આ પુસ્તકનું વજન એટલુ કે ઉચકવા બે વ્યક્તિની જરૂર પડે, ફક્ત એક રાતમાં લખાયું હોવાનો દાવો

તમારે ખ્રિસ્તી ધર્મની આધારશીલા અને પવિત્ર ગ્રંથ બાઇબલ વિશે તો તમે જરૂરથી જાણતા હશો. પરંતુ શું તમે ક્યારેય એવા પુસ્તક વિશે સાંભળ્યું છે જેને ‘ડેવિલ્સ બાઇબલ’ એટલે કે ‘શૈતાનનું બાઇબલ’ તરીકે ઓળખાવામાં આવતું હોય. તમને આ વાત થોડી વિચિત્ર જરૂર લાગતી હશે, પરંતુ તે સાચી છે. ડેવિલ્સ બાઇબલને વિશ્વનું સૌથી રહસ્યમય શેતાની પુસ્તક માનવામાં આવે છે, કારણ કે તેમાં તેના પહેલા પાના પર શેતાનનું ચિત્ર છે. એટલું જ નહીં, પુસ્તકનાં અન્ય પાનામાં પણ શેતાનોના ચિત્રો છે.

image source

ખતરનાક પુસ્તક પણ માનવામાં આવે

ડેવિલ્સ બાઇબલને વિશ્વનું સૌથી ખતરનાક પુસ્તક પણ માનવામાં આવે છે, કારણ કે આજ સુધી તે જાણી શકાયું નથી કે તેને કોણે અને કેમ લખ્યું છે. આ શૈતાની પુસ્તકને ‘કોડેક્સ ગીગાસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે હાલમાં આ પુસ્તક સ્વીડનની લાઇબ્રેરીમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે.

image source

આ પુસ્તકનું કુલ વજન લગભગ 85 કિલો

સામાન્ય રીતે, કોઈપણ પુસ્તક કાગળના પાનાથી બનેલું છે. પરંતુ ડેવિલ્સ બાઇબલ કાગળના પૃષ્ઠોને બદલે ચામડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ પુસ્તક મનુષ્યના મનમાં ઉત્સુકતા ઉત્પન્ન કરે છે. 160 પાનાના આ પુસ્તકનું કુલ વજન લગભગ 85 કિલો જેટલું છે અને તેને ઉપાડવા માટે ઓછામાં ઓછા બે લોકોની જરીર પડે છે.

image source

આ પુસ્તક ફક્ત એક જ રાતમાં લખાયું હતું

આ પુસ્તક વિશેની એક વાત એ પણ પ્રખ્યાત છે કે તે ફક્ત એક જ રાતમાં લખાયું હતું. એવું કહેવામાં આવે છે કે એક સાધુએ 13 મી સદીમાં તેમની મઠવાસી પ્રતિજ્ઞાઓ તોડી હતી, ત્યારબાદ તેને દિવાલમાં જીવતા ચણી દેવાની સજા કરવામાં આવી હતી. આ કઠોર સજાથી બચવા માટે તેમણે એક રાતમાં એવું પુસ્તક લખવાનું વચન આપ્યું કે જે માનવ જ્ઞાન સહિત મઠને કાયમ માટે ગૌરંવાન્વિત કરે.

image source

શેતાન આ માટે સંમત થયો

તેને આની મંજૂરી આપવામાં આવી, પરંતુ કહેવામાં આવે છે કે મધ્યરાત્રિએ જ્યારે તેણે જોયું કે તે આખું પુસ્તક એકલા લખી નહીં શકે ત્યારે તેણે એક ખાસ પ્રાર્થના કરી અને શેતાનને બોલાવ્યો. તેણે શેતાનને તેની આત્માના બદલામાં પુસ્તક પૂર્ણ કરવામાં મદદ માંગી. શેતાન આ માટે સંમત થયો અને રાતભરમાં આખું પુસ્તક લખી નાખ્યું.

image source

ઓછામાં ઓછા 20 વર્ષનો સમય લાગે

જો કે, વૈજ્ઞાનિકો એમ પણ માને છે કે પ્રાચીન સમયમાં ચામડાના પાના પર આવા પુસ્તકને ફક્ત એક જ દિવસમાં લખવુ અશક્ય છે. જો દિવસ અને રાત સતત લખવામાં આવે તો પણ તેને પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા 20 વર્ષનો સમય લાગશે. તે જ સમયે, કેટલાક સંશોધકોએ પણ આ દલીલને નકારી કાઢી છે. તેમનું માનવું છે કે જે રીતે આખું પુસ્તક એક જ હસ્તલેખનમાં લખાયું છે, તે જોતા એટલું સ્પષ્ટ છે કે તે પુસ્તક 20 અથવા 25 વર્ષમાં લખાયું નહીં હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *