Site icon News Gujarat

પ્રેમની વાતું પ્રેમીઓ જાણે – માતા દીકરીના ઘરે ડિલિવરી માટે ગઈ અને વેવાઈ સાથે થઈ ગયું ઈલું-ઈલું, પછી સાથે રહેવા લાગ્યા

સુરતની એક સ્ટોરી આ પહેલાં ખુબ વાયરલ થઈ રહી હતી કે છોકરા અને છોકરીના માતા પિતાને પ્રેમ થઈ ગયો હતો અને બન્ને ભાગી ગયા હતા. ત્યારે હવે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. પરંતુ આ કેસમાં એક ખાસ વિશેષતા છે કે જેના કારણે તે ચર્ચામાં આવ્યો હતો. આ વાત છે અમદાવાદાની.

image source

જો વિગતે વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વેવાણ અને વેવાઇ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને સાથે રહેવા લાગ્યા હતા. બન્યું કંઈક એવું કે મહિલા દીકરીના ઘરે ડિલિવરી વખતે તેના ઘરે આવી અને વેવાઈ સાથે ઈલુ ઈલુ થઈ ગયું. બાદમાં જમાઈનુ મોત થતા મહિલાએ દીકરીને બીજે પરણાવી અને પોતે પૂર્વ વેવાઈ સાથે જ રહેવા લાગી હતી.

ઉલ્લેખનીય છે કે દીકરીના બીજા લગ્નમા સાસરિયાઓ મારપીટ કરતાં પરત આવી હતી. દીકરીને માતા તેના પૂર્વ સસરા સાથે રહે તે જરાય પસંદ ન હોવાથી ઘરે પરત લેવા આવી હતી. પરંતુ મહિલા સાથે રહેવા તૈયાર ન હતી અને દીકરી દબાણ કરતા મહિલા હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી.

image source

હેલ્પલાઇનની ટીમે મહિલા તેની દીકરી અને પૂર્વ સસરાને સમજાવી તેમજ કાયદાકીય સલાહ આપી હતી અને મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી હતી. એ વિશે વધારે વાત કરીએ તો મહિલા હેલ્પલાઇન 181ને પૂર્વ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો કે મારી દીકરી મને લઈ જવા માંગે છે મારે તેની સાથે નથી જવું. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી.

કહાની કંઈક એવી હતી કે ચાર વર્ષ પહેલાં મહિલા દીકરીને ત્યાં સાસરીમાં ડિલિવરી માટે રહેવા ગઈ હતી. એ દરમિયાન દીકરીના સસરા સાથે મહિલાને આંખ મળી ગઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. દોઢ વર્ષ પહેલાં જમાઈનું દારૂના વ્યસનના કારણે મોટ થતા મહિલાએ દીકરીના મરજી વિરુદ્ધ બીજા લગ્ન કરાવી દીધા હતા અને પોતે દીકરીના પૂર્વ સસરા સાથે રહેવા લાગ્યા હતા.

પણ નસીબના જોગે દીકરીને બીજા લગ્નજીવનમાં સાસરી તરફથી મારપીટની ઘટના બની અને તે પરત આવી ગયા હતા. પણ આ કેસમાં ડખો એવો થઈ ગયો કે પૂર્વ સસરા સાથે માતા રહેતી હોવાનું દીકરીને પસંદ ન હોવાથી તેમને લેવા માટે આવ્યા હતા.

image source

આ કેસમાં સમાજમાં ખરાબ વાતો થવા લાગી તેથી દીકરીએ પણ આવું ન કરવા કહ્યું હતું છતાં બંને માનતા ન હતા. છેવટે દીકરીએ આત્મહત્યાની ધમકી આપી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે ત્રણેયને સમજાવ્યા હતા. દીકરીના પૂર્વ સસરાને સમજાવ્યા હતા કે કોઈ કાયદાકીય પ્રોસેસ વગર મહિલા સાથે સંબંધ રાખવો ગુનો છે અને મહિલા અને દીકરીને પણ સમજાવ્યા હતા.

image source

વેવાઈને વૃદ્ધાશ્રમની માહિતી પણ આપી હતી. જો કે આખરે બે કલાકની મથામણ બાદ બન્ને સમજ્યા હતા. પણ હવે આ કેસને સુરતના કેસ સાથે સરખાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે અને લોકો મજા લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version