Site icon News Gujarat

શુક્રના ઉદયથી આ રાશિઓ પર થશે તેની શુભ અસર, જ્યારે આ રાશિના લોકોએ રહેવુ પડશે સાવચેત, વાંચો તમારી રાશિ વિશે તમે પણ

શુક્રના ઉદયથી માંગલિક કાર્યોની થઈ શકશે ફરીથી શરૂઆત – આ રાશિઓ પર થશે તેની શુભ અસર

image source

31મેના રોજ અસ્ત થયેલો ગ્રહ શુક્ર 9મી જૂનની સાંજે 7 વાગીને 19 મિનિટે પૂર્વ દિશામાં ઉદય થઈ ગયો છે. તેનો ઉદય અથવા તો અસ્ત થવો પૃથ્વીવાસીઓ માટે એક મહત્ત્વની બાબત છે ખાસ કરીને માંગલિક કાર્યોમાં તેના ઉદય તેમજ અસ્તનો વિચાર દરેક સમયે કરવામા આવે છે. વૃષભ તેમજ તુલા રાશિના સ્વામી શુક્ર મીન રાશિમાં ઉચ્ચ રાશિના માનવામાં છે જ્યારે કન્યા રાશિ તેમની નીચ સંજ્ઞકરાશિ છે.

જન્મ કુંડળીમાં સંતાનોત્પત્તિ, શિક્ષા, ગૂઢ વિદ્યા, વિલાસ તેમજ બધા જ ભૌતિક પદાર્થોના કારક શુક્ર જ છે. તેના ઉદય અસ્ત થવાથી તેની સાથે સંબંધિત વસ્તુઓના ક્રય – વિક્રય પર પણ તેની અસર પડે છે. તેનો ઉદય થવો તમારી રાશિ માટે કેટલો શુભ રહેશે તેનું જ્યોતિષશાસ્ત્રીઓ વિશ્લેષણ કરતા હોય છે. તો ચાલો જાણીએ વિવિધ રાશિઓ પર તેની અસર કેવી રહેશે.

મેષ રાશિ

તમારી રાશિથી ધન ભાવમાં શુક્રનો ઉદય થવો આર્થિક પક્ષને મજબૂત કરનારો છે. કુટુંબના સભ્યો સાથેનો મનમેળ વધશે. કોઈ મોંઘી વસ્તુની ખરીદી કરી શકો છો અને ધર્મ કાર્યની બાબતમાં પણ તમે આગળ વધીને ભાગ લેશો પણ તમારા કાર્યક્ષેત્રમાં બની શકે કે તમે ષડયંત્રનો શિકાર બનો. માટે તે માટે ચેતતા રહો. સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ રહેવાની જરૂર છે ખાસ કરીને તમારી જમણી આંખનું ધ્યાન રાખવાની જરૂર છે.

વૃષભ રાશિ

તમારી જ રાશિમાં શુક્રનો ઉદય થવો તમારા માટે કોઈ વરદાનથી ઓછું નથી. માટે કોઈ પણ પ્રકારના મોટામાં મોટા કામની શરૂઆત કરવી હોય, કોઈ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાના હોય તો સમય સંપૂર્ણ અનુકુળ છે. સમાજિક પ્રતિષ્ઠા વધશે, ચુંટણી સંબંધિત કાર્ય જો તમે પૂર્ણ કરવા માગતા હોવ તો તેના માટે પણ સારા યોગ છે. શાસન તેમજ સત્તાનો સદઉપયોગ કરો.

મિથુન રાશિ

રાશિના બારમા ભાવમાં શુક્રનું ગોચર વિલાસ સંબંધીત વસ્તુઓએ પર વધારે છે. યાત્રાઓ વધારે થશે તેમ છતાં વાહન બાબતે સાવચેતી રાખવાની જરૂર છે, દુર્ઘટનાથી બચવાની જરૂર છે. વિદેશ યાત્રા કે વિદેશી નાગરિકતા માટે જો તમે અરજી કરશો તો સફળતા મળશે. કોર્ટ કચેરીના મામાલાનું પણ કોર્ટ બહાર જ નિરાકરણ આવે તો સારું રહેશે.

કર્ક રાશિ

રાશિના લાભ ભાવમાં શુક્રનો ઉદય તમારા માટે દરેક રીતે આવકનો સ્રોત વધારનારો સાબિત થશે. કુટુંબના મોટા સભ્યો અથવા મોટા ભાઈઓનો સહયોગ તમને મળી રહેશે. ઉચ્ચઅધિકારીઓ સાથે સંબંધો મધુર રાખો. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સંબંધીત કામમાં પૂર્ણ થશે. શિક્ષણને લગતી પ્રતિયોગિતામાં સફળતા મળશે તેમજ સંતાન સંબંધિત ચિંતામાંથી પણ મુક્તિ મળશે.

સિંહ રાશિ

રાશિના દસમા ભાવમા શુક્રનો ઉદય તમારા ભાગ્યના ઉદય જેવો છે આ અવધિના મધ્ય ક્ષેત્રમાં અરજીઓ તેમજ નવા કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાની દ્રષ્ટીએ સારો છે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય તેમજ કરવામા આવેલા કાર્યોની પ્રશંસા થશે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વિદેશી કંપનીઓમાં અરજી કરવાથી સારું પરિણામ મળશે.

કન્યા રાશિ

રાશિના ભાગ્ય ભાવમા શુક્રનો ઉદય તમારા મનમાં ધર્મ પ્રત્યેનો રસ ઉત્પન્ન કરનારો છે. સમાજ પ્રત્યે જવાબદારીઓને તમે સારી રીતે નિભાવશો અને ખર્ચા પણ કરશો. વિદેશ પ્રવાસનો લાભ મળશે, સંતાન સંબંધિત જવાબદારીઓ વધશે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ તેમજ પ્રાદુર્ભાવનો યોગ છે. તમારા સૌમ્ય સ્વભાવના જોરે વિકટ સ્થિતિને પણ તમે સામાન્ય બનાવી દેશો.

તુલા રાશિ

રાશિના આઠમાં ભાવમાં સ્વગ્રહી શુક્રનો ઉદય ગોચર પ્રતાપવાન બનાવશે. તમારી સફળતાથી તમારા પોતાના જ લોકો ઇર્ષા અનુભવશે અને તમને નીચું દેખાડવાના પૂરતા પ્રયાસ કરશે, માટે કામના ક્ષેત્રમાં પણ ષડયંત્રનો શિકાર થતા બચો, અને ઝઘડા તેમજ દલીલબાજીથી તો બીલકૂલ દૂર રહો. શુક્ર તમને પ્રતાપી પણ બનાવશે જેના કારણે તમારી પ્રભુતા અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ

રાશિના સાતમાં ભાવમાં શુક્રનું તમારા જ ઘરમાં બેસવું તમારા માટે એક વરદાન સમાન છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના મુખ્ય કાર્યાલયેમાંથી કામ કઢાવવાનો આ યોગ્ય સમય છે. લગ્ન સંબંધિત કાર્યમાં પણ સફળતા મળશે. સાસરી પક્ષ તરફથી પણ સહયોગ મળશે. નવા કામ તેમજ વેપારની શરૂઆત કરવાનો યોગ બને છે. દૈનિક વેપારીઓ માટે સમય ઘણો અનુકૂળ છે.

ધન રાશિ

રાશિ સાથે શત્રુભાવમાં શુક્રનું ગોચર ગુપ્ત શત્રુઓનો વધારો કરશે ખાસ કરીને ભણેલા ગણેલા લોકો તમારા શત્રુ બનશે માટે અત્યંત સ્વાર્થિ મિત્રોથી સાવધાન રહો. પ્રયાસ કરો કે આ અવધીની મધ્યમાં દેવું કે લેણ-દેણ ન કરવી પડે. મૌસાળ પક્ષથી સહયોગ મળશે. વિદેશ પ્રવાસથી પણ તમને આનંદ મળશે. વધારે ખર્ચના કારણે આર્થિક તંગીનો શિકાર પણ થઈ શકો છો માટે સાવધાન રહો.

મકર રાશિ

પાંચમાં ભાવમાં શુક્રનો ઉદય થવો શિક્ષણને લગતી કમ્પીટીટીવ એક્ઝામ્સમાં સફળતા અપાવી શકે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય વરદાન જેવો છે, માટે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે વધારે પ્રયાસ કરો. નોકરીમાં પ્રમોશન તેમજ માન સમ્માનની વૃદ્ધિ થઈ શકે છે અને નવા કોન્ટ્રાક્ટ પર સાઇન કરવી હોય તો તેના માટે પણ સમય અનુકુળ છે. પ્રેમ લગ્નના પણ યોગ બની રહ્યા છે.

કુંભ રાશિ

રાશિના ચોથા ભાવમાં શુક્રનું ગોચર મકાન, વાહનની ખરીદી સંબંધિત મુશ્કેલીઓ દૂર કરશે. માતા તેમજ પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું રહેશે. મિત્રો તેમજ સંબંધીઓનો સહયોગ મળી રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે, દાન પુણ્ય પણ કરી શકશો. ચુંટણી સંબંધીત કોઈ નિર્ણય લેવો હોય તો યોગ્ય સમય છે. શાસન સત્તાનું પૂર્ણ સુખ મળી શકે છે, ઉચ્ચાધિકારીઓ સાથે સંબંધ જાળવી રાખો.

મીન રાશિ

રાશિના પરાક્રમ ભાવમાં શુક્રનો ઉદય તમારા સ્વભાવમાં સૌમ્યતા લાવશે, તેમજ તમારા સાહસ તેમજ પરાક્રમમાં પણ વૃદ્ધિ થશે. પરિવારના મોટા સભ્ય અથવા ભાઈ બહેનો સાથે મતભેદ ઉભો ન થવા દો. કોઈ પણ કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની જાહેરાત કરવાનું ટાળો. ધર્મ-કાર્યમાં તમે આગળ વધીને ભાગ લેશો. વિદેશ યાત્રાના પણ સંયોગ બની રહ્યા છે.

Source : Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version