કોરોના સહિત કેવો પડશે વરસાદ, આ સાથે જાણો ગ્રહોની ચાલ જોતા અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલે ગ્રહોની ચાલને મોટી આગાહી પારખીને કરી છે, કોરોના સહીત વરસાદ કેવો રહેશે જાણો વિગતે.

image source

કોરોના મહામારીએ ગત વર્ષના અંતથી જ આખાય વિશ્વને પોતાના ભરડામાં અજગરની જેમ લીધું છે. આવા સમયે મહામારીએ પોતાની સંપૂર્ણ શક્તિ સાથે જયારે લોકોના શ્વાસ રૂંધી નાખ્યા છે, અને જીવવું હોય તો જરૂરી સુરક્ષા સાથે જ મનુષ્યને રહેવા માટે મજબુર કરી દીધા છે.

આખાય વિશ્વભરમાં કોરોના વાયરસ સામે સીધી લડત લડતા સ્વસ્થ્ય કર્મચારીઓ અને નિષ્ણાંતો એને ખત્મ કરવાનો માર્ગ શોધવામાં લાગી ગયા છે. આવા સમયે આખી દુનિયાના લોકોમાં એક જ ડર ઝળકી રહ્યો છે કે આખર ક્યારે આ મહામારીનો અંત આવશે. જો કે વિશ્વના માથે આવી પડેલી આ મહામારીનો જવાબ કોઈ પણ દેશ કે વ્યક્તિ પાસે હજુ સુધી નથી.

image source

અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી

કોરોનાની સમસ્યા ઓછી હોય તેમ આપણા ગુજરાતમાં મેઘરાજાએ પણ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જો કે હજુ તો અમુક જ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ અંગે એક મોટી આગાહી કરી છે. એમણે જણાવ્યું છે કે આજથી એટલે કે ૧૮ જુનના દિવસથી જ રાજ્યના વાતાવરણમાં અનોખો બદલાવ જોવા મળશે. આ બદલાવ સાથે જ વરસાદી માહોલ પણ જોવા મળશે અને 21 થી 25 જૂનના ગાળામાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પણ પડશે. 29 જૂનથી લઈને જુલાઈના પ્રથમ અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે.

image source

ખેડૂતો પણ વરસાદની રાહ જોઇ રહ્યા છે

રાજ્યની હવામાન જાણકારી ગ્રુપની મંગળવારે યોજાયેલ ઓનલાઈન ચર્ચામાં હવામાન વિભાગ તરફથી એવી માહિતી આપવામાં આવી હતી કે રાજ્યમાં બે અઠવાડિયા દરમિયાન વધારે વરસાદની શક્યતા ઓછી દેખાય છે. પણ 26 જૂનથી 2 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. જો કે આ બેઠકમાં હવામાન વિભાગ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુજબ જણાવ્યું હતું કે, આ અઠવાડિયે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવા અને સામાન્ય વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે.

image source

આ ઉપરાંત એમણે કહ્યું હતું કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં હવાનું હળવું દબાણ દેશના મધ્યપ્રાંતમાં રહેતું હોવાથી 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે. જો એક ખેડૂતો પણ હવે સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે. કારણ કે પ્રી મોનસૂન વરસાદ સારો થયો હોવાથી ખેડૂતોએ પણ વાવણી કરી દીધી છે.

15 જુન સુધી રાજ્યમાં 11.46 ટકા વરસાદ

image source

રાજ્યમાં 15 જુન સુધીમાં 11.46 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. જો કે છેલ્લા 30 વર્ષમાં રાજ્યમાં સરેરાશ ઋતુ મુજબ 831 મિલીમીટર જેટલો વરસાદ થાય છે. જેની સામે આ વખતે અત્યાર સુધીમાં 95.25 મિલીમીટર એટલે કે 11.46 ટકા જેટલો વરસાદ નોધાયો છે. જો કે હજી સુધી કચ્છ વિસ્તારના અબડાસા, લખપત અને દ્વારકાના દ્વારકા તાલુકામાં વરસાદ નથી પડયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત