GDWC, IMD અને અંકિતભાઈનું વર્તમાન વાતાવરણની સ્થિતિનું એનાલીસીસ: VIDEO

ભારતીય હવામાન વિભાગ દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તાઉતે સંદર્ભે સવારથી દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે. આ બુલેટીન અને GDWCએ જે સ્થિતિ દર્શાવી હતી તેના પરથી અંકિતભાઈએ પણ તૌકતે વાવાઝોડા અંગે મહત્વની ચર્ચા કરી હતી.

સૌથી પહેલા ભારતીય હવામાન વિભાગે સાંજના સમયે જાહેર કરેલા વાવાઝોડના બુલેટીન અનુસાર તૌકતે સ્ટ્રોમ આજે સાંજે 05:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 80 કિ.મી. દૂર સ્થિત હતું. તાઉતે વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.

હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. આ સમયે પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી પ્રતિ કલાક રહેવાની શકયતા છે.

ગઈકાલ સુધી વાવાઝોડાને ભયાનક સ્થિતિનું ગણના કરવામાં આવતું હતું. પરંતુ તેને બપોર સુધીમાં સત્તાવાર રીતે અત્યંત ભયાનક વાવાઝોડાની કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યું હતું. કારણ કે તાઉતે વાવાઝોડાની ઝડપ ૧૮૫ કિમી પ્રતિ કલાક પણ થઈ શકે છે.

IMD અને GDWC દ્વારા વાવાઝોડાના લેન્ડફોલનો સમય રાતના ૮:૩૦ થી ૧૧:૩૦ વચ્ચેનો ગણાવાયો હતો. જેની અસર સાંજથી જ વર્તાવા લાગી હતી. અંકિતભાઈએ કરેલા એનાલિસીસ અનુસાર પશ્ચિમ વિભાગ આઈબોલના લીધે દીવમાં સૌથી વધુ વરસાદ થશે જ્યારે તે સિવાય ગીર ગઢડા, તુલસી શ્યામ અમરેલી, જસદણ, રાજકોટ, સુરેન્દ્ર નગર, થાન, ગોંડલ, મોરબી, રાધનપુર પરથી પણ તે પસાર થશે.

જો કે અમરેલી અને ભાવનગરમાં સૌથી વધારે અસર વર્તાશે. અહીં લેન્ડફોલનો સમય ૮:૩૦ થી ૧૧:૩૦ કલાકનો હોય શકે છે. જો કે તેની અસર પશ્ચિમ-ઉત્તરમાં ઓછી રહેશે. કચ્છ અને નલિયામાં પવનની ઝડપ ૮૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકથી ઓછી હશે. આ વાવાઝોડાની અસર સાબરકાંઠા સુધી અસર જોવા મળશે. આ એનાલિસીસ અનુસાર લેન્ડફોલ બાદ આઈબોલમાં ભંગાણ થવાથી તેની અસરમાં ઘટાડો જોવા મળી શકે છે.

શું હોય છે આઈબોલ ?

વાવાઝોડાના મધ્યભાગને આઈબોલ કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં તેને કેન્દ્ર પણ કહેવામાં આવે છે. આઈબોલની પહોળાય આશરે 30 કિલોમીટર સુધી હોય શકે છે. તેની ચારે તરફ બોર્ડર હોય છે. આંખની આજુબાજુ સતત વીજળી થતી રહે છે. કેન્દ્રની આજુબાજુ અનેક લેયર બનતી રહે છે જે કિલોમીટર દૂર સુધી ફેલાયા કરે છે. આઈબોલની અંદર પવનની ગતિ 45થી 100 કિમી પ્રતિ કલાક હોય છે.

આ સાથે જ આવતીકાલે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ૮૦ થી ૬૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જયારે પૂર્વ વિસ્તાર તરફ પશ્ચિમ કરતા ઓછી અસર જોવા મળી શકે છે. આ સિવાય દીવ, ગીરગઢડા, તુલસી શ્યામ, જસદણ, રાજકોટ, અમરેલી, મોરબી, ધોળકા, ધંધુકા સહિત અન્ય કેટલાક સંબંધિત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!