4 નવેમ્બરે ધનતેરસ, રાશિ અનુસાર આ વસ્તુઓ ખરીદવાથી મળશે ત્રણ ગણું ફળ

ધનતેરસનો તહેવાર દિવાળીપર્વની શરુઆત ગણાય છે. પરંતુ આમ તો દિવાળીના પર્વની શરુઆત રમા એકાદશીથી જ થઈ જાય છે. આજે એટલે કે 1 નવેમ્બરે રમા એકાદશી અને વાઘ બારસની તિથિ એક સાથે છે. આ તિથિ અનુસાર આવતીકાલે એટલે કે 2 નવેમ્બરે ધનતેરસનો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતિર ઉપરાંત ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદનાર જે પણ વસ્તુઓ ઘરમાં લાવે છે તે આખા વર્ષમાં તેર ગણી વધી જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરમાં પૈસાની કમી નથી રહેતી.

તેમાં પણ આ વર્ષની ધનતેરસ તો અત્યંત ખાસ છે કારણ કે આ વર્ષે ધનતેરસ પર ત્રિપુષ્કર યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગ એવો છે જેમાં જે પણ કાર્ય કરો તેનું ત્રણ ગણું ફળ મળે છે. આ દિવસે ખાસ વાત એ છે કે ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ શુભ રહેવાની છે. આ દિવસે સૂર્ય, મંગળ, બુધ તુલા રાશિમાં એક સાથે ગોચર કરશે. સોમવારથી શરુ થયેલા દિપોત્સવી પર્વમાં આ વખતે પણ તિથિઓને લઈને અસમંજસ છે. સોમવારે સવારથી એકાદશી હતી જ્યારે બપોરે 1.22 કલાકથી બારસની તિથિનો પ્રારંભ થયો હતો. આ મુજબ 2 નવેમ્બરે ધનતેરસ ઉજવાશે.

ધનતેરસના દિવસે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે. આ દિવસે લોકો ખાસ કરીને ભગવાન ધન્વંતરીની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ધનતેરસ પર માતા લક્ષ્મીની સાથે ભગવાન કુબેર અને ધન્વંતરીની પૂજા કરે છે, તેનું ઘર હંમેશા ધન, ઐશ્વર્ય અને વૈભવથી ભરેલું રહે છે. ધનતેરસ પર મોટાભાગના લોકો સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓની ખરીદી કરે છે. ત્યારે આજે તમને જણાવીએ કે આ વર્ષે ધનતેરસ પર રાશિ અનુસાર કઈ વસ્તુ લેવાથી શુભ ફળ મળશે.

રાશિ અનુસાર ખરીદી

  • મેષ – સોના, ચાંદીની વસ્તુ અથવા ધાતુના વાસણ
  • વૃષભ – સોનું-ચાંદી અથવા પિત્તળના વાસણ, કોમ્પ્યુટર, મોબાઈલ જેવી વસ્તુઓ
  • મિથુન – મિલકતના દસ્તાવેજ, ખાણીપીણીની વસ્તુઓ
  • કર્ક – સોના-ચાંદીના સિક્કા, નવું વાહન કે દાગીના ખરીદી શકાય છે.
  • સિંહ – રોકાણ કરી શકાય છે, વાહન કે વીજ સાધનો ખરીદી શકાય છે.
  • કન્યા – શેરબજારમાં રોકાણ, જમીન-મકાન ખરીદી શકાય છે.
  • તુલા – હીરા, દાગીના, સોનું જેવી વસ્તુઓ
  • વૃશ્ચિક – સોના-ચાંદી, વાસણ, કાપડ, લોખંડની વસ્તુઓ
  • ધન – મૂલ્યવાન ધાતુ ખરીદવી શુભ
  • મકર – ચામડાને લગતી વસ્તુ
  • કુંભ – પુસ્તક, ઈલેક્ટ્રોનિક્સ, વાહન
  • મીન – મીઠાઈ, સોનું ચાંદી વગેરે
  • આ દિવસે વિધિવત પૂજા ઉપરાંત સૂર્યાસ્ત પછી યમરાજ માટે દીપદાન અચૂક કરવું જોઈએ. તેના માટે લોટથી બનેલો ચોમુકો દીવો બનાવવો, તેમાં સરસવનું તેલ ઉમેરી અને ઘરની બહાર દક્ષિણ દિશામાં તેને રાખી દેવું.