અંબાલાલ પટેલે કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, આ તારીખોમાં ખાસ સાચવજો, છે ભારે વરસાદ થવાની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, આ તારીખથી ભારે વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી.

ઉનાળાની ગરમીથી ત્રાસી ઉઠેલા લોકો વરસાદના આગમનથી થોડા ખુશ જણાઈ રહ્યા છે. ગુજરાતના ઘણા ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે.હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો વળી કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે.

આમ છતાં હજુ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં સારા વરસાદના વાવડ નથી. આગામી તા.23, 24, 25માં ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તા.26-27માં ઘણા ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.

image source

જૂન તા.29થી જુલાઈ તા.7 સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા પણ રહેલી છે. તા.23 જૂને ગતિ બીજ વાદળોમાં ગરકાવ લેતી ઊગે તો સારું. આ દિવસે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ જણાઈ રહી છે. અષાઢ સુદ પાંચમે સમીસાંજની વીજળી સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. લાલ ભડાકા જેવી વીજળી સારી નહીં ગણાય

image source

અષાઢ સુદ છઠ્ઠે વરસાદ થાય તો અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. તા.26 જૂન સુધીમાં આરાસુરના અમુક વિસ્તારો, અરવલ્લીના અમુક ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ભાગોમાં, મધ્ય ગુજરાતના વિસ્તારમાં, અમદાવાદ-ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે.આ સમયમાં પણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે.

image source

જુલાઈ તા.2-3માં મુંબઈ-મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા જણાઈ રહી છે. તા.૭ જુલાઈ સુધીમાં પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહે તેમ અંબાલાલ દા. પટેલે જણાવ્યું છે.

image source

અંબાલાલ પટેલે કરેલી આગાહી પરથી લાગી રહ્યું છે કે આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં ભરપૂર રહેશે. એવામાં દુષ્કાળની પરિસ્થિતિ તો નહીં જ સર્જાય એ ખ્યાલ આવી ગયો પણ જો આ કોરોના વાયરસની મહામારીના કપરા સમયમાં જ્યાં લોકો પહેલેથી જ પોતાના ધંધા રોજગાર ગુમાવીને મોટી સંખ્યામાં બેરોજગાર બન્યા છે ત્યારે જો અતિવૃષ્ટિની સમસ્યા સર્જાશે તો કદાચ આ આપના ખેડૂત ભાઈઓ માટે પણ કપરો સમય સાબિત થશે.

image source

વર્ષ 2020 માં લોકોએ ઘણું વેઠયું છે બસ હવે ભગવાનને એટલી જ પ્રાર્થના કે હવે આગળ વરસાદના કારણે કોઈ મોટી હોનારત ન થાય તો સારું. નહિ તો આ માનવજાતને ફરી પાછી કુદરતની એક લપડાક ખાવાનો વારો આવશે જ. બસ હવે તો એટલું જ જોવાનું કે આ વર્ષ 2020 જેમ તેમ કરીને પૂરું થાય તો સારું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત