વાસ્તુ અનુસાર આ રીતે ઓફિસ બનાવશો તો ક્યારે નહિં પડે ધનની ખોટ

વાસ્તુ શાસ્ત્ર મુજબ બનાવો ઓફીસ, આપને થશે ધન લાભ.

આજકાલ દરેક વ્યક્તિને સરકારી, અર્ધસરકારી, સાર્વજનિક ક્ષેત્ર્નિ સંસ્થાઓ, સાર્વજનિક કે પછી પ્રાઈવેટ બેંકસ, પ્રાઈવેટ કંપનીની ઓફિસીસમાં કોઈને કોઈ કારણોથી ચક્કર લગાવતા જ રહે છે. આપે અવ કાર્યસ્થળોનું જો બારીકાઇથી નિરીક્ષણ કર્યું હોય તો સરકારી ઓફીસ અને પ્રાઇવેટ ઓફીસના દેખરેખ, સાજસજાવટ, ત્યાં કામ કરતા કર્મચારીઓ, તેમનો વ્યવહાર, કાર્યકુશળતામાં જમીન- આકાશનું અંતર જોવા મળશે.

image source

કઈક તો કારણ હશે જ જે એક કાર્યાલયને બીજા કરતા અલગ બનાવે છે. જો કોઈ ઓફિસનું વાસ્તુ પ્રકૃતિ મુજબ છે, ત્યાની કાર્યક્ષમતા વધે છે, ધનલાભ પણ વધે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ કાર્યાલય.

ભલે એ દુકાન હોય કે પછી ઘર હોય કે પછી ઓફીસ હોય, ત્યાના કાર્યની શરુઆત કરતા પહેલા પોતાના ધર્મ અને આસ્થા મુજબ ભગવાનને યાદ કરવાથી કાર્ય કુશળતા વધે છે.સરકારી કાર્યાલયોમાં આજે પણ કર્મચારીઓ નિશ્ચિત સમય કરતા મોડા આવે છે અને કાર્યાલયને પ્રત્યે પોતનું પૂર્ણ સમર્પણ નહી હોવાના લીધે વિભાગની કાર્યક્ષમતાની દ્રષ્ટિથી પાછળ લઈ જાય છે.

image source

એક રાષ્ટ્રીયકૃત બેન્કની કેટલીક શાખાઓમાં આજે પણ પ્રબંધક આખા સ્ટાફની સાથે બેંકના કામની શરુઆત કરતા પહેલા સામુહિક પ્રાર્થના કરે છે. આપના ઓફિસમાં કોમ્પ્યુટર અને કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ હોય ટ તેને હંમેશા આગ્નેય કોણમાં જ રાખો. આ દિશા અગ્નિ દેવની દિશા છે. જો આપ ઓફિસમાં કોઈ વેઈટિંગ કે પછી મીટીંગ રૂમની વ્યવસ્થા કરો છો તો તેને હંમેશા વાયવ્ય કોણમાં જ બનાવો. વાસ્તુ શાસ્ત્ર મુજબ વાયવ્ય કોણ શુભ માનવામાં આવે છે. એક ટેબલ પર એક કર્મચારી બેસવો જોઈએ. એક કરતા વધારે કર્મચારીઓના બેસવાથી કામમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે.

image source

ઓફિસમાં કોઈપણ કર્મચારીની પીઠ મુખ્યદ્વાર તરફ હોવી જોઈએ નહી. ઓફિસમાં કિચન કે પછી કેન્ટીનની વ્યવસ્થા પૂર્વ- દક્ષિણ દિશામાં કરવાનું શુભ માનવામાં આવે છે. બાથરૂમ ક્યારેય પણ ઇશાન કોણ કે પછી ઉત્તર- પૂર્વ દિશામાં રાખવું જોઈએ નહી કેમ કે, આ દિશાઓ વાસ્તુ શાસ્ત્રમાં સૌથી વધારે શુભ માનવામાં આવે છે. ઓફિસમાં દીવાર, પરદા, ટેબલ બધી જ વસ્તુઓ હળવા રંગની હોવી જોઈએ. આપે ઓફિસમાં ક્યારેય પણ હિંસક પશુ- પક્ષી, રડતી વ્યક્તિ, ડૂબતું જહાજ, રોકાઈ ગયેલ પાણીની પેન્ટિંગ વગેરેના ફોટોસ હોવા જોઈએ નહી. આમ કરવાથી ઓફિસમાં નકારાત્મક ઉર્જા આવે છે અને કર્મચારીઓના દિમાગ પર ખોટી અસર પડે છે.

image source

આપ ઓફિસમાં હસતા બાળકો, મહાપુરુષ, વહેતું પાણી, સ્પોટ્ર્સ પર્સનવગેરેના ફોટો લગાવવા જોઈએ. આમ કરવાથી ઓફિસમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આપ પ્રેરણા આપનાર વાક્યો પણ લખાવી શકો છો.

ઓફિસમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેમ કે, ફેક્સ મશીન, કોમ્પ્યુટર, ઘડિયાળ, ફોટોકોપી મશીન, સ્કેનર વગેરે વસ્તુઓને બંધ કે પછી ગંદા રાખવા નહી.

image source

રોજ સફાઈ કરવી જોઈએ. ઓફિસનું મુખ ઉત્તર કે પછી પૂર્વ દિશા તરફ ખુલે તો તે વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ યોગ્ય હોય છે. દક્ષિણ, ઉત્તર- પશ્ચિમ, દક્ષિણ- પશ્ચિમ, પશ્ચિમ તથા વચ્ચેના ભાગ પર બનેલ બેસમેંટની ઓફીસ ક્યારેય પણ શુભ હોય નહી. ઓફીસના પ્રમુખ કે પછી માલિકની બેસવાની જગ્યાની પાછળ સખ્ત દીવારનું હોવું જરૂરી છે. બારી બિલકુલ હોવી જોઈએ નહી. મુખની એકદમ સામેની તરફ બારીનું હોવું તો પણ શુભ છે. પ્રમુખના બેસવાના સ્થાનની ઉપરની તરફ જાળ, પીઠની પાછળ અને ખભાની બાજુમાં દ્વાર કે પછી બારી કે પછી રોશનદાન આ બધી વસ્તુઓ નુકસાનકારક છે.

image source

ઓફિસમાં વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ જયારે આપ બેસો છો તો આપનું મુખ હંમેશા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ કે પછી પૂર્વ દિશા તરફ. ઉત્તર- પૂર્વની દિશા પણ સારી છે. આપે પોતાના ટેબલ પર જરૂરી ફાઈલને ઉત્તર- પૂર્વ દિશા તરફ રાખવી જોઈએ. જો આપ લોકોની સાથે તાલમેલ સારી રીતે નથી બેસાડી શકતા તો આપે પોતાના ટેબલ પર વાંસનો એક છોડ રાખવો જોઈએ.

image source

આપે ઓફિસમાં હંમેશા જૂતા પહેરીને જ આવવું જોઈએ કેમ કે, ચપ્પલ પહેરવાથી ઓફિસમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આપે ટેબલ રેક કે પછી કબાટમાં જરૂરી સામાન જ રાખવો જોઈએ. નકામો ભંગાર ભેગો કરવો જોઈએ નહી. અઠવાડિયામાં એકવાર રેક અને કબાટની સફાઈ જરૂરથી કરવી. ઓફીસના બોસની ખુરશીની પાછળની તરફ આવેલ દીવાલ પર લીલા પહાડોનું દ્રશ્ય હોય તેવું ચિત્ર લગાવવું જોઈએ આમ કરવાથી નેતૃત્વ ક્ષમતામાં વધારો થાય છે.

image source

ઓફિસમાં ઘડિયાળ હંમેશા પૂર્વ દિશા કે પછી ઉત્તર દિશા તરફ લગાવવી જોઈએ કેમ કે, ઘડિયાળ સમયનું પ્રતિક છે એટલા માટે ઘડિયાળને સકારાત્મક સ્થાન પર લગાવવી જોઈએ.

ઓફીસના ઈશાન કોણમાં નાનકડું પૂજાનું સ્થાન હોવું જોઈએ. ઓફિસના તમામ સ્ટાફને બે મિનીટ જ ભલે, પૂજા સ્થાન પર પ્રાર્થના કરવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ