હોરર ફિલ્મ માટે કરી તો દીધી હા વિક્કી કૌશલે પણ પછી તેના થયા હતા આવા હાલ

લોકડાઉન ચાલી રહ્યું છે તેના કારણે મનોરંજન જગતનું કામ પણ ઠપ્પ થયું છે. બોલિવૂડ સ્ટાર્સ પણ હાલ પોત પોતાના ઘરમાં રહી સોશિયલ મીડિયા પર સમય પસાર કરી રહ્યા છે.

image source

કોઈ પુસ્તકો વાંચી રહ્યું છે તો કોઈ પાકકળા પર હાથ અજમાવા છે. તેવામાં એક્ટર વિકી કૌશલએ તાજેતરમાં ઈંસ્ટા પર આસ્ક મી એનીથીંગ સેશન કર્યું હતું. જેમાં તેના ફેન્સએ તેને અનેક પ્રશ્ન પુછ્યા હતા.

આ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એવો પણ હતો કે વિક્કી કૌશલને ભૂતથી ડર લાગે છે ? તેના જવાબમાં વિક્કી કૌશલએ જે લખ્યું છે તે વાંચી કોઈ પણ તેના પર હસી પડે તેમ છે. વિક્કીએ જણાવ્યું કે જો વાત હોરર ફિલ્મ અને વાર્તાની હોય તો તે દુનિયાનો સૌથી મોટો ડરપોક માણસ છે. એક બીજા ફેને તેને પુછ્યું હતું કે ડર લાગ્યો હોય અને તે એક રુમમાંથી બીજા રુમમાં જતા રહ્યો હોય તેવું બન્યું છે ? ત્યારે વિક્કી કહ્યું હતું કે આવું ઘણીવાર થયું છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

અત્રે ઉલ્લેખનીય છે કે વિક્કી કૌશલની ફિલ્મ ભૂત – ધ હોન્ટેડ શિપ આ વર્ષે જ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિક્કી લીડ રોલમાં હતો અને આ ફિલ્મથી કરણ જોહરના ધર્મા પ્રોડકશનએ હોરર જોનરમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મનું નિર્દેશન ભાનું પ્રતાપ સિંહએ કર્યું અને આ ફિલ્મ 30 કરોડના બજેટમાં બની હતી.

ફિલ્મને બોક્સ ઓફિસ પર વધારે તો નહીં પણ 40 કરોડની કમાણી કરવામાં સફળતા મળી હતી. જો કે આ ફિલ્મ લોકોને આકર્ષવામાં થોડી સફળ પણ રહી છે તો હવે ધર્મા પ્રોડકશન તેનો બીજો પાર્ટ બનાવવા વિચારી રહ્યું છે.

image source

જો કે આ ફિલ્મનું નામ ભૂત પાર્ટ 1 હતું એટલે પહેલાથી જ ચર્ચા હતી કે તેનો બીજો ભાગ પણ આવશે. પરંતુ ફિલ્મના બિઝનેસ પર તેના બીજા પાર્ટનો આધાર પણ હોય છે. તેથી આ ફિલ્મથી મેકર્સે ઘણો બોધ લીધો હશે તો દર્શકોને પણ આશા હશે કે બીજો પાર્ટ વધારે રસપ્રદ હોય.

આ ફિલ્મ દરમિયાન વિક્કી કૌશલએ પોતાના ભૂતના ડર સિવાય અન્ય ડરનો પણ સામનો કર્યો હતો. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેને પાણીથી ડર લાગે છે. પરંતુ આ ફિલ્મમાં વિક્કીએ કલાકો સુધી અંડરવોટર સીન માટે શૂટીંગ કરી હતી.