લગ્નના મંડપમાં વરરાજાને જોઈ વહુએ જોરથી બરાડા પાડ્યાં, જાન પક્ષને આખી રાત માર માર્યો, હકીકત જાણી ચોંકી જશો

તમે ઘણાં બધા એવા સમાચાર સાંભળ્યા હશે કે કપટ કરીને અથવા તો છેતરપિંડીથી કરીને કે પછી પૈસા નોકરી બાબતમાં ખોટું બોલીને કે પછી બીજી કોઈ પણ બાબતમાં છોકરાએ ખોટું બોલીને છોકરીને ફસાવીને લગ્ન કરી લીધા હોય. કારણ કે આજકાલ આવી ઘણી વાતો સાંભળવા મળે છે. કેટલીક વાર આપણે આવી વાતો માનતા નથી પરંતુ એવું થાય છે, તેથી જ આજે લગ્ન કરતી વખતે બધાને એકબીજાના પરિવારની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર પડે છે. ત્યારે આવા સમય વચ્ચે ખૂબ જ અઘરો કિસ્સો બિહારમાં પ્રકાશમાં આવ્યો છે અને જેનાથી સનસનાટી મચી ગઈ છે.

image source

વરરાજાને જોઈને એક વહુ અચાનક ચીસો પાડવા લાગી

એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના મંડપમાં તેના વરરાજાને જોઈને એક વહુ અચાનક ચીસો પાડવા લાગી હતી અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી એવો મોટો હોબાળો થયો હતો કે પોલીસને બોલાવવી પડી હતી, ત્યારબાદ છોકરા અને તેના પરિવારનો જીવ બચાવી શકાયો. આ મામલો બેગુસરાઇના બચવારા પોલીસ સ્ટેશન વિસ્તારના મનસુરાચકનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રમોદ શર્માના ઘરે જાન આવી હતી. તેમણે પુત્રીના લગ્ન યુપીના ગોંડા જિલ્લામાં રહેતા રામ પ્રસાદ સાથે નક્કી કર્યા હતા. પરંતુ છોકરી મંડપમાં છોકરાને જોતાંની સાથે જ તે ચીસો પાડવા લાગી.

image source

છોકરો નકલી છે અને લગ્ન વખતે છોકરાને બદલવામાં આવ્યો

યુવતીએ કહ્યું કે આ છોકરો નકલી છે અને લગ્ન વખતે છોકરાને બદલવામાં આવ્યો છે. આ સાંભળીને યુવતીના પરિવારના સભ્યો અને ગ્રામજનો કાબૂ બહાર નીકળી ગયા. આ પછી ગામના લોકોએ લગ્ન વચ્ચે જ લાકડીથી અને લાત મારવાનું શરૂ કર્યું. આજે વોટ્સએપ બધે જ છે અને તેના ઘણા ફાયદા છે, આ એપની મદદથી છોકરીને ખબર પડી કે તેનો વરરાજો બદલી ગયો છે. છોકરીએ કહ્યું કે વોટ્સએપ પર બીજા કોઈને બતાવવામાં આવ્યો હતો અને હવે લગ્ન માટે બીજા છોકરાને વરરાજો બનાવવામાં આવ્યો છે.

image source

છોકરો કહે છે કે એ લોકોની ગેરસમજને કારણે આ બધી ઘટના બની

ત્યારબાદ ગ્રામજનોએ બારાતીઓ સહિત કથિત નકલી વરરાજાને બંધક બનાવી લીધા. આ દરમિયાન આખી રાત મારપીટ કરવામાં આવી અને એવા પરેશાન કર્યા કે આ બાબત પ્રકાશમાં આવી છે. તે જ સમયે છોકરો કહે છે કે એ લોકોની ગેરસમજને કારણે આ બધી ઘટના બની છે. તેણે કહ્યું કે મારી અને મારા ભાઈના દીકરાની તસવીરો છોકરીને મોકલવામાં આવી છે. જેના કારણે તે લોકોને મૂંઝવણ થઈ. છોકરી મારા ભાઈને વરરાજો માને છે. મેં મારી ભાવિ પત્ની સાથે લાંબી વાતચીત પણ કરી હતી. પરંતુ જ્યારે હું લગ્ન કરવા પહોંચ્યો ત્યારે તે લોકોને એવું લાગ્યું કે વરરાજો બદલાઈ ગયો છે.

image source

સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે

તે જ સમયે પોલીસે કંઈક કરીને આ બધા બારાતી અને વરરાજાને બંધકમાંથી છૂટા કર્યા અને બધાને પકડી લીધા છે. હાલમાં સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તો વળી છોકરી પક્ષના લોકો રિયલ વરારાજાને લાવવાની જીદ કરીને બેઠા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત