Site icon News Gujarat

જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને વ્યવસાયમાં લાભ જણાય

*તારીખ-૧૦-૧૧-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

સૂર્ય ષષ્ઠી છઠ(બિહાર).

*મેષ રાશિ*

આપનો દિવસ શુભ રહે છે. પ્રગતિકારક સંજોગ જણાય. કાર્યસ્થળે સાવચેતી વર્તવી.ચિંતા દૂર થશે.આશા પૂર્ણ થઈ શકે.

*વૃષભ રાશી*

પારિવારિક સમસ્યામાં સાવધાની વર્તવી.વ્યાવસાયિક પ્રશ્ન હલ થઈ શકે.ભાગ્ય યોગે પ્રયત્નો મીઠું ફળ ચાખી શકો.શત્રુ નીકારી ચાલે નહીં.

*મિથુન રાશિ*

સંતાનના પ્રશ્નો હોય ચિંતા રહે. આર્થિક ભીડ રહે.સાવચેતી વર્તવી.ખોટા ખર્ચ ટાળવા. અકસ્માતના સંજોગો સંભાળવું.

*કર્ક રાશિ*

લાભ સફળતામાં વિલંબ જણાય. ધીરજની કસોટી થતી જણાય. સ્નેહિ મિત્રોનો સહયોગ મળી રહે. વિલંબ થી મહેનતનું ફળ મળે.ગૃહ વિવાદ ટાળવો.

*સિંહ રાશી*

વિવાદિત સંજોગ જણાય. કાર્યક્ષેત્રે સમસ્યા હલ કરી શકો. કૌટુંબિક બાબત પર ધ્યાન આપવું. સમાધાનકારી વલણ કામ લાગે.

*કન્યા રાશિ*

વિવાદની સંભાવના. નોકરી-ધંધામાં તણાવ દુર થાય. સંતાનના પ્રશ્નો ધીરજથી નિર્ણય લેવો.ધાર્મિક આયોજનની સંભાવના.વ્યાજ હપ્તા નું ચુકવણું ચિંતા રખાવે.

*તુલા રાશિ*

નોકરી-ધંધામાં પ્રગતિની તક. પારિવારિક પ્રશ્ન ઉભો થતો જણાય.નાણાકીય મુશ્કેલી જણાય.અણધારી મુસાફરીની સંભાવના.ગૃહજીવનમાં શાંતિ ચિંતા જણાય.

*વૃશ્ચિક રાશિ* :-

આપના પ્રયત્નો સફળ થતાં જણાય.વ્યવસાયમાં સરળતા રહે.ભાગીદાર સાથે મનદુઃખ ની સંભાવના.ખર્ચ વધતા જણાય. સફળતાની આશા રહે.

*ધનરાશિ

મુસાફરીના સંજોગો ઉપસ્થિત થાય.આર્થિક સમસ્યાઓ હલ થતી જણાય.કાર્ય લાભ વિલંબિત લાગે.સ્વજનથી સહકાર મળે.

*મકર રાશિ*

મળેલી તક સરકે નહીં તે જોવું. વિચાર સકારાત્મક રાખવા. વિવાદથી દૂર રહેવું.વધતો ખર્ચ ચિંતા રખાવે.થોડો ટેન્શનનો માહોલ રહે.

*કુંભરાશિ*

પારિવારિક અશાંતિ ચિંતા જણાય.કામકાજમાં વધારો થાય તેથી ચિંતા રહે.મતભેદથી દૂર રહેવું.મુસાફરી ટાળવી શુભ રહે. ધીરજથી સાનુકૂળતા બને.

*મીન રાશિ*

ઘરનું વાતાવરણ સાનુકૂળ જણાય.આર્થિક ક્ષેત્ર વિચારીને જોખમ લેવું.વ્યવસાયમાં લાભ જણાય.નવી સંપત્તિ અંગે વિચારણા હોય.માનસિક ચિંતા દૂર થતી જણાય.

Exit mobile version