વાસ્તુ શાસ્ત્રના આ નિયમો તમારી દરેક સમસ્યાને કરી દે છે દૂર, વાંચી લો તમે પણ એક વાર

ધન, સમૃદ્ધિ કે સુખ જેની પણ હશે ખામી આ ઉપાય કરી દેશે દૂર

image source

દુનિયાની દરેક વસ્તુનું સંચાલન ઊર્જાથી થાય છે. જ્યાં એક તરફ સકારાત્મક ઊર્જા જીવનને ઉત્તમ બનાવે છે ત્યાં બીજી તરફ નકારાત્મક ઊર્જાના પરીણામ વ્યક્તિ માટે સારા સાબિત થતા નથી. તેવામાં જીવનમાં સકારાત્મક ઊર્જા જાળવી રાખવા અને નકારાત્મક ઊર્જાને દૂર કરવા વાસ્તુશાસ્ત્રના કેટલાક ઉપાયો કરવા જોઈએ.

વાસ્તુ શાસ્ત્રના આ ઉપાયો ઘરમાં સકારાત્મક ઊર્જાને જાળવી રાખશે અને તેને વધારશે. અન્ય શબ્દોમાં કહીએ તો જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન દરેક વસ્તુ સકારાત્મક ઊર્જા સાથે જોડાયેલી હોય છે. જો આ ઊર્જા જીવનમાં છલકાતી હશે તો જીવન પણ સુખમયી રહેશે. જ્યારે વાસ્તુ દોષ ઘરમાં સર્જાય છે ત્યારે નકારાત્મક ઊર્જાનું બળ વધી જાય છે. આવા બળને ઘટાડવા માટે નીચે દર્શાવેલા ઉપાયો કરી શકાય છે.

image source

– વાસ્તુ શાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજા ઉપર સિંદૂરથી સાથિયો કરવો જોઈએ. આ ચિન્હ નવ આંગળી લાંબુ અને નવ આંગળી પહોળું હોવું જોઈએ. આમ કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે. સાથે જ રોગ, શોક ઘટે છે અને સુખ તેમજ ખુશીઓનું આગમન થાય છે.

– ઘરના કોઈપણ પ્રકારના વાસ્તુ દોષને દૂર કરવા માટે મુખ્ય દરવાજાની એક તરફ કેળાનું અને બીજી તરફ તુલસીનો છોડ રાખવો. આમ કરવાથી ઘરના દરેક વાસ્તુ દોષ દૂર થશે અને સકારાત્મક ઊર્જાનો વાસ ઘરમાં થશે. ઘરના સભ્યોને પણ કામમાં સફળતા મળશે.

image source

– જો પ્લોટ ખરીદી લીધો હોય અને તેના પર મકાન બનાવવાનો યોગ ન સર્જાતો હોય તો તે પ્લોટ પર દાડમનો છોડ પુષ્ય નક્ષત્રમાં વાવી દો. આમ કરવાથી મકાનનો યોગ સર્જાશે.

– મોટો ગોળ અરીસો લઈ મકાનની છત પર એવી રીતે લગાવો કે મકાનની છાયા તેમાં દેખાતી રહે. આમ કરવાથી વાસ્તુ દોષનું નિવારણ થઈ જશે. વાસ્તુમાં અરીસાને ઉત્પ્રેરક ગણાવાયો છે જેના દ્વારા ઘરમાં તરંગિત ઊર્જાનો સુખદ અનુભવ થાય છે.

image source

– ઘરના મંદિરમાં ઘીનો દીવો રોજ કરવો અને શંખ તેમજ ઘંટડી વગાડવી. દીવો સંધ્યા સમયે પણ કરવો અને શંખ વગાડવો. આમ કરવાથી નકારાત્મક ઊર્જા ઘરમાંથી નીકળી જાય છે અને ઈશ્વર કૃપા પ્રાપ્ત થાય છે.

– શાસ્ત્ર અનુસાર પોતાના ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ચઢાવેલા ફૂલ, હાર બીજા દિવસે ઉતારી લેવા જોઈએ. બીજા દિવસે ભગવાનને નવા ફૂલ અને હાર ચઢાવવા. વાસી ફૂલ નકારાત્મકતા વધારે છે. તેમાં પણ મંદિરમાં તો તેને ભુલથી પણ ન રાખવા. ઘણા લોકોને આદત હોય છે ભગવાને ચઢાવેલા ફૂલ પ્રસાદ તરીકે તિજોરીમાં રાખે છે. પરંતુ આમ ક્યારેય કરવું નહીં કારણ કે તેનાથી ધન હાનિ થાય છે.

image source

– શાસ્ત્રો અનુસાર તુલસી, બીલી, નાગરવેલ, કમળકાકડી અને અન્ય ફૂલનો ઉપયોગ પૂજામાં કર્યા પછી તેને ભગવાનના ચરણોમાંથી લઈ પાણીમાં પ્રવાહિત કરવા જોઈએ. આ ફૂલ અને પૂજા સામગ્રીને કચરામાં કે જ્યાં ત્યાં ફેકવા નહીં. તેનાથી પણ દોષ લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત