Site icon News Gujarat

અધધધ..વર્ષો બાદ પણ આ મંદિરનું રહસ્ય નથી ઉકેલી શક્યું કોઇ, એક નાગ જે શિવલિંગને વિંટળાઇને રોજ રોવે છે અને આટલા કલાક મંદિર રહે છે બંધ

અહીં બધું ખૂબ વિચિત્ર છે, આ મંદિરમાં દરરોજ એક સાપ શિવલિંગ દર્શન કરવા આવે છે. તે સાપ અહીં ફક્ત આવતો નથી, પરંતુ કલાકો સુધી આ મંદિરના ભગવાનની સામે બેઠો રહે છે જાણે કે તે ભગવાન શિવને કંઇક બોલી રહ્યો હોય. લોકોને આશ્ચર્ય થાય છે કે આ સાપ કોણ છે? તે ક્યાંથી આવે છે? કેમ આવે છે? આ પાછળનું રહસ્ય શું છે?

આ તે અદ્ભુત મંદિર છે જ્યાં પાંચ કલાક માટે ભક્તો માટે દર્શન બંધ રાકવામાં આવે છે. કારણ કે તે પાંચ કલાક દરમિયાન દરરોજ એક સાપ શિવ મંદિરમાં આવે છે. તે લાંબા સમય સુધી શિવ મંદિરમાં બેસે છે, એવું લાગે છે કે જાણે તે ભગવાન શિવની ઉપાસના કરી રહ્યો છે અને પછી નીકળી જાય છે. આ એક દિવસની વાત નથી, પરંતુ આ મંદિરની દૈનિક ઘટના છે. લોકોને આશ્ચર્ય થાય છે કે આ રહસ્યમય સાપ પાછળનું સત્ય શું છે?

image source

આ અદભૂત મંદિર ક્યાં છે

આ અદભૂત મંદિર ઉત્તર પ્રદેશના આગ્રાના સૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના સલેમાબાદ ગામમાં સ્થિત છે. લોકો આ શિવ મંદિરને નાગવાળા મંદિરના નામથી પણ ઓળખે છે. અહીંનું દૃશ્ય ખૂબ વિચિત્ર હોય છે, જ્યારે આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવતા લોકો પણ દરરોજ અહીં આવતા નાગને નમન કરે છે.

સ્થાનિક લોકોના મતે, આ સાપને લગતી વિવિધ વાર્તાઓ છે. કેટલાક ગામલોકો આ મંદિરમાં આવતા સાપની એક ખૂબ જ રસપ્રદ કથા સંભળાવે છે. તેઓ કહે છે કે અમારા પૂર્વજો અને બાપ-દાદા અમને કહે છે કે આ શિવ મંદિરમાં સર્પનું આવવુ ખૂબ જૂનું છે. શરૂઆતમાં, જ્યારે તે નાગ મંદિરમાં આવ્યો ત્યારે અહીંના લોકોમાં હંગામો મચી ગયો હતો. દૂર દૂર સુધી ગામમાં ધૂમ મચી ગઈ હતી કે નાગ શિવ મંદિરમાં આવ્યો છે. પરંતુ બીજા દિવસેથી તે નાગ દરરોજ મંદિરમાં આવવા લાગ્યો.

image source

આ સાપ અને મંદિરની કથા શું છે

સ્થાનિક લોકોના મનમાં ડર પેસી ગયો કે ક્યાંક આ સાપ લોકોને નુકસાન ન પહોંચાડે. આ મંદિરમાં દરરોજ આ સાપ શા માટે આવે છે તે જાણવા, દૂર ગામમાંથી એક સંતને બોલાવવામાં આવ્યા. તે સર્પને જોઈને, તે સંતો ધ્યાન મુદ્રામાં બેસી ગયા. તે સંતો લગભગ પાંચ કલાક ધ્યાનની મુદ્રામાં બેઠા રહ્યા. ધ્યાન કર્યા પછી, તેમણે ગામના લોકોને સાપની વિશે કહેલી વાર્તા આશ્ચર્યથી ભરેલી હતી.

તે સંતોએ જણાવ્યું હતું કે પ્રાચીન કાળમાં આ શિવ મંદિરના પૂજારી પંડિત દયા શંકર નામના વ્યક્તિ હતા. તે દિવસ-રાત ભગવાન શંકરની ઉપાસનામાં મગ્ન રહેતા હતા. તેમણે પોતાની ઝૂંપડી આ મંદિરની નજીક જ બનાવી હતી. એક દિવસ પવન આવ્યો અને તેમની ઝૂંપડીનવી છત હવામાં ઉડી ગઈ. પુજારી પંડિત દયા શંકર પોતાની ઝુપડીની નવા છત બનાવવા માટે જંગલમાં લાકડા, ઘાસ વગેરે તોડી લાવ્યા. ઘણી મહેનત પછી તેણે પોતાની ઝૂંપડીની છત તૈયાર કરી. તેમણે બસ હવે તે છતને ઝુપડી ઉપર લગાવવાની હતા.

image source

પુજારીને પોતાની છત બનાવત બનાવતા સવારથી રાત થઈ ગઈ હતી. અંધારું થઈ રહ્યું હતું જેના કારણે હવે પૂજારી પંડિત દયા શંકરને ઓછુ દેખાતુ હતુ. પરંતુ તેઓએ વિચાર્યું કે હું આજે જ મારી ઝૂંપડી ઠીક કરી લઉ. તેમણે તૈયાર કરેલી છતને ઝૂંપડીની ઉપર મૂકી. હવે છતને બાંધવા માટે એક જાડા દોરડાની જરૂર હતી. તેમની આસપાસ કોઈ જાડી દોરી જોવા મળતી ન હતી ત્યારે જ તેમની નજર એક મોટી કાળી દોરી પર પડી.

તેમણે તે દોરડું ઉઠાવી લીધુ અને તેના વડે ઝુપડી છતી ખેંચીને બાંધી દીધી. તેઓએ સવારે ઉટીને જે કંઇ જોયું, તેઓ આશ્ચર્યચકિત થયા. છત બાંધવા માટે તેમણે જે કાળી દોરીનો ઉપયોગ કર્યો હતો તે દોરી નહીં પણ સાપ હતો. જેને તેમણે રાતના અંધકારમાં દોરડુ સમજીને બાંધી દીધો હતો. તે સર્પ મરી ગયો હતો, ત્યારે આકાશવાણી થઈ કે પુજારી તમે જે સર્પને મારી નાખ્યો તે કોઈ સામાન્ય સર્પ નહોતો, પરંતુ સર્પનો દેવતા હતો.

image source

પુજારીનો શ્રાપ

તમે તેને મારવાનું પાપ કર્યું છે, તેથી તમને શ્રાપ આપવામાં આવે છે કે તમે પણ આવતા જન્મમાં નાગ યોનિમાં જન્મ લેશો. પૂજારી પંડિત દયા શંકર મંદિર ગયા અને ખૂબ રડ્યા. તેમણે કરેલા કર્મ બદલ માફી માંગી, કે મેં અજાણતાં નાગ દેવતા મારવાનું પાપ કર્યું છે, પરંતુ ભગવાનનો નિર્ણય અફર હતો. શ્રાપ મુજબ, આ મંદિરના પુજારી પંડિત દયાશંકરે આવતા જન્મમાં સર્પ યોનિમાં જન્મ લીધો.

શિવ મંદિરમાં આવતા સાપ ખરેખર પૂજારી પંડિત દયા શંકર છે, જે પાછલા જન્મની જેમ આ મંદિરમાં આવે છે અને પૂજા-અર્ચના કરે છે. ભગવાન શિવના લિંગને વળગીને તે કલાકો સુધી રડે છે, હે ભગવાન, મને આ સાપની યોનિમાંથી મુક્ત કરો. હે ભગવાન, મને મારા શ્રાપથી મુક્તિ આપો જેથી હું ફરીથી માનવ યોનિ મેળવી શકું.

image source

રહસ્ય હજી ઉકેલાયેલું નથી

આ સંતની કથાને સાચી માને કે ખોટી, પરંતુ આ શિવ મંદિરમાં એક જ નાગનું નિત્ય મંદિર આવવું અને કલાકો સુધી શિવલિંગની નજીક પહેવુ, એ સૂચવે છે કે આ મંદિરનો નાગ સાથે જૂનો સંબંધ છે. જે લગાવને કારણે તે સાપ અહીં રોજ આવે છે. દૂર-દૂરથી લોકો આ મંદિરનો અદભૂત નજારો જોવા માટે આવે છે. આ મંદિરમાં ભગવાન અને ભક્તનું અદભૂત મિલન જોવા મળે છે.

કેટલાક લોકો કહે છે કે આ સાપ જ્યાં સુધી તેને માનવ યોનિનું વરદાન નહીં મળે ત્યાં સુધી આ મંદિરની અંદર માથું નમાવતો રહેશે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મંદિરમાં આવતા સાપએ હજી સુધી કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. લોકોની પણ આ સાપ પ્રત્યે શ્રદ્ધા વધી ગઈ છે. લોકો આ સાપને શિવનો પરમ ભક્ત માને છે. આ મંદિરમાં આવતા ભક્તો આ સાપ સમક્ષ નમન કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version