Site icon News Gujarat

અંકિતા લોખંડે અને વિક્કી જૈનનું રિસેપ્સન કેન્સલ, કોવિડ પ્રોટોકોલ છે કારણ

જાણીતી ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બરે બિઝનેસમેન વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખૂબ જ ભવ્ય હતા. અંકિતા લોખંડેના પતિ વિકી જૈન રાયપુરના છે, તેથી અંકિતા લોખંડે અને વિકી જૈનનું રિસેપ્શન રાયપુરમાં રાખવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, હવે કોવિડ પ્રોટોકોલને કારણે રિસેપ્શન રદ કરવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે કોરોનાના વધતા જતા કેસને કારણે, છત્તીસગઢમાં કોવિડ માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે અંકિતા અને વિકીનું રિસેપ્શન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર સ્થિતિ સામાન્ય થયા પછી રિસેપ્સન રાખવામાં આવશે

image soucre

લગ્નના બે દિવસ બાદ પહેલીવાર અંકિતા પતિ વિકી જૈન સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. રોયલ બ્લુ કલરની બાંધણી સાડીમાં સજેલી નવી દુલ્હન તરીકે અંકિતા આકર્ષક લાગી રહી હતી. બીજી તરફ, વિકી જૈને ક્રિસ્પ શર્ટ સાથે ફોર્મલ પેન્ટ પહેર્યું હતું. બંનેની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

અંકિતા લોખંડે વિકી જૈને પરિવાર અને મિત્રો વચ્ચેના એક ભવ્ય હોટલમાં લગ્ન કર્યા હતા. તેના લગ્નમાં ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો આવ્યા હતા. તેઓએ રાયપુરમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, અંકિતા અને વિકી સુરક્ષાના સંદર્ભમાં કોવિડ માર્ગદર્શિકાને અનુસરવા માંગે છે. એટલા માટે તેણે તેનું રિસેપ્શન હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે.

image soucre

અંકિતા લોખંડે અને વિકી જૈન લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજાના વીડિયો અને તસવીરો પોસ્ટ કરતા રહે છે. આખરે આ ફેમસ કપલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે. અંકિતા અને વિકી જૈન બંને તેમના લગ્નની તસવીરોમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે

તમને જણાવી દઈએ કે અંકિતાને તેના પતિએ એક આલીશાન વિલા ભેટમાં આપ્યો છે. હા તમને નવાઈ લાગી હશે પણ વિકીએ તેની પત્નીને માલદીવમાં એક પ્રાઇવેટ વિલા ગિફ્ટ કર્યો છે

image soucre

આ પ્રાઈવેટ વિલાની કિંમત 50 કરોડ જણાવવામાં આવી રહી છે. અંકિતાના લગ્નની ભેટ તેના પતિ માટે કોઈ ઓછી નથી. ચર્ચા છે કે અંકિતાએ તેના પતિ માટે એક પ્રાઈવેટ યાટ ખરીદી છે. જે વ્યક્તિગત છે. તેની કિંમત 8 કરોડ જણાવવામાં આવી રહી છે.

image soucre

આ તો વિકી અને અંકિતાએ એકબીજાને આપેલી લગ્નની ભેટની વાત હતી. હવે વાત કરીએ આ કપલને ટીવી ઈન્ડસ્ટ્રીમાં તેમના મિત્રો તરફથી કઈ કઈ ભેટ મળી. ટીવી ક્વીન એકતા કપૂરે અંકિત લોખંડેને લગ્નમાં 50 લાખની ભેટ આપી હતી.

Exit mobile version