નવેમ્બરની આ તારીખે જોવા મળશે ચંદ્રગ્રહણ, જાણો જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણ સમયે ક્યુ કામ કરવુ અને ક્યુ ના કરવું, સાથે જાણો સુતક લાગશે કે નહિં

સુર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ આમ તો એક ખગોળીય ઘટના છે. આમ છતા જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેની આપણા પર અસર થતી હોય છે. નવેમ્બર મહિનાના અંતમાં આ વર્ષે ગ્રહણ થવાનું છે. આ ગ્રહણ ચંદ્રગ્રહણ હશે, જે 30 નવેમ્બરના રોજ થશે. આ ગ્રહણ એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ ગ્રહણ કારતક મહિનાની પૂર્ણિમાની તારીખે વૃષભ અને રોહિણી નક્ષત્રમાં રહેશે.

image source

જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં ગ્રહણોની ઘટના વિશેષ મહત્વ ધરાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહણ પછી જીવન પર તેની સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે. જ્યારે ગ્રહણ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક સામાન્ય ખગોળીય ઘટના છે. વર્ષ 2020નું આ ગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ છે જેના કારણે તેનાથી કોઈ સુતક અવધિ માન્ય રહેશે નહીં. એવું માનવામાં આવે છે કે ઉપછાયા ચંદ્રગ્રહણમાં સુતક કાળ લાગતો નથી. ગ્રહણ પર તેની અસર જોવા મળતી નથી.

કાળશાસ્ત્ર અનુસાર સુતકને અશુભ માનવામાં આવે છે

image source

નોંધનિય છે કે કાળશાસ્ત્ર અનુસાર સુતકને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જ્યારે સૂતકનો આરંભ થાય છે આ દરમિયના તમામ દેવી દેવતાઓ કષ્ટમાં રહે છે. ગ્રહણ દરમિયાન રાહૂ અને સૂર્ય અને ચંદ્રમાં થોડી વાર માટે પોતાનો ગ્રાસ બનાવી લે છે. સુતકના આરંભથી કોઈ વસ્તુ ખાવી જોઈએ નહી. ભોજન પકાવવું જોઈએ નહી. ગ્રહણ છુટ્યા પછી સ્નાન કરી પૂજા પાઠ કરવા જોઈએ. ગ્રહણનાં સુતક કાળની વાત કરીએ તો, આ સમયમાં ઇશ્વરનું ધ્યાન અને મંત્ર જાપ કરવાનો રહે છે. પણ આ વખતે ઉપછાયા ચંદ્રગ્રહણ છે. જેથી સુતક અવધિ માન્ય રહેશે નહીં. એવું માનવામાં આવે છે કે ઉપછાયા ચંદ્રગ્રહણમાં સુતક કાળ લાગતો નથી. ગ્રહણ પર તેની અસર જોવા મળતી નથી.

ઉર્જાથી બચવા માટે ગ્રહણ બાદ સ્નાન કરવું

image source

ગ્રહણ સમયે ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જે ખરાબ પ્રભાવ નાખે છે માટે આ ઉર્જાથી બચવું જોઈએ. આ ઉર્જાથી બચવા માટે ગ્રહણ બાદ સ્નાન કરવું જોઈએ. જ્યારે ગ્રહણ દરમિયાન ભોજન ન બનાવવું જોઈએ અને ન તો ભોજન કરવું જોઈએ. જ્યારે ગર્ભવતી મહિલાઓએ ઘરમાંથી ન નીકળવું જોઈએ. બાળકોએ બહાર ન નીકળવુ તેમજ નરી આંખે ગ્રહણ ન જોવુ જોઈએ.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ એક ખગોળીય ઘટના

image source

આપને જણાવી દઇએ કે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ એક ખગોળીઘટના છે. ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા પૃથ્વીની ઠીક પાછળ તેની પ્રચ્છાયામાં આવે છે. જ્યોતિષિઓ અનુસાર, રાહુ-કેતુ સમય-સમય પર સૂર્ય અને ચંદ્રમા પર ગ્રહણ લગાવે છે. તેમનો 12 રાશિઓ પર સીધી અસર પડે છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ દાન અને સ્નાન કરવાની પરંપરા છે.

30 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણમાં સુતક અવધિ માન્ય રહેશે નહીં

image source

સુતક અવધિ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા અને સૂર્યગ્રહણના 12 કલાક પહેલાં માન્ય છે. સુતક કાળ દરમ્યાન પૂજા પાઠ અને કોઈ શુભ કાર્ય થતા નથી. સુતક કાળ શરૂ થતાંની સાથે જ મંદિરોનાં દરવાજા બંધ થઈ જાય છે. 30 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણમાં સુતક અવધિ માન્ય રહેશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,