વેજ કડાઈ – બહાર હોટલમાં મળે છે એવી જ આ વેજ સબ્જી હવે બનશે તમારા રસોડે…

ઘરમાં બધાંને ભાવે એવું ટેસ્ટી પંજાબી શાક

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એક પંજાબી સબ્જી “ વેજ કડાઈ ”  આ સબ્જી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવી  બને છે આને તમે રોટી , પરાઠા , નાન , કુલચા કે જીરા રાઈસ ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ…

અને આજે મારા ઘરે થોડા સાક પણ વધી ગયા હતા તો મેં વિચાર્યું આ સાક માં થી પંજાબી ટચ આપી વેજ કડાઈ બનાવી દવ ….જે મારી દીકરી ને ખુબ જ ભાવે છે તો ચાલો શીખી લઇએ …

સામગ્રી :

ગ્રેવી માટે :::

  • – 2 ટામેટા
  • – 3 કાંદા
  • – 2 ચમચી મગજ તરી ના બી
  • – 1 નગ મરચું
  • – 1/2 ટુકડો આદુ
  • – 4-5 કળી લસણ
  • – સાંતળવા માટે તેલ
  • – પા ચમચી જીરું

મસાલા :::

  • – 2 ચમચી લાલ મરચું પાવડર
  • – ચપટી હળદર
  • – 1 ચમચી ધાણા જીરું પાવડર
  • – 1 ચમચી કીચન કિંગ મસાલો
  • – સ્વાદ મુજબ મીઠું
  • – 1 ચમચી કસૂરી મેથી
  • – 2 ચમચી દહીં

વેજિટેબલે ::

  • – 1 નગ બટેકુ ચોરસ કટ કરેલું
  • – 1 નગ કેપ્સિકમ
  • – 50 ગ્રામ ફણસી લાંબી કટ કરેલી
  • – 50 ગ્રામ કોબી લાંબી કટ કરેલી
  • – 1 વાડકી વટાણા

રીત :

1. સૌ પ્રથમ ગ્રેવી માટે પેન માં તેલ લઇ તેમાં કાંદા ,ટમેટા ,આદુ ,લસણ ,મરચું અને મગજ તરી ના બી ઉમેરી 5-10 મિનિટ સાંતળવું ….આ બધું સોફ્ટ થયી જશે ….પછી મિક્સર જાર માં પીસી લેવું …આ ગ્રેવી ને તમે કોઈ પણ પંજાબી સાક માં લઇ શકો છો ….

2.હવે બધા વેજિટેબલે ને તળી લઇ બોવેલ માં કાઢી લેવા ..વટાણા સિવાય …એટલે વેજિટેબલે ક્રન્ચી લાગશે …

3..હવે ફરી એક પેન માં ઘી અને બતર લઇ ગરમ થાય એટલે તેમાં ગ્રેવી ઉમેરવી …એટલે જરા ગરમ થઈ જાય એટલે તેમાં માસાલા કરવા ….મારચું ,મીઠું ,હળદર અને ગરમ મસાલો ઉમેરી પછી આપડે વેજિટેબલે ઉમેરવા ….અને લાસ્ટ માં કસૂરી મેથી અને દહીં ઉમેરી 5 મિનિટ રહેવા દઈ પછી ગેસ બંધ કરી સર્વ કરવું ..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.