ન કરવી કે તમે વરસાદમાં પલળ્યા છો તો હાથ નહીં ધોવા પડે.

આજે અમે તમને જણાવીએ કે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ડૉ. કે શ્રીનાથ રેડ્ડી આ વિષે શું જણાવે છે. તેમણે આકાશવાણીને એક ઇન્ટર્વ્યૂ આપ્યો છે તેના પર આધારીત આ વાતો છે. તેમને કેટલાક પ્રશ્નો જે સામાન્ય લોકોના મનમાં ઉત્પન્ન થતા હોય તે પુછવાં આવ્યા હતા અને તેના તેમણે આ પ્રમાણે જવાબ આપ્યો હતા.

image source

તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વરસાદમાં ભીના થયા બાદ શું હાથ ધોવા જરૂરી છે ?

ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તમે વરસાદમાં પલળશો તો તેનાથી તમારા પરનો વાયરસ મરી નહીં જાય. પણ તે વાયરસ ત્યારે જ જશે જ્યારે તમે તેને સાબુ દ્વારા ધોશો. બીજું તેમણે એ પણ જણાવ્યું કે વાયરસ પર ચરબીની પરત હોય છે, જે સાબુથી વ્યવસ્થિતિ રીતે સાફ કર્યા બાદ જ સ્વચ્છ થાય છે. અને આમ કરવાથી વાયરસ પણ તેની સાથે ધોવાઈ જાય છે. માટે સાબુથી હાથ ધોવા તેમજ સાબુથી બરાબર નાહવું જરૂરી બને છે.

image source

તેમને બીજો પ્રશ્ન એ પુછવામાં આવ્યો કે ICMRના સર્વે પ્રમાણે દેશમાં 0.73 ટકા લોકો સંક્રમિત છે અને તેઓ જાતે જ સાજા થઈ ગયા છે, તો શું તેની પાછળ હર્ડ ઇમ્યુનિટી જવાબદાર છે ?

ત્યારે તે વિષે તેઓ જણાવે છે કે તેની પાછળ હર્ડ ઇમ્યુનિટિ નથી. પણ સર્વેમાં દેશના ઘણા બધા કન્ટેન્ટમેન્ટ ઝોનના આંકડાઓ હજુ સ્પષ્ટ નથી થયા. એમના કહેવા પ્રમાણે રિપોર્ટ પ્રમાણે 0.73 ટકા લોકો સંક્રમિત થયા છે અન તેઓ પોતાની રીતે જ સાજા થઈ ગયા છે, જેનો મતલબ એ થયો કે હાલ દેશના 1 ટકા કરતાં પણ ઓછા લોકોએ વાયરસને સ્પર્શ્યો છે. આમ આ આંકડાના આધારે આપણે શહેરનો આંકડો ધારીએ તો શહેરનો આંકડો થોડો વધારે હશે. અને વધારેમાં વધારે ભારતના 2 ટકા લોકો આ વાયરસના સંપર્કમાં આવ્યા હશે. પણ હર્ડ ઇમ્યુનિટિ ત્યારે વિકસિત થાય છે જ્યારે દેશના ઓછામાં ઓછા 70 ટકા લોકો સંક્રમિત થયા હોય. માટે આ લોકોના જાતે સાજા થવા પાછળ હર્ડ ઇમ્યુનિટિ જવાબદાર નથી.

image source

તેમને કારખાનાઓ વિષે પણ પ્રશ્ન પુછવામાં આવ્યો કે કારખાનામાં એક જ મશીનને ઘણા બધા કર્મચારીઓ અડતા હોય છે ત્યાં શું સાવચેતી રાખવાની જરૂર છે ?

તેઓ આ બાબતે જણાવે છે કે જે વ્યક્તિમાં કોરોનાનું લક્ષણ નથી એટલે કે તેમને શરદી, ઉધરસ કે તાવ નથી આવતો તેઓથી સંક્રમણ ફેલાવાનું જોખમ ઓછું રહે છે. પણ જો કોઈ વ્યક્તિ બિમાર હોય તો તેમની પાસે કામ ન કરાવો તેમને આરમ આપો. જો તે સ્વસ્થ હશે તો આસપાસના લોકોને ઓછું જોખમ છે. બાકી આત્મસુરક્ષા માટે હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરવાનું ન ચૂકવું.

image source

એક અહેવાલ પ્રમાણે કોરોનાના લક્ષણમાં સ્વાદ તેમજ સુગંધની ક્ષમતાને પણ અસર થાય છે, તો તેના કારણે નાક તેમજ કાનના પેશન્ટ પણ ભયભીત થયા છે તો તે વિષે પણ તેમને પ્રશ્ન પુછવામાં આવ્યો.

ઇએનટી પેશન્ટમાં કેટલાક પેશન્ટને સુંઘવાની તેમજ સ્વાદની તકલીફ રહેતી હોય છે. માટે હવે જ્યારે કોરોનાના નવા લક્ષણમાં સ્વાદ અને સુંઘવાની સેન્સ ઓછી થવાની વાતો સામે આવી છે ત્યારે આવા લોકો તેનાથી થોડા ભયભીત થાય તે સ્વાભાવીક છે. પણ ડો. રેડ્ડી જણાવે છે કે કોરોનાના મુખ્ય લક્ષણ એટલે કે સુકી ઉધરસ, શ્વાસ ફૂલવો, તાવ આવવો તેને પણ ધ્યાનમાં લેવા. તેઓ જણાવે છે કે જ્યારે તમારી સુંઘવા તેમજ સ્વાદની શક્તિ નબળી પડે અને તેની સાથે સાથે તમને સ્નાયુઓમાં પણ દુઃખાવો થાય, ધ્રુજારી આવે ત્યારે તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

image source

તેમને એક મહત્ત્વનો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો કે સેનેટાઇઝરની અસર ક્યાં સુધી રહે છે ?

જેના જવાબમાં તેમણે જણાવ્યું કે સેનેટાઇઝરમાં રહેલો આલ્કોહોલ તમારા હાથને વાયરસથી સુરક્ષિત રાખે છે પણ તે થોડા જ સમયમાં હાથ પરથી ઉડી જાય છે. તે ચોક્કસ વાયરસનો નાશ કરે છે પણ તેનાથી તમને આખા દિવસની સુરક્ષા નથી મળતી. તેના માટે તમારે વારંવાર પાણીથી હાથ ધોતા જ રહેવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત