આ હિરોઇન સાથે રાત વિતાવવા માંગતો હતો અંડરવર્લ્ડ ડોન, પણ સુંદરતા જ બની ગઈ મુસીબત

આ હિરોઇન સાથે રાત વિતાવવા માંગતો હતો અંડરવર્લ્ડ ડોન, સુંદરતા જ બની ગઈ હતી મુસીબત.

હિન્દી સિનેમામાં ઘણી અભિનેત્રીઓ પોતાની સુંદરતાના કારણે જાણીતી બની છે. વાત પછી રામ તેરી ગંગા મેલીવાળી હિરોઇન મંદાકિનીની કરો કે પછી પાપા કહેતે હેની એક્ટ્રેસ મયુરી કાંગોની. આ એવી અભિનેત્રીઓ છે જેમની ફિલ્મોથી વધુ સુંદરતા ચર્ચામાં રહી હતી. પણ સમયની સાથે એમને ગ્લેમરની દુનિયાને અલવિદા કહી દીધું. આજે આપણે એવી જ વિરાના ફિલ્મની સુંદર હિરોઇન જેસ્મીન વિશે વાત કરીશું. શુ તમે જાણો છો જેસ્મીન હવે ક્યાં છે અને શું કરે છે.?

image source

ફિલ્મમાં જેસ્મીન એક જ એવી ચુડેલ હતી, જેનાથી લોકો ડરતા નહોતા પણ એની સુંદરતાના કાયલ જરૂર થઈ જતા. વિરાના પછી જેસ્મિને અન્ય ઘણી હોરર ફિલ્મોમાં કામ કર્યું જેમાં બંદ દરવાજા, ડાક બંગલા અને પુરાની હવેલી જેવી ફિલ્મો સામેલ છે. પણ સૌથી વધુ ચર્ચા થઈ હતી વિરાના ફિલ્મની. આ ફિલ્મ વર્ષ 1988માં રિલીઝ થઈ હતી.

image source

વિરાના પછી બૉલીવુડ પણ જેસ્મીનથી વિરાના થઈ ગયું. આ ફિલ્મ પહેલા પણ એમની બે જ ફિલ્મો આવી હતી. કહેવામાં આવે છે કે અંડરવર્લ્ડ ડોન જેસ્મીનની સુંદરતા પર ફિદા થઈ ગયા હતા. જેસ્મીનને રોજ અંડરવર્લ્ડના ફોન આવવા લાગ્યા હતા. એ સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે જેસ્મીન અંડરવર્લ્ડથી એ હદે હેરાન થઈ ગઈ હતી કે એમને હંમેશા માટે ભારત છોડી દીધું અને ગુમનામ થઈ ગઈ.

image source

આજે પણ જેસ્મીનની કોઈ જ ખબર નથી. અમુક લોકો કહે છે કે એ લગ્ન કરીને વિદેશમાં રહે છે તો અમૂકનું માનવું છું કે હવે એ આ દુનિયામાં છે જ નહીં. એમનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ નથી. એટલે કે જેસ્મીન વિશે કોઈની પણ પાસે કોઈ સચોટ જાણકારી નથી.

image source

કહેવામાં આવે છે કે એમનું પૂરું નામ જેસ્મીન ભાટિયા છે. અમુક રિપોર્ટ્સમાં એમને જેસ્મીન ધુનના પણ કમજનવવામાં આવે છે. પ્રોડ્યૂસર અને ડાયરેકટર એનડી કોઠારીએ 1979માં આવેલી ફિલ્મ સરકારી મહેમાનમાં જેસમીનને લોન્ચ કરી હતી. આ મૂવીમાં વિનોદ ખન્ના અને અમઝદ ખાન પણ હતા.

image source

કહેવું ખોટું નહિ હોય કે આ હિરોઇનની સુંદરતા એમની માટે મુસીબત બની ગઈ અને મજબૂર થઈને એમને બધાની નજરોથી દૂર જતા રહેવું પડયું હતું. બધા માફિયા ડોન એમની સાથે રાત પસાર કરવા માંગતા હતા. જેસ્મીન એ વાતથી હેરાન થઈ ગઈ હતી.

image source

જેસ્મીન આ હીરોઇનનું અસલી નામ નહોતું. ફિલ્મોમાં બોલ્ડ પાત્ર ભજવવાને કારણે એમને પોતાનું નામ જેસ્મીન રાખી લીધું હતું. તમને જણાવી દઈએ કે વિરાનામાં જેસ્મિને હોરર પાત્ર અને નોર્મલ પાત્ર બંને ભજવ્યા હતા. ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આજે જેસ્મીનના ફેન્સ એમની યાદમાં વિરાના ફિલ્મ જોવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!