જાન્યુઆરીમાં લગ્ન કરનાર વરૂણ ધવન બની ગયો પિતા, વીડિયો શેર કરીને ફેન્સને કહ્યું-બાળકનું નામ જણાવો…

આજે દરેક વરૂણ ધવનની અભિનય અને શૈલીના કારણે ફેન્સ તેના દિવાના છે. તે માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ કુલ સ્વભાવનો વ્યક્તિ છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેની મનોરંજક વીડિયોઝ શેર કરતો રહે છે. ખરેખર આ વખતે પણ કંઈક એવું જ થયું છે.

image source

વરુણના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે, તે બીજો કોઈ નહીં પણ એક નાનું પપી છે, જેની સંભાળ માટે વરુણ તેનો પિતા બની ગયો છે અને તેનું નામ રાખવા માટે તેના ચાહકોની મદદ લઈ રહ્યો છે. અભિનેતાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પપી એટલે કે ગલુડિયા સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. ચાહકો તેના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

image source

વરુણે આશરે 10 કલાક પહેલા આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોથી સ્પષ્ટ થાય છે કે તે તેના પપીને ખૂબ જ પસંદ કરે છે. તે તેના ગલુડિયાની સંભાળ લેવાનું પણ પસંદ કરે છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘પિતૃત્વ, હું હજી પણ મારા છોકરાનું નામ આપી શક્યો નથી. મને મદદ કરો.’ અભિનેતાના આ વીડિયો પર ચાહકોની સાથે સેલેબ્સ પણ ટિપ્પણી કરી રહ્યા છે. અભિનેતાનો આ વીડિયો 19 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)

થોડા દિવસો પહેલા અભિનેતાનો એક વીડિયો એકદમ વાયરલ થયો હતો, જેમાં તે લોકોને ડોકટરો સાથે યોગ્ય વર્તન કરવા જણાવી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘ડોકટરોને ખલેલ પહોંચાડો નહીં, તમે એવું કરી શકો નહીં’ સાથે તેઓ લોકોને ડોકટરોની પાસે ભભા રહેવાનું પણ કહેતો હતો. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો વરુણ ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘ભેડિયા’ માં કૃતિ સનન સાથે જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ ‘જુગ જુગ જિયો’ માં પણ જોવા મળશે, જેમાં અનિલ કપૂર, નીતુ કપૂર અને કિયારા અડવાણી પણ છે.

image source

બૉલીવુડ એક્ટર વરૂણ ધવન અને તેમની ફેશન ડિઝાઇનર ગર્લફ્રેન્ડ નતાશા દલાલ 24 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. વરૂણ અને નતાશાના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો સામેલ થયા. લગ્નપ્રસંગ અલીબાગના ધ મેન્શન હાઉસ રિસોર્ટમાં રાખવામાં આવ્યો હતો. વરૂણ અને નતાશાની લવસ્ટોરની બી ટાઇનમાં સૌથી વધુ ચર્ચામાં રહી છે.

image source

બન્ને એક બીજાને બાળપણથી ઓળખે છે. નતાશા, વરૂણ સાથે ભણતી હતી. બન્ને અભ્યાસ પૂર્ણ થયા બાદ ફરી વખત મળ્યા હતા અને બાદમાં બન્નેને પ્રેમ થઇ ગયો. કેટલાક વર્ષો સુધી આ સંબંધોને છુપાવવા વરૂણે કબુલ કર્યું હતું કે તેઓ નતાશા રિલેશનમાં છે. લગ્નને ખુબ જ પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!