વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર, આ તારીખોએ આવશે ધનાધન વરસાદ

આ વર્ષે ચોમાસાએ દેશમાં ધમાકેદાર એન્ટ્રી કરી અને શરુઆતના થોડા દિવસોમાં દેશના કેટલાક રાજ્યોને પાણીપાણી કરી દીધા પરંતુ ત્યારબાદ છેલ્લા 1 મહિનામાં દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સાવ ઓછો વરસાદ નોંધાયો છે. હાલની સ્થિતિમાં તો લાગે છે કે મેઘરાજા બરાબર વરસ્યા નથી અને આમ અધુરા વરસાદે જ દેશમાંથી ચોમાસાએ વિદાઈ લઈ લીધી હોય.

image soucre

વરસાદ ન થવાના કારણે હવે ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે. પહેલા વરસાદ બાદ કરેલી વાવણી માટે હવે વરસાદ જરૂરી છે તેવામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતાનો કોઈ પાર નથી રહ્યો. જો કે આ ચિંતાને હળવી કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 15 ઓગસ્ટ સુધીમાં નૈઋત્યનું ચોમાસુ તેની નોર્મલ સ્થિતિ મુજબ નોર્થ ઇસ્ટ દિશામાં ગતિ કરશે. તેના કારણે નોર્થ ઇસ્ટના રાજ્યો ઉપરાંત ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે 12થી 15 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં વરસાદ લાવતી સિસ્ટમ સર્કિય થશે અને 17 ઓગસ્ટ પછી રાજ્યમાં સારો એવો વરસાદ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન જો અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં લો પ્રેશર કે તેવી સિસ્ટમ સર્જાશે તો ચોમાસાને વેગ મળશે.

image socure

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાઉથવેસ્ટ રાજસ્થાન અને બિહારમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે તેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી આશા છે. આ તમામ પ્રકારના વાતાવરણની સાથોસાથ જો દરિયામાં કોઈ મજબૂત સિસ્ટમ નહીં સર્જાય તો વરસાદનો આ રાઉન્ડ પણ સાધારણ જ રહેશે.

image soucre

હાલની જે સ્થિતિ છે તે અનુસાર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ સારો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. જણાવી દઈએ કે શરુઆતમાં વરસાદના એક-બે જોરદાર રાઉન્ડ બાદ ગુજરાતમાં વરસાદ થયો નથી. રાજ્યમાં આ વર્ષે વરસાદની ઘટ છે તેવામાં ખેડૂતોની ચિંતા વધી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 51 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે સીઝનનો કુલ વરસાદ 36 ટકા જેટલો જ થયો છે. જો હવે વરસાદ ખેંચાશે તો ખેડૂતોના પાકને નુકસાન થશે અને સાથે જ રાજ્યમાં પાણીની પણ અછત સર્જાઈ શકે છે.

image soucre

આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે 15 ઓગસ્ટ બાદ વરસાદ થવાની જે આગાહી કરી છે તેને લઈ લોકો અને ખેડૂતોની પણ આશા બંધાઈ છે. જો વરસાદનો આ રાઉન્ડ પણ સામાન્ય રહેશે તો રાજ્ય પર ચિંતાના વાદળ ઘેરાઈ વળશે. આ વર્ષે ઓગસ્ટ માસમાં દર વર્ષે થતો હોય તેના કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. દર વર્ષે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં 450 મીમી વરસાદ થઈ જતો હોય છે જ્યારે આ વર્ષે 253 મીમી જ વરસાદ થયો છે.