વેક્સિનેશન 2.0: હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? જાણો સરકારે આ માટે શું કરી ખાસ વ્યવસ્થા

કોરોના વાયરસ વેક્સિન તા. ૧ માર્ચ, ૨૦૨૧ એટલે કે, આજ રોજથી સામાન્ય નાગરિક સુધી પહોચાડવામાં આવી રહી છે ત્યારે વેક્સિનેશનના બીજા તબક્કામાં પ્રવેશ કરી લીધો છે. વેક્સિનેશનના બીજા તબક્કામાં ૬૦ વર્ષ કરતા વધારે ઉમર ધરાવતા નાગરિકો અને ૪૫ વર્ષ કરતા કરતા વધારે ઉમર ધરાવવાની સાથે ગંભીર બીમારીથી પણ પીડાઈ રહ્યા હોય તેવા નાગરિકોને કોરોના વાયરસની વેક્સિન આપવામાં આવશે. કોરોના વાયરસની વેક્સિન માટે આપે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ત્યાર બાદ આપને તારીખ આપવામાં આવશે જે તારીખ આવે તે દિવસે આપ વેક્સિન લઈ શકો છો. ત્યાં જ હવે પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં આપ પૈસા ખર્ચ કરીને પણ કોરોના વાયરસની વેક્સિન લગાવડાવી શકો છો, એના માટે સરકાર દ્વારા દર નક્કી કરવામાં આવ્યા છે.

image source

સરકાર દ્વારા તેના ઓફીશીયલ ટ્વીટર સહિત અન્ય સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો મારફતે નાગરિકોને કોરોના વાયરસની વેક્સિન
વિષે જાણકારી આપવામાં આવી રહી છે, તેમ છતાં ઘણા બધા લોકોના મનમાં હજી પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

image source

આવી પરિસ્થિતિમાં વેક્સિન લઈને કેટલાક લોકોના મનમાં એવા પણ પ્રશ્નો છે કે, વૃદ્ધ વ્યક્તિઓ કે પછી જેઓ ઘરની બહાર નથી જઈ
શકતા અથવા આરોગ્ય કેન્દ્ર સુધી જવા માટે સક્ષમ ના હોય તેવી વ્યક્તિઓને કોરોના વાયરસની વેક્સિન કેવી રીતે આપવામાં આવશે. કે પછી આરોગ્ય સેતુ એપ પરથી પણ વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવી શકાય છે? આવી પરિસ્થિતિમાં અમે આપને કેટલાક પ્રશ્નોને સંબંધિત જવાબ વિષે જણાવીશું.

વૃદ્ધ નાગરિકો માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે?

image source

આકાશવાણી સમાચારમાં આપવામાં આવેલ જાણકારી મુજબ, એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા દ્વારા જણાવવામાં આવ્યું
છે કે, જે વ્યક્તિઓ વેક્સિનેશન સેન્ટર સુધી નથી પહોચી શકતા તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું છે કે, આવા વૃદ્ધ નાગરિકો માટે સ્થાનિક સ્વયંસેવકો અથવા ગામના લોકોની મદદથી કોરોના વાયરસની વેક્સિન આપવામાં આવશે કે પછી આવા વૃદ્ધ નાગરિકોને વેક્સિનેશન સેન્ટર સુધી લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આરોગ્ય સેતુ એપ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકાય?

image source
image source

ડૉ. ગુલેરિયા દ્વારા આ પ્રશ્ન વિષે એવું કહેવામાં આવ્યું છે કે, અત્યારે તેની પર કામ ચાલી રહ્યું છે કે, કોરોના વાયરસની વેક્સિનના
રજીસ્ટ્રેશનની સુવિધા કોવિન અને આરોગ્ય સેતુ એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવે. જો આવું થઈ જાય છે તો તેના વિષેની જાણકારી આરોગ્ય મંત્રાલય દ્વારા કરી દેવામાં આવશે. જો આપ રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી, તો પછી આપે વેક્સિનેશન સેન્ટર પર જઈને પણ પોતાના નામનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

કેવી રીતે રજીસ્ટર કરવું જોઈએ.

image source

આ પ્રશ્ન વિષે ડૉ. ગુલેરિયા જણાવે છે કે, આવા નાગરિકો કોવિન એપની મદદથી પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી શકે છે આ સાથે જ ડૉ.
ગુલેરિયાએ કહ્યું હતું કે, જે વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નથી અને વેક્સિનેશનની કેટેગરીમાં આવે છે તે વ્યક્તિએ પોતાના આઈડી કાર્ડ અને ફોટાને સાથે લઈને સેન્ટર પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

આપને કેવી રીતે ખબર પડશે?

image source

આ પ્રશ્ન વિષે જણાવતા ડૉ.ગુલેરિયા કહે છે કે, ‘લિસ્ટમાં આપનું નામ છે કે નહી તેના વિષે આપ કોવિન એપની મદદથી જાણી શકો છો.’
આપને જણાવી દઈએ કે, આપને રસી આપી દીધાની સુચના મોબાઈલ પર એસએમએસ મોકલીને આપવામાં આવશે. કોરોના વાયરસના
વેક્સિનેશન સેન્ટર પર આપને રજીસ્ટ્રેશન કરાવશો ત્યારે સેન્ટર તરફથી આપને તારીખ આપવામાં આવશે અને આપે તે તારીખના દિવસે જ આપને વેક્સિન આપવામાં આવશે. આવી પરિસ્થિતિમાં જો આપને તે દિવસે નંબર નથી આવતો તો આપને આવનાર અન્ય તારીખ આપી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!