ચોમાસાના આગમન પછી સાપુતારાની આ તસવીરો તમારું પણ મન મોહી લેશે, 16 જૂન સુધીમાં અનેક જગ્યાએ ભારે વરસાદની શક્યતા

રાજ્યના ઘણા વિસ્તારોમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો ક્યાંક હળવા વરસાદથી લોકોને થોડી ગરમીમાંથી રાહત મળી રહી છે. સૌરાષ્ટ્રના અમેરિલી અને વલસાડના વિસ્તારોમાં વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી હતી તો કેરીના પાકને નુકશાન થતા ખેડૂતોની ચિંતા વધી છે. નોંધનિય છે કે ગુજરાતમાં ચોમાસાનું ધીમી ગતીએ આગમન થઈ ગયું છે.

દિન-પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત બદલાવના પગલે દક્ષિણ-પશ્ચિમી પવન અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. નોંધનિય છે કે, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં થોડા દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હવે ધીમે ધીમે મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. નોંધનિય છે કે છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો હતો.

image source

તો બીજી તરફ ગુજરતામાં ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા મુજબ આગામી 16મી જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્તિ કરી છે. નોંધનિય છે કે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 5 દિવસમાં ચોમાસાનું આગમન થઈ જશે. હવામાન‌ વિભાગની આગાહી પ્રમાણે 11થી 16 જૂન સુધીમાં ગુજરાતના 21 જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ વલસાડ, દમણ, દાદરા નગરહવેલીના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો તથા અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેથી આગામી 5 દિવસમાં લોકોને ગરમીમાંથી થોડી રાહત મળે તેવી શક્યાતા.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 12 જૂને અમદાવાદ, આણંદ, રાજકોટ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો બીજી તરફ 12 અને 13 જૂને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, દમણ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સોમનાથ, દીવમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે 13 અને 14 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, દમણ, ભાવનગર, અમરેલી, સોમનાથ દીવમાં વરસાદી માહોલ છે.

image source

આ ઉપરાંત 14 અને 15 જૂના રોજ દક્ષિણ વિસ્તારમાં વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત 15 અને 16 જૂનના રોજ મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાગ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવગનર, અમરેલી, ગીર સોમનાથ, દીવ વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

નોંધનિય છે કે, દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, જેની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. આ ઉપરાંત 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત્ ચોમાસું બેસી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!