Site icon News Gujarat

સલ્લુના ગીત પર વરુણે લગ્નમાં કરી ધમાકેદાર એન્ટ્રી, આ ઇનસાઇડ તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

બોલિવૂડ એક્ટર વરૂણ ધવને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ મહારાષ્ટ્રના અલીબાગ સ્થિત ધ મેન્શન હાઉસ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. રવિવાર, 24 જાન્યુઆરીએ વરુણ અને નતાશાએ હિંદુ ધાર્મિક વિધિઓ અનુસાર પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. લગ્ન બાદ વરૂણ અને નતાશાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

image source

આ દરમિયાન વરુણ ધવન પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક તસવીરો શેર કરી રહ્યો છે. લગ્ન બાદ તેણે હલ્દીની વિધિની તસવીર શેર કરી છે. વરુણે શેર કરતાની સાથે જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. આ તસવીરમાં વરૂણ શર્ટલેસ જોવા મળી રહ્યો છે.

image source

વરુણ અને નતાશાના લગ્ન સુધી નો ફોન પોલિસીને ફોલો કરવામાં આવી હતી. પરંતુ લગ્ન પૂર્ણ થયાની સાથે જ બનેના ફોટો અને લગ્નના ઈનસાઈડ વીડિયો સામે આવવા લાગ્યા છે. આ સાથે જ સામે આવી છે લગ્નમાં ક્યારે શું થયું તેની વાતો પણ.

image source

જાણવા મળ્યાનુસાર શનિવારે વરુણ અને નતાશાની સંગીત સેરેમની યોજાઈ હતી. સંગીતમાં મહેમાનો ડીજે બોસ્કોના તાલે મનભરીને નાચ્યા હતા. પાર્ટી સવાર સુધી ચાલી હતી. રવિવારે સવારે હલ્દી સેરેમની થવાની હતી પરંતુ રાત્રે કરેલી પાર્ટીના કારણે આ વિધિ બપોરે કરવામાં આવી હતી. ત્યારબાદ નતાશાની ચૂડા સેરેમની કરવામાં આવી.

લગ્નમાં દુલ્હા-દુલ્હને જે કપડા પહેર્યા હતા તે નતાશાએ જ ડિઝાઈન કર્યા હતા. નતાશા અને વરુણે લગ્ન માટે ડ્રેસમાં કલર કોઓર્ડિનેટ કર્યું હતું. બંનેનો લુક સિમ્પલ પરંતુ સુંદર રાખવામાં આવ્યો હતો. લગ્ન પહેલા વરુણનો વરઘોડો નીકળ્યો હતો જેમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, કુનાલ કોહલી જોવા મળ્યા હતા.

image source

વરુણ ધવને લગ્નમાં એન્ટ્રી ઘોડા પર નહીં પરંતુ ક્વોડ બાઈક પર બેસી અને કરી હતી. આ સમયે સલમાન ખાનનું સલામે ઈશ્ક ફિલ્મનું ગીત પ્લે કરવામાં આવ્યું હતું.

વરુણના લગ્નની તમામ જવાબદારી તેના મોટાભાઈ રોહિત ધવને લીધી હતી. તેણે કોરોનાની માર્ગદર્શિકા અનુસાર જ બધી તૈયારી કરી હતી. લગ્નમાં ખૂબ ઓછા મહેમાનોને બોલાવવા પાછળનું કારણ પણ કોરોના મહામારી જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version