રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ ધરાવતા અમદાવાદમાં ડોક્ટરોનો નવતર પ્રયોગ, વેંટીલેટર માટે શોધ્યો નવો વિકલ્પ

અમદાવાદ સ્થિત ઈંસ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં વેંટીલેટરને સંશોધિત કરી એક વિકલ્પ શોધી કાઢવામાં આવ્યો છે.

અહીંના નિદેશક વિનીત મિશ્રાએ કહ્યું છે કે, જે દર્દી કોરોના ઉપરાંત અન્ય બીમારી ધરાવે છે, જેમની સ્થિતિ ગંભીર છે તેમના માટે વેંટીલેટરની જરૂર પડે છે. પરંતુ તેમની પાસે હાલ મર્યાદિત માત્રામાં વેંટીલેટર છે. તેથી તેમણે આ વિકલ્પ શોધી કાઢ્યો છે.

image source

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીનું જીવન બચાવવાનો અંતિમ રસ્તો છે વેંટીલેટર. દર્દીને શ્વાસ લેવામાં સમસ્યા થાય ત્યારે વેંટીલેટર એકમાત્ર રસ્તો હોય છે. તેનાથી દર્દીને શ્વાસ લેવામાં જે સમસ્યા થતી હોય છે તે દૂર કરી શકાય છે.

વેંટીલેટરથી જોડાયેલી એક નળી દર્દીની શ્વાસનળીમાં ઉતારવામાં આવે છે. તેનાથી લોકો ફેંફસા સુધી શ્વાલ લેતા હોય છે. હાલ જે રીતે અમદાવાદમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તેવામાં આગામી દિવસોમાં વેંટીલેટરની જરૂર વધારે પડશે. અત્યારથી જ વેન્ટીલેટરની માંગ વધી રહી છે. તેવામાં આ હોસ્પિટલમાં વેંટીલેટરમાં થોડા ફેરફાર કરી એક વેંટીલેટરનો ઉપયોગ 2 દર્દી પર કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારત સરકાર પણ વેંટીલેટરની સંખ્યા વધારવા પ્રયત્ન કરી રહી છે. આ બીમારીના કારણે અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પણ વેંટીલેટર ઘટ્યા છે અને તેમને પણ ઉત્પાદન વધારવાની જરૂર પડી છે. તેવામાં ભારતમાં સ્થિતિ કાબૂમાં છે તેવામાં સરકાર વેંટીલેટર ઝડપથી તૈયાર કરાવી રહી છે જેથી કોઈ દર્દીનો જીવ વેંટીલેટરના અભાવના કારણે ન થાય.