Site icon News Gujarat

ઘરમાં દૂધ ખુલ્લુ રાખવાથી થાય છે પૈસાની તકલીફો, સાથે આ વસ્તુઓને આજે જ ફેંકી દો ઘરમાંથી નહિં તો…

આજકાલની આ ભાગ દોડ ભરેલી જીંદગીમાં એવી કઈ વ્યક્તિ છે જે શાંતિની ઈચ્છા નહી રાખતી હોય? દુનિયામાં કયાંય પણ અને કેટલી પણ સારી જગ્યાએ ફરવા જાવ પણ વ્યક્તિને શાંતિ તો પોતાના ઘરમાં જ મળે છે.

image source

‘દુનિયા નો છેડો ઘર.’ એટલા માટે આપણે ઘરની સજાવટ યોગ્ય રીતે કરવી જોઈએ. તેમજ જો કોઈ વ્યક્તિને ઘરમાં આવીને પણ શાંતિનો એહસાસ થવાને બદલે એક પ્રકારનો ઉચાટ અને ઘરનું વાતાવરણ હંમેશા તણાવયુક્ત લાગ્યા કરે છે. ઉપરાંત આપના ઘરમાં કોઈ પણ કારણ વગર કે પછી નાની નાની વાતોમાં ઝઘડાઓનું સર્જન થઈ જતું હોય અને જો આવી પરિસ્થિતિનું સર્જન આપના ઘરમાં નિયમિત રીતે જોવા મળી રહ્યું હોય તો શક્ય છે

આપના ઘરમાં કેટલીક વાસ્તુને લગતી ભૂલો થઈ રહી હોય જેના પરિણામ સ્વરૂપ આપના ઘરમાં નેગેટીવ એનર્જીની અસર જોવા મળે છે. ઘરની સજાવટ પણ આપના ઘરમાં સકારાત્મક ઉર્જાના સંચારણમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. આજે અમે આપને જણાવીશું કે, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે એવી કઈ વસ્તુઓ છે જે આપના ઘરમાં થાય છે તો નકારાત્મક ઉર્જાનો પ્રભાવ જોવા મળે છે.

image source

-ઘરની સજાવટ કરો છો ત્યારે આપે ધ્યાન રાખવું જોઈએ કે, ઘરની અંદરની તરફ બોનસાઈ કે પછી કોઇપણ કાંટાવાળા છોડને રાખવા જોઈએ નહી. જો આપ ઘરની અંદર બોનસાઈ કે પછી કોઈ કાંટાવાળા છોડ રાખો છો તો તેનાથી આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.

-આપના ઘરના કિચનમાં આપે ક્યારેય પણ દુધને ખુલ્લું રાખવું જોઈએ નહી. એવી માન્યતા છે કે, જો જે ઘરના કિચનમાં દૂધ ખુલ્લું રાખવામાં આવે છે તે ઘરના સભ્યોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. જો આપ આપના ઘરમાં આર્થિક તંગીનો અનુભવ નથી કરવા ઈચ્છતા તો આપે હંમેશા દુધને ઢાંકીને રાખવું જોઈએ.

image source

-આપે આપના ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં કોઈ ભારે વસ્તુ કે પછી ભારે મૂર્તિ મુકવી નહી. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો આપ આપના ઘરની ઉત્તર દિશા કે પૂર્વ દિશામાં કોઈ ભારે વસ્તુ કે મૂર્તિ રાખો છો તો ઘરની સુખ- શાંતિ ભંગ થવાની સંભાવનાઓ વધી જાય છે અને પરિવારમાં અડચણો ઉભી થાય છે.

-આપે આપના બેડરૂમમાં જૂતા- ચંપલ પહેરીને કે પછી લઈને જવું નહી. તેમજ આપે આપના બેડરૂમમાં જૂતા- ચંપલ રાખવા નહી. જો આપ આપના બેડરૂમમાં જૂતા- ચંપલ રાખો છો તો આપના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે એટલા માટે સારું એ જ રહેશે કે, આપે આપના જૂતા- ચંપલ બેડરૂમની બહાર જ રાખવા જોઈએ.

-આપે આપના ઘરમાં લોખંડનો કબાટ કે પછી એવી કોઇપણ લોખંડની વસ્તુને આપની પથારી પર રાખવી જોઈએ નહી.

image source

-આપે આપના ઘરની વચ્ચોવચના સ્થાન પર પાણીની ટાંકી, હેન્ડ પંપ, પાણિયારું કે પછી અન્ય કોઈ જળસ્ત્રોત હોવા જોઈએ નહી. જો ઘરની વચ્ચોવચ કોઇપણ જળસ્ત્રોત હોય છે તો આપના ઘરને આર્થિક તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

-આપે આપના ઘરમાં કોઇપણ દેવી- દેવતાઓની ખંડિત પ્રતિમાઓને રાખવી જોઈએ નહી. તેમજ આવી જો કોઈ પ્રતિમા ખંડિત થઈ જાય છે તો તેને શક્ય હોય તેટલી જલ્દી પાણીમાં પ્રવાહિત કરી દેવી.

image source

-આપે આપના ઘરમાં કોઇપણ બંધ પડી ગયેલ ઘડિયાળ, તૂટી ગયેલ કાચ કે પછી કાચની તૂટી ગયેલ વસ્તુઓને ઘરમાં રાખવી નહી તેનો તરત જ નિકાલ કરી દેવો જોઈએ. આવી વસ્તુઓને ઘરમાં રાખવાથી આપને આર્થિક નુકસાન થઈ શકે છે, માનસિક તાણમાં પણ વધારો થાય છે. તેમજ બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી કામ સમયસર પૂર્ણ કરી શકાતું નથી.

-આપે આપના ઘરના પૂજા રૂમની નિયમિત રીતે સાફ- સફાઈ કરવી જોઈએ. જૂની વસ્તુઓ, મુરઝાયેલા ફૂલ, જૂની માળાઓ, અગરબત્તીઓ ભેગી કરવી નહી. જો આપના ઘરમાં આવું કઈ થાય છે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version