વિદાય થઈ રહેલા કોરોનાએ ફરી માથું ઊંચક્યું, આ રાજ્યોમાં થઈ એન્ટ્રી, જાણો અને ચેતો નહિં તો…

દેશ માંથી વિદાઈ લઈ રહેલ કોરોના વાયરસનો પુન: ઉપદ્રવ શરુ થયો, આફ્રિકન અને બ્રાઝીલીયન વાયરસની ભારતના આ રાજ્યોમાં પ્રવેશ કરી લીધો છે.

ભારતમાં નવા કોરોના વાયરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં બ્રિટનનો નવો વાયરસ દર્દીઓમાં જોવા મળી રહ્યો હતો. ત્યારે જ હવે પ્રથમ વાર દક્ષિણ આફ્રિકાનો નવો કોરોના વાયરસ સાર્સ- કોવિ- ૨ના ચાર દર્દીઓ જોવા મળ્યા છે. જયારે બ્રાઝિલના નવા વાયરસનો પણ એક દર્દી જોવા મળ્યા છે.

જેના કારણે પ્રશાસન સાવધાન થઈ ગયું છે. આફ્રિકન નવો કોરોના વાયરસ અને બ્રાઝિલનો નવો કોરોના વાયરસ બ્રિટીશ વાયરસ કરતા જુદો હોવાનું માનવામાં આવે છે. હાલમાં ભારતમાં મળી આવેલ આફ્રિકન અને બ્રાઝીલીયન કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ પુણેમાં સારવાર લઈ રહ્યા છે.

image source

દક્ષિણ આફ્રિકાથી જે વ્યક્તિઓ પાછા ફર્યા છે તેમાંથી ચર વ્યક્તિઓમાં આફ્રિકન કોરોના વાયરસ જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલ મુસાફરોના સંપર્કમાં આવેલ તમામ મુસાફરોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહી, એક મુસાફર બ્રાઝીલીયન વાયરસથી સંક્રમિત મળી આવ્યા અને તેમના સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓના ટેસ્ટ ચાલી રહ્યા છે.

આ પરિસ્થિતિ દરમિયાન બ્રિટનના નવા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ભારતમાં ૧૮૭ સુધી પહોચી ગઈ છે, પરંતુ આ તમામ દર્દીઓ માંથી કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. અત્યારે દુનિયામાં અંદાજીત ૪૪ દેશોમાં દક્ષિણ આફ્રિકન કોરોના વાયરસ પહોચી ગયો છે જેમાં હવે ભારત દેશ પણ સામેલ છે.

દક્ષિણ આફ્રિકાથી જે વ્યક્તિઓ પાછા ફર્યા છે એમાંથી ચાર વ્યક્તિઓ નવા કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.

image source

અત્યારે આખા દેશમાં કોરોના વાયરસને અટકાવવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જાન્યુઆરી, ૨૦૨૧માં શરુ કરવામાં આવેલ આ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં લાખો લોકોએ લાભ લીધો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આંકડાઓ પ્રમાણે ૮૮.૫૦ લાખ વ્યક્તિઓને રસી આપી દેવામાં આવી છે. આ લાભાર્થીઓમાં ૬૧ લાખ હેલ્થ વર્કર્સને પહેલા અને ૧.૭૦ લાખને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એવી જ રીતે ૨૪.૫૭ લાખ ફ્રંટલાઈન વર્કરને પણ કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી છે.

કેરળ અને મહારાષ્ટ્ર રાજ્યમાં હજી પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ વધારે છે.

image source

કેરળ અને મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હજી પણ વધારે પ્રમાણમાં જ છે. કેરળ અને મહારાષ્ટ્ર રાજ્યમાં દેશના કુલ સક્રિય કેસના ૭૨% છે. કેરળ રાજ્યમાં અત્યારે ૬૧૫૫૦ દર્દીઓ છે ત્યાં જ મહારાષ્ટ્ર રાજ્યમાં ૩૭,૩૮૩ દર્દીઓને કોરોના વાયરસથી સંક્રમિત છે. ભારત દેશના આ બે રાજ્યોમાં અન્ય રાજ્યોની તુલનાએ સૌથી વધારે સક્રિય કેસ છે એટલા માટે અત્યારે કેરળ અને મહારાષ્ટ્ર રાજ્ય પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ત્યાં જ બીજી બાજુ દેશના ૧૭ રાજ્યોમાં કોરોના વાયરસના લીધે નવા એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, એટલું જ નહી એમાંથી ૬ રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસથી સંક્રમિત એક પણ કેસ સામે આવ્યો નથી. અત્યારે ભારત દેશમાં કોરોના વાયરસથી રીકવરી રેટ ૯૭.૩૨ને પાર કરી લીધો છે. આ આંકડો વૈશ્વિક દ્રષ્ટિએ સૌથી વધારે માનવામાં આવે છે.

દેશના જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે જ્યાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. આ રાજ્યોમાં સિક્કિમ, મેઘાલય, અંદામાન-નિકોબાર,નાગાલેંડ, ત્રિપુરા, દીવ- દમણ અને દાદર નગર હવેલી સામેલ છે.

image source

ભારતમાં અત્યારે સક્રિય કેસની સંખ્યા ફક્ત ૧.૩૬ લાખ.

ભારતમાં અત્યારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ફક્ત ૧.૩૬ લાખ જેટલી રહી છે. જે કુલ કેસની સામે ફક્ત ૧.૨૫% છે. કોરોના વાયરસની રસી આપવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તેની આડઅસર વિષે આંકડાઓ જાહેર કરતા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દર બે હજાર વ્યક્તિએ ફક્ત એક વ્યક્તિમાં કોરોના વાયરસની રસીની આડઅસર જોવા મળી છે.

આ સાથે જ કોરોના વાયરસની રસી લેવાથી અત્યાર સુધીમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. જયારે બેંગલુરુમાં એક એપાર્ટમેન્ટમાં એકસાથે ૧૦૦ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. અહિયાં એક કોમ્પ્લેક્સમાં આયોજિત કરવામાં આવેલ બે લગ્ન પ્રસંગ દરમિયાન ભેગા થયેલ વ્યક્તિઓ માંથી ૧૦૦ વ્યક્તિઓના કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે અને તેમનો ઉપચાર ચાલી રહ્યો છે.

સીરમ ઇન્સ્ટીટયુટને તેની રસીના ૧૦ લાખ ડોઝને પાછા લઈ લે: દક્ષિણ આફ્રિકા.

image source

એક રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, દક્ષિણ આફ્રિકા દ્વારા સીરમ ઇન્સ્ટીટયુટને એવું કહેવામાં આવ્યું છે કે, તેઓ પોતાની રસીના એક મિલિયન ડોઝને પાછા લઈ લે. દક્ષિણ આફ્રિકામાં હજી ગયા અઠવાડિયે જ કોરોના વાયરસની રસીના ૧૦ લાખ ડોઝ મોકલી દેવામાં આવ્યા હતા અને બીજા પાંચ લાખ ડોઝને આવનાર કેટલાક અઠવાડિયામાં મોકલી દેવામાં આવી રહ્યા છે.

એવા સમયે દક્ષિણ આફ્રિકાએ એવું કહ્યું છે કે, તેમને હવે આ રસીની જરૂરિયાત છે નહી.એટલા માટે પાછી લઈ લેવામાં આવે. પરંતુ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા આ રસીને કેમ પાછી આપવા ઈચ્છે છે તેનું કોઈ યોગ્ય કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!