આ તો કેવું કહેવાય! વરરાજાને થપ્પડ મારીને ભાગી ગઇ મહિલા, અને પછી શું થયુ એ જોઇ લો આ વિડીયોમાં તમે પણ

આ તો કેવું કહેવાય ! વરરાજાને થપ્પડ મારીને ભાગી મહિલા, પછી સાસરીમાં જે થયુ તે જોઇને…

ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવાહ એ એક ધાર્મિક વિધિ છે. જૂદા જૂદા બે પરિવાર- કુટુંબના સ્ત્રી અને પુરુષનું પ્રેમના તાંતણે જોડાણ થાય છે. આ જોડાણથી એક પરિવારનો વંશ આગળ વધે છે. લગ્ન સંસ્કારમાં સાથે જોડાયેલા સ્ત્રી-પુરુષનો દાંપત્ય સંબંધ જીવન પર્યંતનો હોય છે. લગ્ન સંસ્કાર ભલે એક ધાર્મિક વિધિ છે, પરંતુ તેનો વ્યક્તિ અને સમાજ ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પડે છે. સામાન્ચ માન્યતા એવી છે કે સાત ફેરા ફરીને વર-વધૂ સાત જન્મ સાથે રહેવાનુ વચન આપે છે. બંને એકબીજાને વચન આપે છે કે એકબીજાનો સાથ હંમેશા નિભાવશે.

image source

સાત ફેરા અગ્નિની સાક્ષીએ ફરવામાં આવે છે. તેઓ એકબીજાને વચન આપે છે કે તે કદી એકબીજાથી કદી અલગ નહીં થાય. એવું માનવામાં આવે છે કે માનવ શરીરમાં સાત કેન્દ્રો આવેલા હોય છે. યોગ જ્ઞાન મુજબ માનવ શરીરમાં ઉર્જા અને શક્તિના સાત કેન્દ્ર હોય છે, એને ચક્ર કહેવામાં આવે છે. લગ્નમાં વર-વધૂ સાત ફેરા લઇને પોતાની સમસ્ત ઉર્જા અને શક્તિ એકબીજાને સમર્પિત કરવાનું વચન લે છે. રિવાજો મુજબ સાત ફેરા ના થાય ત્યાં સુધી લગ્ન અધૂરાં માનવામાં આવે છે. સાસરે આવ્યા પછી નવદંપતીને પોંખવામાં આવે છે અને નવવધૂ સાસરિયાંમાં કુમકુમ પગલાં પાડે છે.

તે પછી પરંપરા પ્રમાણે છેડાછેડી છોડવી, મીંઢળ છોડવા, સોપારી રમવું વગેરે સામાજિક વિધિ સાસરિયાંમાં થાય છે અને નવદંપતી સ્વજનો, વડીલોના આશીર્વાદ તથા મિત્રો, સખીઓની શુબેચ્છા સાથે પોતાના નવજીવનનો પ્રારંભ કરે છે. ભારતમાં લગ્ન નક્કી થાય ત્યારથી તેની તૈયારી થવા લાગે છે અને એટલા રિવાજ હોય છે કે ઘણીવાર બે પરિવાર વચ્ચે રિવાજને લઇને માથાકૂટ થઇ જતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અને તે મામલામાં જ મહિલાએ દુલ્હાને થપ્પડ મારી દીધો હતો. આ વીડિયો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by SY Entertainment (@syentertainmentsy)


વરરાજાને મહિલાએ માર્યો લાફો

હિન્દુ રિતી રિવાજ અનુસાર લગ્નમાં ફેરા થયા બાદ બીજા દિવસે એક રિવાજ હોય છે જેમાં પુરુષો સવારે આંગણામાં બેસે છે અને પહેરામણી થાય છે. મજાક તરીકે તેમને ચાંદલો લગાવવામાં આવે છે અને આ રિવાજમાં કેટલીક મહિલાઓ વરરાજા સાથે મજાક કરે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા આ રિવાજ દરમિયાન વરરાજાને લાફો મારીને ભાગવા જઇ રહી છે પરંતુ દુલ્હો તેનો હાથ પકડી લે છે.

image source

જમીન પર પડ્યા અને વીડિયો વાયરલ

હાથ ઉઠાવનાર મહિલા તો પડી જાય છે પરંતુ સાસરામાં આ રીતનો માહોલ થોડા અજીબ થઇ જાય છે. લોકો આ પ્રકારની રસમોની મજાક પણ બનાવે છે અને વીડિયો સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થયો હતો. લાફો માર્યા બાદ મહિલા જમીન પર પડી ગઇ હતી અને લોકોએ ખુબ મજાક પણ બનાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *